________________
૨૮૦
તત્ત્વાર્થ સૂત્ર
અથવા કથંચિત ભેદ માને તો તારા સિદ્ધાંતમાં બાધા આવે.
જો તું રૂપાદિથી કથંચિત ભિન્ન દ્રવ્ય છે એમ સ્વીકારે તો તારા સિદ્ધાંતમાં બાધા આવે કેમ કે તું રૂપાદિ માનતો નથી. કથંચિત્ ભેદ માનતા રૂપાદિ સિદ્ધ થાય છે અને તે તો તું સ્વીકારતો નથી. કથંચિત્ ભેદ સિદ્ધ કરતા સિદ્ધ સાધ્યતા દોષ. --
વળી પણ જો તું કથંચિત્ ભેદ સિદ્ધ કરવા જાય છે તો બીજો સિદ્ધસાધ્યતાદોષ આવે છે. કેમ કે “સ્યાથી યુક્ત પદાર્થનું જ્ઞાન કરનાર અને “સ્માતુ' યુક્ત પદાર્થને કહેનાર સ્યાદ્વાદી તો કથંચિત ભેદ માને છે. અત્યંત ભેદ માનતો નથી. આથી તેમને તો સિદ્ધ જ છે અને તું તેને જ સાધ્ય બનાવી સિદ્ધ કરી રહ્યો છે એટલે તારા નિરૂપણમાં સિદ્ધસાધ્યતા’ નામનો દોષ આવે છે.
આથી તારું સઘળુંય કથન અસમીચીન છે. તારી બધી વાત યુક્તિ વિનાની છે. (૨) ....વળી પણ જે તેં કહ્યું હતું કે...” ઘોર અંધકારમાં માત્ર માટીનું જ ગ્રહણ થાય
આ કથન પણ સમીચીન છે...
..કેમ કે દ્રવ્ય-પર્યાયનો ભેદભેદ છે એ સિદ્ધ કરવામાં આવ્યું છે. એટલે આ ન્યાયથી પણ ઘોર અંધકારમાં માટીનું જ ગ્રહણ છે. આ કથન પણ યુક્તિરહિત છે. આ તર્ક પણ યુક્તિશૂન્ય છે.
આ રીતે પણ તારો તર્ક યુક્તિશૂન્ય છે. શ્લોકાર્થ - વળી પણ...
“પર્યાયથી રહિત એવું દ્રવ્ય કે દ્રવ્યથી રહિત પર્યાયો ક્યાંય, ક્યારેય, કોઈ પ્રમાણથી, કોઈ સ્વરૂપે, કોઈએ જોયા છે ?”
અર્થાત્ દ્રવ્ય પર્યાયરહિત કે પર્યાય દ્રવ્યરહિત હોતાં જ નથી. ક્યારેય, કોઈએ, ક્યાંય, કોઈ પણ પ્રમાણથી, પર્યાયરહિત દ્રવ્ય કે દ્રવ્યરહિત પર્યાયો જોયા જ નથી. માટે જ પર્યાયરહિત (રૂપાદિ સિવાય) માત્ર મૃદ્રવ્યનું ગ્રહણ થતું જ નથી. સામાન્ય-વિશેષ પરસ્પર સાપેક્ષ છે નિરપેક્ષ નથી..
વિશેષ(પર્યાય)થી નિરપેક્ષ સામાન્ય સ્વરૂપ ધ્રૌવ્યાંશ (દ્રવ્ય) છે જ નહીં કે જે કેવલ ગ્રહણ થાય. વિશેષની અપેક્ષા વિનાનું એકલું સામાન્ય ગ્રહણ થતું જ નથી. તથા સામાન્યથી નિરપેક્ષ વિશેષ છે જ નહીં કે જે ઈન્દ્રિયોનો વિષય બને. દ્રવ્યથી નિરપેક્ષ એકલા વિશેષનું પણ જ્ઞાન થતું નથી.
આથી પર્યાયરહિત એકલા મૃદ્ધવ્યનું જ્ઞાન થતું જ નથી. આ રીતે એકાંત દ્રવ્યાસ્તિકની એકાંત માન્યતાને સ્યાદ્વાદના “વસ્તુ ભેદભેદરૂપ છે એ સિદ્ધાંતથી દૂર કરી. દ્રવ્યનયના બંને