________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯
૨૭૫ માટે જ એકાંતવાદે કલ્પલ દ્રવ્યવૃત્તિ ધ્રૌવ્યાંશ કે ભેદવૃત્તિ પર્યાયાંશરૂપ વસ્તુથી અનેકાંતવાદીને સંમત વસ્તુ જુદી જ છે. અનેકાંતવાદી તો દ્રવ્ય, પર્યાય બંનેના સંસર્ગવાળી જ વસ્તુ માને છે. (પરસ્પર સાપેક્ષ જ વસ્તુ છે.)
દા. ત. જેમ નરસિંહ એ અવિભક્ત છે. નર પણ નહીં અને સિંહ પણ નહીં પણ નર અને સિંહથી જાત્યન્તર છે તેવી રીતે અવિભક્ત જે ઉત્પાદ-વ્યય (વિશેષ-પર્યાય) અને ધ્રૌવ્ય (સામાન્ય-દ્રવ્ય) આ બંનેના સંસર્ગરૂપ હોવાથી વસ્તુ જાત્યન્તર છે.
જેમ...
શ્લોકાર્થ :- “સિંહરૂપ હોવાથી નર નથી અને નરરૂપ હોવાથી સિંહ નથી પણ શબ્દ વિજ્ઞાન અને કાર્યના ભેદથી નરસિંહ એ જુદી જ જાતિ છે...”
નરસિંહ એ નર અને સિંહથી જાત્યન્તર છે. કેમ કે શબ્દ, જ્ઞાન અને કાર્ય જુદાં છે. નર શબ્દ નર શબ્દનું જ્ઞાન અને “નર'નું કાર્ય જુદું છે. સિંહ શબ્દ સિંહ શબ્દનું જ્ઞાન અને “સિંહ”નું કાર્ય જુદું છે.
જ્યારે આ બંનેના સંસર્ગથી જુદો નરસિંહ છે. કેમ કે “નરસિંહ એ શબ્દ પણ આ બેથી જુદો છે.
“નરસિંહનું જ્ઞાન પણ આ બેથી જુદું છે. કેમ કે એ નરરૂપ પણ નથી. સિંહરૂપ પણ નથી. આથી નર અને સિંહથી જુદો છે. આવું એનું જ્ઞાન થાય છે, અને નર અને સિંહથી. નરસિંહ'નું કાર્ય પણ જુદું છે.
માટે શબ્દ, જ્ઞાન અને કાર્યના ભેદથી એટલે કે શબ્દ, જ્ઞાન અને કાર્ય જુદાં હોવાથી નરસિંહ એ જાત્યન્તર છે. નર, અને સિંહથી જુદી જ જાતિ છે.
આ રીતે “નરસિંહની જેમ ઘટ આદિ પણ કલ્પિત દ્રવ્યરૂપથી અને કલ્પિત પર્યાયરૂપી જાત્યન્તર છે.
આ પ્રમાણે માત્ર દ્રવ્ય કે માત્ર પર્યાયથી જુદો દ્રવ્ય પર્યાય બંનેના સંસર્ગવાળો અર્થાત્ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ પદાર્થ છે. આવા પ્રકારની પ્રક્રિયાને સ્વીકારવાથી એક નયના મતને અનુસરીને જે દોષ દેવામાં આવે છે તે બધા અસંબદ્ધ જ ઠરે છે. દ્રવ્યનય માત્ર દ્રવ્ય જ છે અને પર્યાયનય માત્ર પર્યાય જ છે. આવું સિદ્ધ કરતા પરસ્પર અનેક દોષ આપ્યા એક નયને આશ્રયીને જે દોષ આપ્યા તે બધા જો દ્રવ્યપર્યાયના સંસર્ગવાળી વસ્તુ છે એમ માનવામાં આવે તો દૂર થઈ જાય છે. વસ્તુ ભેદભેદરૂપ છે. એટલે માત્ર ભેદ માનતા જે દોષ આવતા હતા કે અભેદ માનતા જે દોષ આવતા હતા તે બધા ભેદભેદરૂપ માનવાથી દૂર થઈ જાય છે. ભેદભેદરૂપ વસ્તુમાં માત્ર અભેદ કે ભેદનું જ્ઞાન થવાનું કારણ.
આ રીતે વસ્તુ ભેદભેદરૂપ છે. આવી ભેદભેદ સ્વરૂપ વસ્તુમાં પણ ક્યારેક અભેદ જ્ઞાન જ પ્રવર્તે છે. માત્ર સામાન્યને માનનાર કોઈ પોતાના મતના સંસ્કારના કારણે ફક્ત અન્વય