________________
૨૭૬
તત્ત્વાર્થ સૂત્ર અંશને રક્ષણ કરતો (વળગતો) પ્રવર્તે છે. તેને માત્ર અભેદજ્ઞાન થાય છે. એટલે કે સર્વ વસ્તુમાં “તદ્ વ્ય’ ‘પદ્ માત્ર આ પ્રતીતિ થાય છે.
વળી કોઈ માત્ર વિશેષને જ માને છે જે ભેદવાદી છે તેને એ જ ભેદભેદસ્વરૂપ વસ્તુમાં પણ માત્ર ભેદનું જ જ્ઞાન થાય છે. એ પોતાની માન્યતાને આગળ કરે છે. એટલે તેને ભેદના આલંબનવાળું જ્ઞાન થાય છે. અર્થાત્ ભૈદાલંબન પ્રત્યય પ્રગટે છે.
આ રીતે પોતાની માન્યતાને લઈને સ્વવાસનાના આવેશથી ભેદભેદરૂપ એવી પણ વસ્તુમાં દ્રવ્યનયને માત્ર અભેદનું અને પર્યાયનયને માત્ર ભેદનું જ જ્ઞાન થાય છે. વસ્તુ ભેદભેદરૂપ છે પણ નિરૂપણ ગૌણ-મુખ્ય ભાવથી છે.
જ્યારે સ્યાદ્વાદીને તો જિજ્ઞાસિત (જે પદાર્થને જાણવાની ઇચ્છા હોય) અને વિવક્ષિત પદાર્થ છે જે પદાર્થને કહેવાની ઇચ્છા હોય) તેને આધીન થઈને જ્ઞાન અને શબ્દની સર્વવસ્તુ વિષયક વ્યવહારની પ્રવૃત્તિ, દ્રવ્ય-પર્યાયના પ્રધાન-ગૌણ ભાવની અપેક્ષા લઈને છે માટે વસ્તુત્વ અનેક આકારવાળું છે. મતલબ સમસ્ત વસ્તુના વ્યવહારની પ્રવૃત્તિ જિજ્ઞાસા અને વિવક્ષાને આધીન છે તેથી અનેક ધર્માત્મક વસ્તુમાં કોઈ પણ એક ધર્મની જિજ્ઞાસા કે વિવક્ષાને આધીન થઈને દ્રવ્ય કે પર્યાયનું કથન કે જિજ્ઞાસા તે દ્રવ્ય અને પર્યાયના ગૌણ-મુખ્ય ભાવને લઈને કરે છે. જ્યારે દ્રવ્યને કહેવું હોય કે જાણવું હોય ત્યારે દ્રવ્યને મુખ્ય કરે છે અને પર્યાયને ગૌણ કરે છે. જ્યારે પર્યાયને કહેવો કે જાણવો હોય ત્યારે પર્યાયને મુખ્ય કરે છે અને દ્રવ્યને ગૌણ કરે છે.
આ રીતે વસ્તુનું વસ્તુત્વ અનેક આકારવાળું છે. વસ્તુ અનેક ધર્મવાળી છે. પરંતુ પોતાના મતના સંસ્કારથી માત્ર અભેદ કે માત્ર ભેદનું જ જ્ઞાન થાય છે. જ્યારે સ્યાદ્વાદીને ભેદભેદનું જ્ઞાન થાય છે. પરંતુ તે તેનું જ્ઞાન અને નિરૂપણ ગૌણ-મુખ્ય ભાવથી કરે છે. આથી વસ્તુ તો અનેક આકારવાળી જ સિદ્ધિ થાય છે.
જેમ કહ્યું છે કે..
શ્લોકાર્થ :- “સર્વ માત્રાનો સમૂહ અને અનેક ધર્મવાળું જે વિશ્વ છે તે સર્વ પ્રકારે હંમેશા હોવાથી કોઈ ઠેકાણે કોઈ ધર્મની વિવક્ષા કરાય છે...” (વાક્ય. કા. ૩)
તેમ અનેક આકારવાળી વસ્તુમાં દ્રવ્ય-પર્યાયના પ્રધાન અને ગૌણ ભાવથી સમસ્તૃવસ્તુવિષયક વ્યવહાર પ્રવર્તે છે.
૧.
મિત્રાસદાયણ..' આ પાઠને લઈને નયચક્ર વિષમપદ ટિપ્પણમાં આ પ્રમાણે અર્થ છે - વિશ્વે દિ शक्तिरूपेण निखिलधर्मात्मकमतस्तत्र सर्वस्य सद्भावात् सर्वस्यैकदा विवक्षासम्भवाद्यथा प्रयोजनं क्वचिदेव किञ्चिद् विवक्ष्यते इति तदर्थः स्यादिति भाति उपलभ्यमानवाक्यपदीये... इति द्वादसारनयचक्रम् भा० २ पृ० ५३० यतः प्रयोजनवशादनन्तधर्मात्मकेऽपि वस्तुनि यद्यप्यसावेकं पर्यायमासादयति यथा सौवर्णपटे दृष्टे घटार्थी घटत्वमध्यवस्यति सुवर्णार्थी तु सुवर्णत्वं जलानयनार्थी तु जलभाजनत्वमिति व्यवस्यति... ज्ञानार्णवप्रकरणे पृ० ६९/१