________________
૨૬૬
તત્ત્વાર્થ સૂત્ર અર્થાત દ્રવ્યરૂપાદિથી જુદું છે, રૂપાદિથી દ્રવ્યનું અન્યત્વ છે એ સિદ્ધ કરીએ છીએ.
દ્રવ્ય—પક્ષ રૂપાદિથી અન્યત્વ-સાધ્ય બુદ્ધિનો ભેદ હોવાથી-હેતુ ઘટપટવર્દષ્ટાંત
જેમ ઘટબુદ્ધિ જુદી છે અને પટબુદ્ધિ જુદી છે તેમ બુદ્ધિનો ભેદ થતો હોવાથી રૂપાદિથી દ્રવ્ય જુદું છે.
રૂપાદિમાં દ્રવ્યનો ભેદ ત્યારે જ સિદ્ધ થઈ શકે કે જેનો ભેદ કહો છો તેની પ્રસિદ્ધિ હોય પણ ભેદનો પ્રતિયોગી જે દ્રવ્ય છે તે પારમાર્થિક નથી. તો અપારમાર્થિક દ્રવ્યમાં ભેદનો સંબંધ કેવી રીતે બની શકે ? એટલે દ્રવ્યમાં રૂપાદિભેદનો સંબંધ સંભવી જ શકતો નથી. આશયથી પર્યાયવાદી સમાધાન કરે છે કે તે વાત બરાબર નથી. ઉક્ત અનુમાનમાં દોષ પર્યાયાસ્તિક
સ્વરૂપથી કોઈ દ્રવ્ય જેવી ચીજ જ નથી કે જેનું અન્યત્વ સિદ્ધ કરાય. દ્રવ્ય જ નથી તો દ્રવ્યનું અન્યત્વ કેવી રીતે સિદ્ધ કરશો? આથી તમારું આ અનુમાન દુષ્ટ છે. માટે આ અનુમાન પણ કરી શકતા નથી.
જો ધર્મી પ્રસિદ્ધ હોય ને ધર્મનો વિવાદ હોય તો અનુમાન કરી શકાય પણ અહીં તો ધર્મી દ્રવ્ય જ અપ્રસિદ્ધ છે. તેથી તેનું અન્યત્વ સિદ્ધ થઈ શકે નહીં. ધર્મી દ્રવ્ય જ અસિદ્ધ છે તો પછી તેમાં રૂપાદિથી ભેદ કેવી રીતે સાધી શકો ? બુદ્ધિભેદ હેતુમાં વ્યભિચાર.
વળી તમારા “બુદ્ધિભેદ હોવાથી આ હેતુમાં પણ અનેકાંત આવે છે. ગોળ અને પાણીથી પીણું જુદું નથી છતાં પીણામાં બુદ્ધિભેદ થાય છે. ગોળ પાણી અને મરીમસાલાથી બનેલ જે પીણું છે તે ગોળ અને પાણીથી જુદું છે આવું જ્ઞાન થાય છે. એટલે તમારો હેતુ પીણામાં પણ છે પણ તે પીણું ગોળ અને પાણીથી જુદું નથી. એટલે ભેદમાં હેતુ રહેવો જોઈએ તે હેતુ અભેદમાં પણ રહ્યો એટલે આ હેતુ વ્યભિચારી છે. દ્રવ્યની કલ્પના કર્યા વગર પણ રૂપાદિમાં બુદ્ધિભેદ હોય છે..
વળી બુદ્ધિનો ભેદ થાય છે અર્થાત્ જુદી બુદ્ધિ થાય છે માટે જુદો જ પદાર્થ છે એવું શા માટે માનવું જોઈએ? કેમ કે અર્થાન્તરભૂત દ્રવ્યની કલ્પના કર્યા વગર પણ બુદ્ધિનો ભેદ થાય છે. દા. ત. રૂપાદિમાં અવયવોની રચના વિશેષથી બુદ્ધિનો ભેદ છે.
અર્થત રૂપાદિ સમુદાયનો અને રૂપ, સ્પર્શ વગેરેનો વિશેષથી બુદ્ધિભેદ થાય છે પણ વાસ્તવિક રીતે રૂપાદિ અને રૂપાદિ સમુદાયનો અભેદ છે. આમ રૂપાદિ સમુદાયમાં અને રૂપાદિમાં ૧. રૂપ, સ્પર્શ રૂપાદિસમુદાયમાં હોવાથી રૂપ, સ્પર્શ એ સમુદાયી છે. એટલે અહીં રૂપાદિ સમુદાયના રૂપ,
સ્પર્શ અવયવો કહેવાય. આ અપેક્ષાએ અહીં રૂપાદિ અવયવોનો સંનિવેશ કહ્યો છે.