________________
અધ્યાય-૫ સૂત્ર-૨૯
૨૬૩ આલોકનું જ્ઞાન હોય તો રૂપબુદ્ધિ થતી નથી. કેમ કે રૂપનું ગ્રહણ તો પ્રકાશ હોય તો થાય. રૂપનું જ્ઞાન આલોક સહિત થાય છે.
આલોક હોય તો રૂપબુદ્ધિ થાય છે અર્થાત આલોકની વિદ્યમાનતામાં રૂપબુદ્ધિ થાય છે પણ આલોકના જ્ઞાનમાં રૂપની બુદ્ધિ થતી નથી આવું સમજવાનું છે. કેમ કે શુક્લબુદ્ધિમાં આલોકનું ગ્રહણ એ કારણ નથી જેથી આલોકનું ગ્રહણ હોય તો જ શુક્લબુદ્ધિ થાય. કિંતુ આલોક તો શુક્લબુદ્ધિમાં ભાસે છે. આથી આ રીતે વિચારતાં અમારા હેતુ વ્યભિચારી નથી જ એ વાત સ્પષ્ટ સમજાય છે.
આ રીતે પર્યાયાસ્તિકે તેના હેતુને નિર્દોષ સિદ્ધ કરી પોતાનું નિરૂપણ કાયમ રાખ્યું કે રૂપાદિના અગ્રહમાં અભેદબુદ્ધિ થતી નથી ત્યારે ફરી પણ દ્રવ્યાસ્તિક શંકા કરતાં કહે છે કેરૂપસમુદાયનો પ્રત્યક્ષ કે અનુમાનથી અનુભવ નથી તો સ્મૃતિ કેવી રીતે થાય ?
જે સમુદાયનો પ્રત્યક્ષ કે અનુમાનથી અનુભવ જ નથી કર્યો તે રૂપસમુદાયની સ્મૃતિ થાય કેવી રીતે ? સ્મૃતિમાં રૂપાદિનું જ્ઞાન કારણ છે એમ તમે કહો છો તો બરાબર નથી કેમ કે સ્મૃતિ તો પ્રત્યક્ષ કે અનુમાનથી અનુભવેલની થાય છે. રૂપાદિ સમુદાયનો તો અનુભવ જ નથી કેમ કે રૂપાદિ જ્ઞાનનો પ્રત્યક્ષ થયો છે પણ રૂપસમુદાયનો પ્રત્યક્ષ કયાં છે ? જેનો અનુભવ જ નથી તેની
સ્મૃતિ ક્યાંથી ? પ્રત્યક્ષ કે અનુમાનથી અનુભવ નહીં હોવાથી સ્મૃતિ કેવી રીતે? આ હેતુમાં અનેકાંત...
પર્યાયાસ્તિક નય :
તારી આ શંકા બરાબર નથી. કેમ કે તે જે હેતુ આપ્યો કે “પ્રત્યક્ષ કે અનુમાનથી અનુભવ નહીં હોવાથી આ હેતુમાં અનેકાંત દોષ આવે છે તે આ રીતે–
જે અર્થ માત્ર વિકલ્પરૂપ છે અર્થાત જે પદાર્થમાત્ર કલ્પનારૂપ છે, માત્ર કલ્પનાથી જ તે પદાર્થ કહ્યો છે તેની પણ સ્મૃતિ થાય છે.
દા. ત. બંધુમતી આદિ જે કથાઓ છે તેમાં કેટલાય વિકલ્પો (કલ્પના) હોય છે, કાલ્પનિક પાત્રો હોય છે તેનું પણ સ્મરણ થાય છે.
આથી પ્રત્યક્ષ કે અનુમાનથી જેનો અનુભવ નથી થયો તેવી કલ્પનાની પણ સ્મૃતિ થાય છે એ સહુ જાણે છે માટે તારા હેતુમાં અનેકાંત આવે છે".
વળી પરમાણુના સમુદાયમાં આને ઘટ કહેવો. આવા સંકેતથી સમુદાયમાં ઘટનો વિકલ્પ છે, જેમ વૃક્ષ સમુદાયમાં વનાદિનો વિકલ્પ છે અર્થાત્ વૃક્ષોનો સમુદાય હોય તેને વન કહેવું
૧.
સ્મૃતિના પ્રતિ અનુભવ કારણ છે એવું નથી કેમ કે એમાં વ્યભિચાર છે. દા. ત. બંધુમતી આદિ આખ્યાન... એમાં અનુભવનો સંબંધ નથી. કેમ કે એ કવિની કલ્પનામાત્રનો વિષય છે તેથી તે વસ્તુ બની શકતી નથી. અને એ વસ્તુ નહીં હોવાથી એનો અનુભવ હોઈ શકતો નથી. અનુભવ તો વસ્તુનો જ થાય છે અને વિકલ્પ તો રૂપ ને સ્પર્શના સમુદાયમાં પણ છે માટે રૂપાદિ સમુદાયનું સ્મરણ બની શકતું નથી.