________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
૨૭૯
છે. એ તો અમે કહ્યું જ ત્યારે તો મતિજ્ઞાનના ૨૮ આદિ ભેદો થાય. એટલે માનસ પ્રત્યક્ષ પણ ભલે થાય. એમાં શો વાંધો છે? અર્થાત્ કોઈ દોષ નથી. એટલે મનથી પણ દ્રવ્ય-પર્યાયનું જ્ઞાન થાય છે, પણ તમે સર્વથા દ્રવ્ય-પર્યાયનું મનોવિજ્ઞાન અયથાર્થ છે. વિકલ્પરૂપ જ કલ્પનામાત્ર કહો છો તે અસત્ છે. નિષ્ણમાણ છે. દ્રવ્ય-પર્યાય મનોવિજ્ઞાનના વિકલ્પમાત્ર નથી પણ વસ્તુતઃ છે જ. ઇન્દ્રિયો અને મન દ્વારા અવગ્રહાદિના ક્રમથી તેનો નિશ્ચય થાય છે. આથી દ્રવ્ય-પર્યાય એ મનોવિજ્ઞાનના વિકલ્પમાત્ર છે. આવું તમારું જે કથન છે તે જ કલ્પિત છે.
આ રીતે વિચારતાં લાગે છે કે વાદીને સાદ્વાદનું તત્ત્વજ્ઞાન સમજાયું નથી. માટે જ ગોથાં ખાય છે. જો અનેકાંતવાદ સમજાઈ જાય તો આવા અસત્ વિકલ્પો થાય નહિ. સ્યાદ્વાદનું રહસ્ય
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સાપેક્ષ સતનું લક્ષણ છે.. તેથી દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક વસ્તુ છે...
એટલે જ અનેક ધર્મવાળી વસ્તુમાં પણ જિજ્ઞાસા કે વિવક્ષાથી ગૌણ-મુખ્યભાવે કોઈ ધર્મનું જ્ઞાન કરાય છે, નિરૂપણ કરાય છે.
અંતે વસ્તુ ભેદભેદરૂપ જ છે. આવો ઈન્દ્રિય અને મન દ્વારા નિશ્ચય થાય છે. આ છે અત્યાર સુધી આપણે વિચારેલ સ્યાદાદનું રહસ્ય...
આ સ્યાદ્વાદનું રહસ્ય જાણી લીધું એટલે હવે એકાંત નયવાદીના કોઈ પણ પ્રશ્નો, કોઈ પણ યુક્તિઓ દલીલો કે તર્કો આપણી સામે ટકી શકતા નથી. પહેલા આપણે પાનં. ૪૩૨થી ૪૫૩ સુધીમાં દ્રવ્યનય અને પર્યાયનયે જે પરસ્પર યુક્તિઓ આપી માત્ર દ્રવ્ય અને માત્ર પર્યાયને સિદ્ધ કર્યા તે વિચાર્યું છે. હવે તે બંનેની બધી યુક્તિઓ, દલીલી, તર્કો ને સિદ્ધાંતોને આપણે સ્યાદ્વાદની પ્રક્રિયાથી વિચારીશું એટલે આપોઆપ દૂર થઈ જશે. સ્યાદ્ધવાદના સૂર્ય સામે ઘુવડ જેવી દૃષ્ટિવાળા તર્કો આપોઆપ નષ્ટ થઈ જાય છે. એકાંતવાદીના લૂલા સિદ્ધાંતો ટકી શકતા નથી. કેવી રીતે છે તે આપણે હવે ક્રમથી તેમની એક એક વાતને વિચારીએ અને પદાર્થના સત્ય સ્વરૂપનો બોધ કરીએ. માટે જ હવે વિસ્તારથી તેની વિચારણા શરૂ કરીએ છીએ.
(૧) પહેલાં જે કહ્યું હતું કે...“રૂપાદિ સિવાય મૃદુ દ્રવ્ય છે. આ પ્રમાણે એક વસ્તુના આલંબનવાળું ચાક્ષુષ જ્ઞાન થાય છે તેનું ખંડન કરવું અશક્ય છે.” આ તર્ક કેવલ મીતિકલ્પના છે કેમ કે સ્યાદ્વાદી રૂપાદિથી દ્રવ્યને કથંચિત્ ભિન્નાભિન માને છે...
દ્રવ્યવાદી ! આ તારો તર્ક સાદ્વાદની પ્રક્રિયાનો બોધ નહીં હોવાથી પોતાની મતિના વિલાસથી ઉઠાવેલ વિકલ્પમાત્ર છે. કારણ કે ઉપર અમે ભેદભેદવાળી વસ્તુ છે એ સિદ્ધ કર્યું છે તેથી રૂપાદિથી અત્યન્ત (સર્વથા) ભિન્ન કોઈ દ્રવ્ય છે જ નહિ. તો રૂપાદિ સિવાય માત્ર દ્રવ્યનું જ જ્ઞાન થાય છે તે કેવી રીતે બને ?