________________
૨૭૧
પક્ષ
હેતુ
અધ્યાય-૫: સૂત્ર-૨૯
આ રીતે પર્યાયાસ્તિક નયે ઉત્પાદ-વ્યય (પર્યાય) જ છે પરંતુ પ્રૌવ્ય (દ્રવ્ય) છે જ નહીં આવું સિદ્ધ કર્યું. એટલે હવે ફરી પણ દ્રવ્યાસ્તિક નય દ્રવ્યની સિદ્ધિ કરવા પ્રયત્ન કરે છે. બીજી રીતે દ્રવ્યની સિદ્ધિ.. દ્રવ્યાસ્તિક :
તમે કહ્યું કે “ઉત્પાદ-વિનાશવાળી હોય તે વસ્તુ છે. તો આ ઉત્પાદ અને વિનાશ એ કાર્ય છે. કાર્ય છે તો તેનું કોઈ કારણ હોવું જોઈએ. उत्पादविनाशौ
कारणवन्तौ
कार्यत्वात् घटादिवत् સાધ્ય
દૃષ્ટાંત ઉત્પાદ અને વિનાશ, કારણવાળા છે, કાર્ય હોવાથી, ઘટઆદિની જેમ...
જે જે કાર્ય હોય છે તે તે કારણવાળા હોય છે. ઉત્પાદ, વિનાશ કાર્ય છે તો તે કારણવાળા છે. દા. ત. ઘટ જેમ કાર્ય છે તો તે કારણવાળો છે. તેમ ઉત્પાદ, વિનાશ પણ કાર્ય (પર્યાય) છે. તો તેનું કારણ હોવું જોઈએ.
તે જ દ્રવ્ય છે. ઉત્પાદ-વિનાશનું કારણ દ્રવ્ય છે. આ રીતે પણ દ્રવ્ય સિદ્ધ થાય છે.
પરમાર્થથી કારણપ્રકૃતિ એટલે કારણસ્વભાવ અર્થાત કારણ છે. યત્ર = કારણ પ્રકૃતિમાં, દ્રવ્યસત્તા ભવ્યત્વાન્ ભવસ્થિત અર્થાત્ તે તે કાર્યરૂપે ભવન થતું હોવાથી અથવા પરિણમન સ્વભાવ હોવાથી દ્રવ્યસત્તા છે એવું નહીં કહેવું કેમ કે કાર્યકારણ ભાવ કલ્પના છે. આ કારણ અને આ કાર્ય એ કલ્પના જ છે. પર્યાયાસ્તિક
તમે કારણ પ્રકૃતિ દ્રવ્યનું અસ્તિત્વ ભવ્યત્વ હેતુ આપીને સિદ્ધ કરો છો પણ તે દ્રવ્યસત્તા છે જ નહીં કે જ્યાં એનો બોધ થતો હોય કેમ કે કારણ અને કાર્ય એ કલ્પનામાત્ર છે.
વાસ્તવિક રીતે કોઈ કારણ છે જ નહીં, કારણ-કાર્ય કલ્પના માત્ર જ છે માટે તમે ભવ્યતા” હેતુથી કારણરૂપે દ્રવ્ય છે એ સિદ્ધ કરી શકતા નથી.
ઉત્પાદ પણ સ્વયં થાય છે અને વિનાશ પણ સ્વયં થાય છે. ઉત્પાદ અને વિનાશનું કોઈ કારણ નથી. કાર્ય-કારણ ભાવનું જે જ્ઞાન થાય છે તે પ્રતીત્ય છે. આ કારણ છે અને આ કાર્ય છે. તે તો માત્ર અપેક્ષાજ્ઞાનનો જ વિષય છે. અપેક્ષાથી આ કારણ છે અને આ કાર્ય છે. કારણ એ કાર્યની અપેક્ષાએ જ પ્રતીતિનો વિષય છે. આ આનું કારણ છે. કેવલ કારણનું જ્ઞાન થતું જ નથી. એવી રીતે કાર્ય પણ કારણની અપેક્ષા કરીને જ જણાય છે. આ આનું કાર્ય છે. આમ અપેક્ષા સિવાય આ કાર્ય છે. આવું જ્ઞાન થતું નથી અને જે પ્રતીત્ય પ્રત્યય માત્રવૃત્તિ હોય છે તે કલ્પનાથી બનેલું હોય છે. એમાં દૃષ્ટાંત કહે છે