________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯
૨૭૭ પ્રથમ સંપાતમાં જ ભેદભેદનું જ્ઞાન થતું નથી માટે દ્રવ્ય-પર્યાય મનોકલ્પના છે પૂર્વપક્ષ :
થક છે, તમારા કહેવા મુજબ વિવક્ષાથી વચનનો વ્યવહાર ભલે થાય પરંતુ ચાક્ષુષ આદિ જ્ઞાન જ્યારે પ્રવર્તમાન થાય છે ત્યારે તે કાલાંતરને સહી શકતું નથી. કેમ કે પહેલા સંપાતમાં જ વિષયને ગ્રહણ કરે છે. આંખ પડતાની સાથે જ જ્ઞાન થાય છે. જે કાળમાં વિષયને ગ્રહણ કરે છે. તે જ કાળમાં જ્ઞાન થાય છે. જેવી દૃષ્ટિ પડી કે તરત જ તેનું જ્ઞાન થાય છે. જેવો સ્પર્શ કર્યો કે તરત જ તેનું જ્ઞાન થાય છે. સૂંઘતાની સાથે જ, શબ્દ પડતાની સાથે જ જીભ પર મૂકતાની સાથે જ તેનું જ્ઞાન થઈ જાય છે. તો જો વસ્તુ ભેદાભેદરૂપ છે તો ચક્ષુની સાથે પદાર્થનો સંબંધ થાય ત્યારે જ ભેદભેદનું જ્ઞાન થવું જોઈએ ને ? પણ તમારા કહેવા મુજબ વિવક્ષાવશથી (જિજ્ઞાસાથી) પહેલા ક્યાં તો ભેદનું જ્ઞાન થાય, ક્યાં તો અભેદનું જ્ઞાન થાય ! એટલે પ્રથમ ક્ષણમાં ક્યાં તો ભેદનું જ્ઞાન થાય ! ક્યાં તો અભેદનું જ્ઞાન થાય ! એટલે પ્રશ્ન થાય છે કે વસ્તુ ભેદભેદસ્વરૂપ છે તો પહેલેથી જ ભેદભેદના ઉલ્લેખ કરનારું ઈન્દ્રિયજ્ઞાન કેમ પેદા થતું નથી ? ઇન્દ્રિયો દ્વારા ભેદભેદનું જ્ઞાન કેમ નથી થતું?
આથી નક્કી થાય છે કે દ્રવ્ય અને પર્યાય એ મનોવિજ્ઞાનના વિકલ્પમાત્ર છે. માત્ર મનની કલ્પના જ છે. ઇન્દ્રિયોના સંપાતમાત્રથી નિશ્ચય થતો નથી પણ અવગ્રહાદિ ક્રમથી થાય છે. ઉત્તરપક્ષ :
ભાઈ ! તમારી વાત બરાબર નથી. ઇન્દ્રિયોના સંપાત માત્રથી જ નિશ્ચય નથી થતો તે તો અવગ્રહ આદિના ક્રમથી જ થાય છે. ઘણાં કાર્યો આપણને લાગે છે મેં એકસાથે કર્યા પણ તેવું બનતું નથી. પાનાની થોકડીમાં સ્પંચથી એકસાથે ૨૫-૫૦ પાનાને કાણાં પાડ્યાં આપણને લાગે છે. બધા એકસાથે કાણાં પડ્યાં. પરંતુ તેવું નથી. પહેલા એકમાં પછી બીજામાં એમ ક્રમથી જ કાણાં પડ્યાં છે પરંતુ મશીનથી ઝડપી થતું કાર્ય આપણને એકસાથે થયું તેવું લાગે છે. તેવી જ રીતે ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી થતું જ્ઞાન (નિશ્ચય) અવગ્રહાદિ ક્રમથી જ થાય છે.
સહુ પ્રથમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો પદાર્થ સાથે સંબંધ થાય છે જેને અર્થાવગ્રહ કહેવાય છે. આ અર્થાવગ્રહ એક સમયનો હોય છે.
૧. અહીં વ્યંજનાવગ્રહ કેમ બતાવ્યો નથી ?
આ શંકાના સમાધાનમાં સમજાય છે કે ચક્ષુ અપ્રાપ્યકારી છે તેથી તેનો વ્યંજનાવગ્રહ નથી માટે અહીં વ્યંજનાવગ્રહ બતાવ્યો નથી એમ લાગે છે..અથવા..વ્યંજનાવગ્રહમાં કોઈ પદાર્થ વિષય બનતો નથી માટે અર્થાવગ્રહને આદિમાં રાખ્યો છે. અર્થાવગ્રહ એટલે સામાન્યમાત્રથી વસ્તુનું ગ્રહણ કરવું. જેનો આકાર “કંઈક છે'... ઈહા એટલે વિશેષ જાણવાની ઇચ્છા. જેનો આકાર “આ શંખનો શબ્દ છે કે બીજા કોઈનો’... અપાય એટલે નિશ્ચય. જેનો આકાર “આ શંખનો જ શબ્દ છે.”