________________
અધ્યાય-૫ સૂત્ર-૨૯
૨૬૯ જો તમે પ્રત્યેક તંતુમાં પટ સર્વથી રહે છે (સમવેત છે) એમ કહેશો તો તે બરાબર નથી. કેમ કે તંતુ સાથે ઇન્દ્રિયનો સંબંધ હોવા છતાં પણ પટનું ગ્રહણ (જ્ઞાન) થતું નથી. માટે એક તંતુમાં સર્વથી પટ નથી. જેમ થાંભલા સાથે ઇન્દ્રિયનો સંબંધ છે છતાં મેરુનું ગ્રહણ થતું નથી કેમ કે થાંભલામાં મેરુ નથી. તેમ તંતુમાં સંનિકર્ષ હોવા છતાં પટનું ગ્રહણ થતું નથી માટે એક તંતુમાં સર્વથી પટ નથી. એક તંતુમાં સંનિકર્ષ છે તો પટનું ગ્રહણ થવું જોઈએ તે માટે પ્રમાણ.
જે જેમાં સમવાય સંબંધથી હોય તે તેનો (ઇન્દ્રિયનો) સંબંધ હોય તો સંનિકર્ષ હોતે છતે પ્રહણ થાય છે.”
આ સામાન્ય વ્યાપ્તિ છે તેનો અર્થ આ પ્રમાણે છે. “જે–પટ, “જેમાં–તંતુમાં હોય તે–પટ
તેનો સંનિકર્ષ'-તંતુમાં હોતે છતે પટનું ગ્રહણ થવું જોઈએ.
એટલે કે જેમાં સમવાય સંબંધી રહે છે તેમાં ઇન્દ્રિયનો સંબંધ થતાં તેનું જ્ઞાન થાય છે અથવા તે પ્રત્યક્ષ થાય છે.
જેમ રૂપાદિ તંતુમાં છે. તો તે તંતુમાં ઇન્દ્રિયનો સંનિકર્ષ થાય એટલે તેમાં રહેલા (તદ્ગત) રૂપાદિનું પણ પ્રહણ થાય છે. અર્થાત્ તંતુને જોતાં જ તેમાં રહેલ રૂપ પણ દેખાય છે.
તેવી રીતે અહીં પણ એક તંતુમાં પટ રહેલો છે. તો તંતુમાં ઇન્દ્રિયોનો સંનિકર્ષ થતાં પટનું ગ્રહણ થવું જોઈએ. એટલે એક તંતુમાં પણ આખો પટ દેખાવો જોઈએ. પણ આવું બનતું નથી. એક તંતુમાં આખો પટ છે આવું જ્ઞાન થતું નથી માટે એક તંતુમાં સર્વથી પટ છે. આ જવાબ બરાબર નથી. પ્રત્યેક તંતુમાં પટ માનવામાં આપત્તિ.
વળી પ્રત્યેક તંતુમાં પટ છે એવું માનવામાં આવે તો તે પણ બરાબર નથી. કેમ કે જેટલા તંતુઓ છે તેટલા અવયવી થશે. અર્થાત્ તેટલા પટ થશે. આથી અવયવીનું બહુત થશે.
આમ એક તંતુમાં સર્વથી પટ પ્રત્યક્ષ નથી છતાં માની લઈએ તો ઘણા અવયવી માનવા પડશે. તમારે પક્ષ તો એક અવયવી દ્રવ્ય છે. માટે દોષ આવશે. માટે
તંતુમાં પટ સર્વથી રહે છે. આ જવાબ બરાબર નથી. (૨) તંતુમાં પટ દેશથી છે એમ કહેશો તો એક પટની અપ્રસિદ્ધિ..
હવે તમે “તંતુમાં પટ દેશથી રહે છે અર્થાતુ તંતુમાં પટનો એક ભાગ રહે છે આવો જવાબ આપશો તો કોઈ એક આખો પટ સિદ્ધ નહીં થાય. કેમ કે એક તંતુમાં પણ પટ એક વિભાગથી જ રહે છે તો સર્વ તંતુઓમાં પણ વિભાગથી જ પટ રહેશે. એક પટ તો કોઈપણ તંતુમાં રહ્યો જ નહીં. એટલે એક સંપૂર્ણ પટ તો અપ્રસિદ્ધ જ થયો.
વળી ‘તંતુમાં પટ દેશથી રહે છે. એમ કહો તો તંતુ સિવાય તો કોઈ પટનો દેશ છે જ