________________
તત્ત્વાર્થ સૂત્ર
૨૬૨
છે. આથી આલોકની બુદ્ધિ અને શુક્લબુદ્ધિ (રૂપબુદ્ધિ) બંને જુદાં થયાં.
આથી તારો જે હેતુ છે ‘રૂપાદિના અગ્રહણમાં રૂપાદિ સમુદાયવિષયક અભેદબુદ્ધિ થતી નથી’ તેમાં વ્યભિચાર આવે છે. કેમ કે જેના અગ્રહણમાં તબુદ્ધિ થતી નથી તે (રૂપાદિ) અને તબુદ્ધિ (રૂપાદિ સમુદાયવિષયક અભેદબુદ્ધિ) બંને જુદાં થશે.
આમ તેં અભેદબુદ્ધિ સિદ્ધ કરવા જે હેતુ આપ્યો હતો તે ભેદને સિદ્ધ કરે છે માટે તેમાં વ્યભિચાર છે.
પર્યાયાસ્તિક
આ વ્યભિચાર આપો છો તે બરાબર નથી કેમ કે તમને અમારા હેતુના અર્થનું જ્ઞાન નથી. અમે જે ‘રૂપાદિના અગ્રહમાં તબુદ્ધિનો અભાવ' કહ્યો છે તેમાં રૂપાદિનો અગ્રહ એટલે શું તે તમે બરાબર સમજ્યા નથી.
રૂપાદિનો અગ્રહ એટલે કે રૂપાદિના અભાવમાં અભેદબુદ્ધિનો અભાવ કહ્યો તે માત્ર રૂપાદિનો અભાવ નથી સમજવાનો પણ રૂપાદિના અભાવનો અભાવ અર્થાત્ રૂપાદિનો ગ્રહ હોય તો જ રૂપાદિ સમુદાયની બુદ્ધિ થાય છે આવો અર્થ કરવો.
‘તદભાવાભાવમુખેન’ રૂપાદિનો ગ્રહ કરવો.
એટલે કે રૂપાદિનો અભાવ = રૂપાદિ નહિ તે.
રૂપાદિના અભાવનો અભાવ—રૂપાદિ.
આ રીતે રૂપાદિના અભાવના અભાવરૂપે રૂપાદિનું જ્ઞાન થયું હોય તો જ રૂપાદિ સમુદાયનું અભેદ જ્ઞાન થાય.
આમ અમારા હેતુનો આ તાત્પર્યાર્થ છે તે સમજો એટલે કોઈ વ્યભિચાર આવતો નથી. આલોકની વિદ્યમાનતામાં રૂપબુદ્ધિ...
વળી તમે આ જે કહ્યું કે ‘આલોકના અગ્રહણમાં શુક્લબુદ્ધિ થતી નથી' તે જરા પણ બંધબેસતું નથી. કેમ કે આલોકનું જ્ઞાન હોય તો જ રૂપબુદ્ધિ (શુક્લબુદ્ધિ) થાય છે એવું નથી કેમ કે આલોકનું શાન શુક્લબુદ્ધિમાં કારણ હોય તો આલોક ન હોય તો પણ શુક્લબુદ્ધિ થવી જોઈએ. કેમ કે આલોકનું જ્ઞાન તો છે જ. પણ આલોક (પ્રકાશ) હોય તો રૂપનું જ્ઞાન થાય છે. એટલે રૂપબુદ્ધિમાં આલોક કારણ બને છે પણ આલોકનું જ્ઞાન કારણ નથી એટલે આલોકનો અભાવ હોય તો કારણ ન રહ્યુ. આલોકના અભાવમાં કારણનો અભાવ હોવાથી જ શુક્લબુદ્ધિ થતી નથી. દા. ત. ચિત્ર(કાબરચીતરું)રૂપ. જેમ ચિત્રરૂપનું જ્ઞાન હોય તો ચિત્રરૂપની બુદ્ધિ થતી નથી તેમ
૧.
અહીં ચિત્રરૂપનું જે ઉદાહરણ આપ્યું છે તેથી સમજાય છે કે ચિત્રરૂપ એ એક સ્વતંત્ર રૂપ છે. કેમ કે કાબરચીતરો ઘડો છે, વસ્ત્ર છે આવી પ્રતીતિ થાય છે પણ રૂપવાળો ઘડો છે. આવી બુદ્ધિ થતી નથી. એટલે ચિત્રરૂપનું ગ્રહણ થાય તો ચિત્રરૂપની બુદ્ધિ થાય છે પણ રૂપબુદ્ધિ થતી નથી આવો જ આશય ‘ચિત્રરૂપવત્' દૃષ્ટાંતનો સમજાય છે.