________________
૨૮૧
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯ તર્કોને હટાવ્યા.
- હવે પર્યાયનયનું જે નિરૂપણ છે કે માત્ર રૂપાદિનું જ ગ્રહણ થાય છે તેને આપણે વિચાર કરીએ છીએ કે– સામાન્યાંશનું ગ્રહણ અશક્ય છે તેથી વિશેષનું જ ગ્રહણ થાય છે.
પર્યાયનય ! જો તું એમ કહેતો હોય કે અમે સામાન્યાંશ (ધ્રૌવ્યાંશ) નથી એમ નથી કહેતા, કારણ કે તે સામાન્યાંશ હોવા છતાં ગ્રહણ કાળે ગ્રહણ કરવા માટે અશક્ય છે અર્થાત્ જ્ઞાન કરીએ છીએ ત્યારે તેનું જ્ઞાન થવું અશક્ય છે માટે વિશેષનું જ ગ્રહણ થાય છે. એટલે કે પદાર્થનું જ્ઞાન કરીએ છીએ ત્યારે માત્ર વિશેષનું જ જ્ઞાન થાય છે પણ સામાન્યાંશનું જ્ઞાન થતું નથી. દા. ત. વનમાં નજર નાંખતાં જ આ આંબો છે, પીપળો છે, અશોક છે. આવું જ્ઞાન થાય છે પણ માત્ર વૃક્ષ છે આવું જ્ઞાન થતું નથી. મેળામાં હાટ માંડીને બેઠેલ દુકાનદારોની લાઈનમાં નજર નાંખતા જ આ માટીનો ઘડો છે, તાંબાનો ઘડો છે, સ્ટીલનો ઘડો છે આવું જ્ઞાન થાય છે પરંતુ માત્ર ઘડો છે આવું જ્ઞાન તો થતું જ નથી. એટલે સામાન્યાંશ હોવા છતાં માત્ર વિશેષનું જ જ્ઞાન થાય છે. સામાન્યથી રહિત વિશેષ આકાશકુસુમવત્ થશે...
જો તું એમ કહે છે કે –“રૂપાદિનું જ જ્ઞાન થાય છે”. આ નિરૂપણ દ્વારા અમે સામાન્યાંશનો નિષેધ જ કરીએ છીએ એવું નથી, પરંતુ પદાર્થનો બોધ કરતા માત્ર વિશેષનું જ જ્ઞાન થાય છે, સામાન્યાંશનું જ્ઞાન થતું નથી એમ કહીએ છીએ... તો તો તારા કથનથી વિશેષનો અભાવ જ સિદ્ધ થશે, કેમ કે સામાન્યાંશ એ વિશેષનું શરીર છે. એ શરીરનો અભાવ છે. આથી શરીર વગરનો વિશેષ એ તો પદાર્થ બને જ કેવી રીતે ? શરીર વગરનો ભાવ એ તો વિભાવ હોવાથી સત્તારહિત હોવાથી આકાશકુસુમની જેમ થશે. એટલે સામાન્યથી રહિત વિશેષ આકાશકુસુમની જેમ હોવાથી તેનું જ્ઞાન જ ક્યાંથી થાય ? આકાશકુસુમનો અભાવ છે તેમ સામાન્યાંશ સિવાય વિશેષ છે જ નહીં. તો તેનું જ્ઞાન ક્યાંથી થાય ? માટે વિશેષનું જ જ્ઞાન થાય છે આ વાત બરાબર નથી. એકલા વિશેષ ગ્રહણમાં અનુભવવિરોધ...
વળી એકલા વિશેષનું જ જ્ઞાન થાય છે એમ માનવામાં અનુભવનો વિરોધ આવશે. કેમ કે સામાન્યનું જ્ઞાન થાય છે એ તો અનુભવસિદ્ધ છે
દા. ત. તમે બગીચામાં પ્રવેશતાં જ આ ગુલાબ છે, મોગરો છે એવું જ્ઞાન કરો છો પણ એ ફૂલ છે એનું જ્ઞાન તો તમને છે જ ત્યારે જ તો તમે ગુલાબનું ફૂલ કહેવાય, આંબાનું ઝાડ કહેવાય. આવું બોલી શકો છો. સામાન્યથી તમને ફૂલનું જ્ઞાન છે ત્યારે જ અનેક જાતનાં પુષ્પોનું જ્ઞાન કરી શકો છો. સામાન્યથી વૃક્ષનું જ્ઞાન છે ત્યારે જ આ આંબાનું વૃક્ષ, પીપળાનું વૃક્ષ એવું જ્ઞાન કરો છો. માટે સામાન્યનું જ્ઞાન થાય છે એ અનુભવસિદ્ધ જ છે.
માટે સામાન્યથી રહિત વિશેષમાત્રનું જ ગ્રહણ થાય છે આવું કહેનાર છે વાદી ! તારા