________________
૨૭૮
તત્ત્વાર્થ સૂત્ર ત્યારબાદ જિજ્ઞાસા થાય છે આ શું છે? આ છે કે આ છે? જેને ઈહા કહેવાય છે. મુહૂર્તની અંદર રહેલું “હા” જ્ઞાન થાય છે.
ત્યારબાદ નિશ્ચય થાય છે જેને અપાયજ્ઞાન કહેવાય છે. તે પછી ઇન્દ્રિયને જ વ્યાપાર કરાવતું હોવાથી નિશ્ચિત આકારવાળું પ્રમાણ પેદા થાય છે. અર્થાત્ અવગ્રહ, ઈહા, અપાય બાદ જ તે તે ઇન્દ્રિયનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. કારણ કે અવગ્રહ આદિ થાય તો જ અપાય જ્ઞાન થાય. જો અવગ્રહ આદિ ન થાય તો અપાય જ્ઞાન થાય નહીં. એટલે કે અવગ્રહ આદિના સદ્ભાવમાં નિશ્ચિત આકારવાળું પ્રત્યક્ષ પ્રમાણ પેદા થાય છે. અવગ્રહ આદિના અભાવમાં નિશ્ચિત આકારવાળું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. ચાક્ષુષ આદિ પ્રત્યક્ષ જ્ઞાન માત્ર પદાર્થનો સંબંધ થવાથી જ નથી થતું. દૃષ્ટિ પડતાની સાથે જ જ્ઞાન નથી થતું પરંતુ વચમાં ઈહા આવે છે. ઈહા એટલે જિજ્ઞાસા થાય છે ત્યાર પછી જ નિશ્ચય થાય છે.
આમ જ્ઞાનનો ક્રમ જ એવો છે તેથી વિવક્ષા અને જિજ્ઞાસાને આધીન શબ્દની પ્રવૃત્તિ છે. માટે વસ્તુ ભેદભેદસ્વરૂપ હોવા છતાં પણ જેની વિવક્ષા કે જિજ્ઞાસા હોય છે તેનું જ્ઞાન કરાય છે. અમે કહી ચૂક્યા છીએ કે એક વસ્તુમાં નિત્યાનિત્યાદિ અનેક ધર્મો છે તેમાંથી કોઈ પણ એક ધર્મની વિવક્ષા કરીને નિરૂપણ થાય છે. એટલે વસ્તુ ભેદભેદરૂપ જ છે. ક્રમથી જ નિશ્ચિત આકારવાળું પ્રમાણ જ્ઞાન થાય છે માટે પ્રથમ સંપાતમાં જ ભેદભેદનું જ્ઞાન થાય તે વાત બરાબર નથી. ઇન્દ્રિયોના સંપાત માત્રથી નિશ્ચય થતો નથી પણ અવગ્રહાદિ ક્રમથી થાય છે માટે તમે પ્રથમ સંપાતમાં જ ભેદભેદનું જ્ઞાન થતું નથી માટે દ્રવ્ય-પર્યાય મનોવિજ્ઞાનની કલ્પના છે' આવું જે અનુમાન કર્યું તે બરાબર નથી.
અહીં મુહૂર્તાલ્પત્તરવર્તી ઈહા લીધું છે તેનાથી આ વાત સમજવી કે–આ અર્થાવગ્રહાદિ ચાર પ્રકારના ક્રમવાળા જે દીર્ઘઉપયોગરૂપ ચક્ષુઆદિથી થતું મતિજ્ઞાન છે તે ભેદાભૂદાત્મક વસ્તુ વિષયક જ છે. આ પ્રમાણે ઇન્દ્રિયોનો જ વ્યાપાર કરાતા પ્રમાતાનું નિશ્ચિત આકારવાળું જે અપાયજ્ઞાન છે તે માનસ વિકલ્પરૂપ નથી. મનોવિજ્ઞાન વિકલ્પરૂપ નથી એટલે માનસિક વિકલ્પરૂપ નથી એમ સમજવું. વળી નિશ્ચય જ્ઞાન એ ચક્ષુ આદિનો પણ વિષય છે અને મનનો વિષય પણ છે. એટલે કે નિશ્ચિત-અપાય જ્ઞાન એ ઇન્દ્રિયો દ્વારા પણ થાય છે અને મન દ્વારા પણ થાય છે. કેમ કે મતિજ્ઞાનના અઠ્ઠાવીસ પ્રકાર બતાવ્યા છે. જો મનથી પણ નિશ્ચય (અપાય) જ્ઞાન થતું ન હોય તો તો મતિજ્ઞાનના ૨૮ ભેદ બની શકે નહિ. તથા બહુ, બહુવિધ આદિ ભેદ વડે પણ મતિજ્ઞાનના ઘણા વિકલ્પો હોવાથી મનથી પણ નિશ્ચય જ્ઞાન થાય છે. આ રીતે ઇન્દ્રિયો અને મન દ્વારા અવગ્રહ આદિ ક્રમથી નિશ્ચિત જ્ઞાન (નિશ્ચય) થાય છે.
આમ ઇન્દ્રિયથી થતું જ્ઞાન નિશ્ચિત આકારવાળું દ્રવ્ય અને પર્યાયને ગ્રહણ કરનારું જ છે પરંતુ દ્રવ્ય અને પર્યાય એ મનોવિજ્ઞાનના વિકલ્પમાત્ર નથી.
પ્રશ્ન :- ઇન્દ્રિયો દ્વારા જે દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન થાય છે તે મનથી પણ થાય છે તો ઇન્દ્રિય વિષયક કેવી રીતે કહેવાય ?
જવાબ :- આ તારું કથન અયોગ્ય છે. કેમ કે દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન માનસ પણ થાય