________________
તત્ત્વાર્થ સૂત્ર
કે ‘સ્થિતિ ઉત્પત્તિ વિનાશ સ્વભાવું સત્' એ સામાન્યથી જ માત્ર ઊડતી નજરે કહ્યું છે. તેનો અર્થ એવો નથી કે સ્થિતિવાળું હોય તે સત્ છે, તેનો અર્થ એવો નથી કે ઉત્પત્તિવાળું હોય તે સત્ છે,
તેનો અર્થ એવો નથી કે વિનાશવાળું હોય તે સત્ છે,
પરસ્પર દ્રવ્ય-પર્યાય ત્રણે નિરપેક્ષ સત્ છે. આ અર્થ બરાબર નથી. અમે જે ‘સ્થિતિ ઉત્પત્તિવિનાશ સ્વરૂપ સકળ સત્ છે' એમ કહ્યું છે તે દ્રવ્ય-પર્યાય નિરપેક્ષ હોય તો સત્ત્નું લક્ષણ બની શકતા નથી. પરસ્પર ત્રણે મળીને, પરસ્પર સાપેક્ષ સત્ત્નું લક્ષણ છે. જ્યારે આ દ્રવ્ય અને પર્યાય પરસ્પર નિરપેક્ષ છે. કેમ કે દ્રવ્યાસ્તિકનું લક્ષણમાત્ર ધ્રૌવ્યમાં જ રહે છે. પર્યાયાસ્તિકનું લક્ષણમાત્ર ઉત્ત્પત્તિ-વિનાશમાં જ રહે છે. આમ દ્રવ્ય અને પર્યાય બંને નિરપેક્ષ છે માટે તે સનું લક્ષણ બની શકે નહિ. વસ્તુનું લક્ષણ તો દ્રવ્ય-પર્યાય પરસ્પર સાપેક્ષ છે. અર્થાત્ સ્થિતિ એ દ્રવ્યાંશ છે, ઉત્પત્તિ વિનાશ એ પર્યાયાંશ છે. આ સ્થિતિ-ઉત્પત્તિ-વિનાશ જો નિરપેક્ષ હોય એટલે કે ઉત્પાદ-વિનાશ સ્થિતિની અપેક્ષા ન રાખે અને સ્થિતિ ઉત્પાદ-વિનાશની અપેક્ષા ન રાખે તો તે સ્થિતિ-ઉત્પત્તિ-વિનાશ સ્વભાવ સત્ત્નું લક્ષણ બની શકે નહીં. કેમ કે દ્રવ્યાસ્તિક ધ્રૌવ્યાંશ માત્રને જ સ્વીકારે છે અને પર્યાયાસ્તિક ઉત્પાદ વ્યયમાત્રને જ સ્વીકારે છે.
૨૭૪
એટલે વસ્તુનું સ્વતત્ત્વ (લક્ષણ)-સ્વરૂપ દ્રવ્ય પર્યાય બંને પરસ્પર સાપેક્ષ જ છે. ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્' આ પરસ્પર સાપેક્ષ જ સત્નું લક્ષણ છે એમ સમજવું. પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકે સ્વીકારેલા દ્રવ્યાંશ (ધ્રૌવ્ય) કે પર્યાયાસ્તિકે સ્વીકારેલા પર્યાયાંશ (ઉત્પાદ-વિનાશ) એ સત્ત્નું લક્ષણ નથી આવો અમારી પંક્તિનો અર્થ સમજવો. પરસ્પર નિરપેક્ષ દ્રવ્યાંશ અને પર્યાયાંશ પરિકલ્પિત છે.
વળી પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાંશ કે પર્યાયાંશ તો પરિકલ્પિત છે માટે તે તો પરમાર્થથી છે જ નહીં. આ દ્રવ્યાંશ કે પર્યાયાંશ એ તો માત્ર કલ્પના છે, કોઈ વાસ્તવિક નથી. ઘટ કેવલ દ્રવ્યાંશ કે પર્યાયાંશ નથી પણ જાત્યન્તર છે...
જેમ કહ્યું છે કે....
શ્લોકાર્થ ઃ- “ઘટ (સત્) એ ભેટરૂપ (ઉત્પાદ-વ્યયરૂપ) હોવાથી અન્વય (દ્રવ્ય) નથી, ઘટ એ અન્વયરૂપ (ધ્રૌવ્યરૂપ) હોવાથી ભેદ (ઉત્પાદ-વ્યય) નથી પણ માટી અને ભેદ બંનેના સંસર્ગથી રહેનાર ઘટ એક જાત્યન્તર છે.."
માટી એ દ્રવ્યાંશ છે અને ઘટ એ પર્યાયાંશ છે. એટલે ઘટ કેવલ દ્રવ્યાંશ નથી કે કેવલ પર્યાયાંશ નથી પરંતુ આ બંનેના સંસર્ગવાળો જાત્યન્નર છે. એટલે કે એકાંતે ઉભયરૂપ નથી.
આથી પરસ્પર સાપેક્ષ દ્રવ્યાંશ પર્યાયાંશ સત્ત્નું લક્ષણ બની શકે છે. એકલો દ્રવ્યાંશ કે પર્યાયાંશ વસ્તુ બની શકે નહિ. એકલી માટી શું ઘટનું કાર્ય કરી શકે ? અને માટી વગરનો ઘટ તો સંભવે ક્યાંથી ? આથી જ પરસ્પર નિરપેક્ષ દ્રવ્યાંશ અને પર્યાયાંશ એ તો માત્ર કલ્પના જ છે, વાસ્તવિક છે જ નહિ.