________________
૨૭૨
તત્ત્વાર્થ સૂત્ર દા. ત. દીર્ઘ દ્રસ્વ. આ દીધું છે ને આ હૃસ્વ છે કહીએ છીએ તે હ્રસ્વની અપેક્ષાએ દીર્ઘ છે અને દીર્ઘની અપેક્ષાએ હ્રસ્વ છે પણ વાસ્તવિક તો કોઈ દીર્ઘ, હ્રસ્વ નથી. અપેક્ષાએ જ લાંબું, ટૂંકું છે તેમ વાસ્તવિક કોઈ કારણ નથી કોઈ કાર્ય નથી અપેક્ષાએ જ છે.
તંતુ અને પટમાં કે માટી અને ઘટમાં કોઈ સ્વતોસિદ્ધ (સ્વાભાવિક) રૂપ નથી. અર્થાત્ તંતુ કે પટ એ સ્વાભાવિક સ્વરૂપે નથી. તંતુમાં કે માટીમાં જેનું કારણ પ્રત્યય—આ કારણ છે. આવું જ્ઞાન થાય છે તે પટ અને ઘટ આદિ સર્વ બીજા પદાર્થોની અપેક્ષાએ થાય છે પરંતુ તંતુ અને પટમાં કે માટી અને ઘટમાં કારણ પ્રત્યય સ્વસિદ્ધ નથી. અર્થાત્ સ્વયં કારણ નથી અપેક્ષાએ કારણ છે. કેમ કે તંતુ એ પણ કોઈનું કાર્ય છે અને પટ એ પણ કોઈનું કારણ છે. તેથી તંતુ સ્વસિદ્ધ કારણ નથી, પટ સ્વસિદ્ધ કાર્ય નથી તેથી તંતુ કારણ છે અને પટ કાર્ય છે આ આપેક્ષિક છે. તેવી રીતે માટી કારણ છે અને ઘટ કાર્ય છે. આ પણ આપેક્ષિત જ છે.
આ રીતે સ્વસિદ્ધ કારણ-કાર્ય નથી પરંતુ અપેક્ષિત છે તેથી કાર્ય-કારણભાવ કલ્પનામાત્ર જ છે. કાર્ય-કારણભાવની કલ્પનામાં ઇતરેતરાશ્રયદોષ અને તેથી તંતુ-પટ પ્રત્યય અસદાર્થ વિષયક છે.
આ રીતે કાર્ય-કારણભાવ સ્વસિદ્ધ નથી. બીજા પદાર્થની અપેક્ષાએ છે તેથી તેમાં ઇતરેતરાશ્રય દોષ આવે છે. તંતુ કારણ છે આવું જ્ઞાન ત્યારે થાય કે પટ કાર્ય છે. આ જ્ઞાન હોય અને પટ કાર્ય છે. આવું જ્ઞાન ત્યારે બને કે તંતુ કારણ છે. આ જ્ઞાન હોય તેથી તંતુમાં તંતુનું જ્ઞાન, પટમાં પટનું જ્ઞાન છે તે એકબીજાના જ્ઞાનને લઈને કરવું પડે છે માટે ઇતરેતરાશ્રયદોષવાળું છે. આ રીતે કાર્ય-કારણભાવની કલ્પનામાં ઇતરેતરાશ્રય દોષ આવે છે.
તેથી તંતુમાં કારણ પ્રત્યય અને પટમાં કાર્યપ્રત્યય છે એ અસઅર્થનો વિષય બની જાય છે. એટલે કે તંતુ કારણ નથી અને તંતુ કારણ છે આવું જ્ઞાન કરો છો તે, પટ કાર્ય. નથી અને પટ કાર્ય છે આવું જ્ઞાન કરો છો તે અસદ્ વિષયક છે. તંતુ નથી તો કારણ અને પટ નથી તો કાર્ય. એકબીજા બંનેમાં કાર્ય-કારણ ભાવ કલ્પો છો તે કોઈ કાર્ય કે કારણ છે જ નહીં માટે તે બંનેમાં કાર્ય-કારણનું જ્ઞાન કરો છો તે અસદ્ અર્થાત્ જે નથી તેનું જ્ઞાન કરો છો માટે તે જ્ઞાન અસદ્ અર્થ વિષયક છે.
આમ તંતુ કારણ છે અને પટ કાર્ય છે. આવું જ્ઞાન કરવું તે અસદ્ અર્થના વિષયવાળું છે. તથા માટી અને ઘટનો અભાવ છે કેમ કે એમનું સ્વરૂપ સિદ્ધ નથી.
તથા માટી ઘટનું કારણ નથી અને ઘટ માટીનું કાર્ય નથી માટે માટી અને ઘટ “અતત્કારણકાર્ય થાય છે. આથી માટી અને ઘટનો અભાવ સિદ્ધ થશે. કેમ કે બંનેના સ્વરૂપની અસિદ્ધિ છે. અ = નહીં તત્ = તેનું તેનું (ઘટનું) કારણ નથી. તેનું (માટીનું) કાર્ય નથી. માટી ઘટનું કારણ નથી અને ઘટ માટીનું કાર્ય નથી. આથી માટી અને ઘટ