________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
૨૭૩ અતત્ કારણ કાર્ય' કહેવાય છે.
હવે જે કોઈનું કારણ નથી અને કાર્ય નથી તેનો અભાવ હોય છે. દા. ત. જેમ આકાશકમલ. આકાશકમલ કોઈનું કાર્ય નથી તેમ કોઈનું કારણ પણ નથી તો તેનો અભાવ છે.
તેવી રીતે માટી અને ઘટ પણ કોઈનું કારણ કે કાર્ય નથી માટે તેનો પણ અભાવ જ છે કેમ કે માટી અને ઘટનું સ્વરૂપ જ સિદ્ધ નથી. અતત્કારણકાર્યયોઃ અભાવ:
સ્વરૂપઅસિદ્ધવાદ્ વ્યોમોત્પલાદિવત્ પક્ષ સાધ્ય
દૃષ્ટાંત સ્વરૂપ જ સિદ્ધ નહીં હોવાથી જે કારણ કે કાર્ય નથી તેવા માટી અને ઘટનો, આકાશકમલ આદિની જેમ અભાવ છે.
આ રીતે પર્યાયાસ્તિક નયે દ્રવ્યાસ્તિકે જે ઉત્પાદ-વિનાશના કારણરૂપ દ્રવ્ય છે એવી સિદ્ધિ કરી તેને કાર્યકારણભાવ કલ્પનામાત્ર છે. ઇતરેતરાદોષથી દૂષિત હોવાથી અસત્ અર્થના વિષયક છે અને અતનુ કારણકાર્ય હોવાથી તેનો અભાવ છે. આવું નિરૂપણ કરી “દ્રવ્ય છે જ નહીં' એવું સિદ્ધ કર્યું. ધ્રૌવ્યાંશરૂપ દ્રવ્યને હટાવી માત્ર ઉત્પાદ-વિનાશરૂપ પર્યાયની જ સ્થાપના કરી.
આ રીતે આપણે પૃ. ૪૩૨થી દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકની ચર્ચાવિચારણા કરી. બંનેએ પરસ્પર પોતપોતાની માન્યતાને સિદ્ધ કરતી દલીલો આપી દ્રવ્યાસ્તિકે માત્ર પ્રૌવ્યાંશ અને પર્યાયાસ્તિકે માત્ર ઉત્પાદ-વિનાશની સિદ્ધિ કરી.
આ પ્રમાણે એકાંતથી પરસ્પરના સ્વરૂપના મર્દન કરનારા દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બે નયો એકાંત નિરૂપણ કરનારા છે. આમ બતાવીને હવે ગ્રંથકાર મહારાજા પોતાનો સિદ્ધાંત જણાવતાં કહે છે તે પહેલા આપણે થોડું સિંહાવલોકન કરી જઈએ.
આ રીતે દ્રવ્યાસ્તિક સ્થિતિવાળાને સત્ કહ્યું, પર્યાયાસ્તિકે ઉત્પાદ-વ્યયવાળાને સત્ કહ્યું. અર્થાત્ સર્વ પદાર્થ સ્થિતિવાળા હોય છે, સ્થિતિવાળી હોય તે જ વસ્તુ કહેવાય. આ દ્રવ્યાસ્તિકનું સનું લક્ષણ છે અને પદાર્થ ઉત્પાદ-વ્યયવાળા જ હોય. ઉત્પાદ-વ્યયવાળી હોય તે જ વસ્તુ કહેવાય છે. આ પર્યાયાસ્તિકનું સનું લક્ષણ છે. તમારા જેવા નવા અભ્યાસીને લાગે છે કે બરાબર છે, આપણે જે કહ્યું “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સતુ' તે લક્ષણ ઘટી જાય છે. બંનેના નિરૂપણથી સત્ સિદ્ધ થઈ જાય છે. પ્રત્યેક નયથી આ લક્ષણ ઘટી જાય છે. તો શા માટે આ સૂત્રની શરૂઆતમાં “આ સૂત્ર બંને નયથી યુક્ત છે” એમ કહ્યું છે ?
સાચી વાત છે, અનંતજ્ઞાનીના વચનના રહસ્યને નહીં સમજેલ જરૂર આવું કહી શકે છે. તેને પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. પરંતુ જરા શાંતિથી વિચારશો તો લાગશે કે આ વાત બરાબર છે. બંને નયથી યુક્ત આ સૂત્ર છે. બંને નયથી મળેલું આ સૂત્ર છે. માત્ર પ્રત્યેક અલગ નથી આ લક્ષણ બની શકે નહીં. કેમ કે અમે જે ટીકાની શરૂઆતમાં પ્રથમ પંક્તિમાં જ જણાવ્યું છે