________________
૨૬૪
તત્ત્વાર્થ સૂત્ર આવો સંકેત છે તેમ પરમાણુના આવા આકારના સમુદાયને ઘટ કહેવો. આમ સંકેતથી વિકલ્પ છે કેમ કે વૃક્ષાદિ સિવાય કોઈ જુદું વન નથી તેમ પરમાણુ સમુદાયથી ભિન્ન કોઈ ઘટ નથી ને એને વન કહેવું કે ઘટ કહેવો એ વિકલ્પ કેવલ શબ્દવ્યવહાર છે.
આ રીતે સંકેતથી સમુદાયમાં “વિકલ્પ' કરેલો છે. તેની પણ સ્મૃતિ થાય જ છે.
જો વિકલ્પિત અર્થની સ્મૃતિ નહીં માનો તો વન અને સેનાનું પણ સ્મરણ નહીં થાય. કેમ કે આપણે જોયું કે વન અને સેના પણ સંકેતથી કરેલો વિકલ્પ જ છે. વિકલ્પિત પદાર્થ જ છે. માટે વિકલ્પિત અર્થની સ્મૃતિ માનવી જ પડશે.
આથી પ્રત્યક્ષ કે અનુમાનથી અનુભવેલ પદાર્થની જ સ્મૃતિ થાય છે એવું નથી, નહીં અનુભવેલ વિકલ્પિત પદાર્થોની પણ સ્મૃતિ થાય છે. આથી તમારો હેતુ દોષિત છે.
આ રીતે અમારું નિરૂપણ નિર્દોષ છે અને એ સિદ્ધ થાય છે કે રૂપાદિથી જુદું કોઈ દ્રવ્ય
નથી.
આ રીતે પર્યાયાસ્તિક નયે પોતાનો પક્ષ સિદ્ધ કર્યો ત્યારે ફરી પણ દ્રવ્યાસ્તિક કહે છે કે– બુદ્ધિનો ભેદ હોવાથી દ્રવ્ય જુદું છે જ
દ્રવ્યાસ્તિક નય :- દ્રવ્ય રૂપાદિથી ભિન્ન છે. રૂપાદિને નહીં ગ્રહણ કરનાર એવા જ્ઞાનથી ગ્રાહ્ય હોવાથી અથવા દ્રવ્ય અને પર્યાય પરસ્પર ભિન્ન છે, ભિન્ન બુદ્ધિથી ગ્રહણ થતા હોવાથી રૂપ અને સ્પર્શની જેમ. રૂપ જેમ વિભિન્ન બુદ્ધિથી ગ્રહણ થાય છે તેમ સ્પર્શ પણ વિભિન્ન બુદ્ધિથી ગ્રહણ થાય છે.
દાંત - સ્પર્શનું જ્ઞાન જે જ્ઞાનથી થાય છે તે રૂપનું અગ્રાહક છે અને રૂપનું જે ગ્રાહક જ્ઞાન છે તે સ્પર્શનું અગ્રાહક છે. માટે રૂ૫ અને સ્પર્શ બંને જુદા છે. રૂપાદિનું અગ્રાહક જ્ઞાનદ્રવ્યજ્ઞાન એનાથી દ્રવ્યનું ગ્રહણ થાય છે. એવી રીતે દ્રવ્યનું અગ્રાહક જ્ઞાન–પર્યાયજ્ઞાન–આ પર્યાયજ્ઞાનથી પર્યાયનું જ્ઞાન થાય છે માટે દ્રવ્ય અને પર્યાય જુદા છે. માટે જ પર્યાયની દ્રવ્ય અન્ય છે. બુદ્ધિનો ભેદ હોવાથી. કેમ કે રૂપાદિ બુદ્ધિ જુદી છે અને ઘટબુદ્ધિ (દ્રવ્ય) એ જુદું છે. આનાથી આ અનુમાન બને છે. રૂપાદિથી જુદું જ દ્રવ્ય છે.
કારણ કે રૂપની બુદ્ધિ જુદી જ છે અને ઘટની બુદ્ધિ પણ જુદી છે. આથી બુદ્ધિનો ભેદ થતો હોવાથી રૂપાદિથી જુદું દ્રવ્ય છે જ. જેમ રૂપાદિની બુદ્ધિ થાય છે તેમ દ્રવ્યની પણ બુદ્ધિ થાય છે એટલે બુદ્ધિનો ભેદ છે. અર્થાત્ જ્ઞાનનો ભેદ વિષયને આધીન છે. જેમ ઘટજ્ઞાન અને પટજ્ઞાન બંનેનો વિષય જુદો છે એટલે ઘટબુદ્ધિ અને પટબુદ્ધિ જુદી છે. તેમ દ્રવ્યબુદ્ધિ અને રૂપાદિ બુદ્ધિ જુદી છે.
આ બુદ્ધિનો ભેદ ઘટ અને રૂપાદિ જુદાં હોય તો જ થઈ શકે. જુદા ન હોય તો થઈ શકે નહિ માટે રૂપાદિ અને દ્રવ્ય જુદાં છે તે અનુમાનથી સિદ્ધ થાય છે.