________________
અધ્યાય-૫: સૂત્ર-૨૯
૨૬૭
બુદ્ધિનો ભેદ હોવા છતાં તે બંનેનો અભેદ છે.
જેમ આપણે ઉપર જોઈ ગયા ગોળ અને પાણીથી પીણું જુદું નથી અને જુદું છે એવી બુદ્ધિ થાય છે. એટલે અભિન્ન છે તેમાં પણ બુદ્ધિનો ભેદ થાય છે.
એ જ પ્રમાણે (વન ) વિપંક્તિ આદિમાં પણ સમજી લેવું. વૃક્ષાદિથી વન જુદું નથી પણ વૃક્ષ' અને “વન' આ પ્રમાણે ભિન્ન બુદ્ધિ થાય છે. આથી આમાં બુદ્ધિભેદરૂપ હેતુ રહી ગયો તેવી રીતે “સેનાદિમાં પણ બુદ્ધિભેદ થાય છે પણ તે હાથી વગેરેની સેના જુદી નથી. આ રીતે બુદ્ધિભેદ હોવાથી આ હેતુ વન અને સેનાદિમાં પણ રહી ગયો તેથી વ્યભિચાર આવશે.
આ પ્રમાણે “બુદ્ધિભેદ હોવાથી આ હેતુ દૂષિત હોવાથી રૂપાદિથી દ્રવ્ય જુદું છે. આ પણ સિદ્ધ થઈ શકતું નથી. માટે દ્રવ્ય જેવો કોઈ પદાર્થ જ નથી એવું નિરૂપણ કરતાં પર્યાયાસ્તિક હવે પોતાના કથનનો ઉપસંહાર કરતાં કહે છે કે – દ્રવ્ય નથી એવો પર્યાયાસ્તિકનો ઉપસંહાર...
માટે ઉત્પાદ અને વ્યયથી જુદો કોઈ ધ્રૌવ્યાંશ (દ્રવ્ય) નથી કે જેના આધારે જેને આશ્રયિને અભેદ પ્રત્યય એટલે કે અભેદ જ્ઞાનનો હેતુ એક દ્રવ્ય છે આવું પ્રરૂપણ તમે કરી શકો.
આ રીતે પર્યાયાસ્તિક નયે, દ્રવ્યાસ્તિક નયે જે પૂર્વપક્ષ સ્થાપ્યો હતો કે રૂપાદિથી અભિન્ન એવું એક દ્રવ્યનું જ જ્ઞાન થાય છે તેનું ખંડન કરી માત્ર પર્યાય જ છે આવું સિદ્ધ કર્યું.
આમ દ્રવ્યાસ્તિકે આરંભેલ “અભિન્ન એક દ્રવ્ય જ છે' તે ચર્ચા સમાપ્ત થાય છે.
હવે ઉપર ચર્ચાને અંતે “બુદ્ધિમેદાન્’ હેતુમાં વ્યભિચાર બતાવી દ્રવ્યનું ખંડન કરતાં પર્યાયવાદીએ જે પાનક-વન-સેના આદિના દાંતો આપી પાણી અને ગોળથી જુદું કોઈ પીણું નથી. વૃક્ષોના સમુદાયથી જુદું કોઈ વન નથી, હાથી-ઘોડા-રથ-પાયદળથી જુદી સેના નથી આવું જે નિરૂપણ કર્યું તે બરાબર નથી. કેમ કે “અવયવોથી અવયવી જુદું એક દ્રવ્ય છે'. આવો મનમાં આશય રાખીને દ્રવ્યાસ્તિક નય પોતે આપેલા દોષોનો પર્યાયાસ્તિકે ઉદ્ધાર કર્યો ત્યારબાદ ફરી પણ માથું ઊંચું કરતાં જુદી રીતે ચર્ચાની શરૂઆત કરે છે. અવયવોથી ભિન્ન અવયવની સિદ્ધિ..
દ્રવ્યાસ્તિક :- તંતુઓ પોતાના સ્વરૂપથી જુદા અવયવી(પટના)ના આરંભક છે. તંતુઓ અવયવ છે, પટ અવયવી છે. અવયવો અવયવીના આરંભક છે એટલે અવયવોથી અવયવી દ્રવ્ય જુદું છે. એ સિદ્ધ થાય છે. અવયવના સમુદાયથી ભિન્ન કોઈ અવયવી દ્રવ્ય નથી.
પર્યાયાસ્તિક :- આ વાત તો એકદમ અયોગ્ય છે. કેમ કે ત્રાજવામાં તંતુઓ અને પટને
૧. તત્ત્વાર્થ, પૃ. ૩૭૯ પં. ૨૪ માં “વનવિપકૂલ્યા” લખ્યું છે માટે “વને લઈને અર્થ કર્યો છે.
વિશિષ્ટ પંકિ = વિજ઼િટ એટલે ફૂલ વગેરેનો ક્રમથી થનાર સંનિવેશ (રચના) વિશેષ જે માળાદિ. અહીં વિપંક્તિનો અર્થ “પુષ્પની માળા’ થાય. તો માળાથી પુષ્પ જુદાં નથી છતાં પુષ્પની બુદ્ધિ જુદી થાય છે અને માળાની બુદ્ધિ પણ જુદી થાય છે છતાં પુષ્પથી માળા જુદી નથી.