________________
અધ્યાય-૫: સૂત્ર-૨૯
૨૬૧ રૂપાદિ સમુદાયની સ્મૃતિ થાય. આથી સ્મરણ થતું હોવાથી એ નક્કી થાય છે કે રૂપાદિનો ગ્રહ અર્થાત્ રૂપાદિનું જ્ઞાન ન થયું હોય તો આવી અભેદ બુદ્ધિ ઉત્પન્ન થઈ શકે નહિ.
આ જ વાતને ફરીથી સ્પષ્ટ કરતાં કહે છે કે
જોઈને કે સ્પર્શ કરીને “તે જ આ ઘડો છે' આવું સ્મરણ થાય છે તેમાં કોઈ બીજો ઘડો નથી પણ પૂર્વમાં જે ઘડો જોયો હતો, સ્પર્યો હતો તે જ છે. આમ આ ઘડાનું જે સ્માર્ત જ્ઞાન થાય છે તે અભેદ સ્માર્ત છે. તે ઘડો રૂપાદિ સમુદાયથી કોઈ જુદો પદાર્થ નથી પણ તે રૂપાદિ સમુદાય જ છે. તેથી રૂપાદિ સમુદાયની જે સ્મૃતિ થાય છે તે રૂપાદિ સમુદાય વિષયક અભેદ સ્માર્ત કહેવાય છે. કેમ કે રૂપાદિ સમુદાયનો ગ્રહ ન થયો હોય તો તેની રૂપાદિ સમુદાયની સ્મૃતિ બને નહીં. રૂપાદિના અગ્રહણમાં રૂપાદિ સમુદાય વિષયક માર્તવિષયક અભેદબુદ્ધિ થાય નહિ. કેમ કે જો રૂપાદિનું જ્ઞાન નથી તો આ તે જ રૂપાદિ સમુદાય છે. આવી અભેદબુદ્ધિવાળી સ્મૃતિ થાય જ કેવી રીતે ? સમુદાયિના જ્ઞાન સિવાય સમુદાયનું જ્ઞાન હોઈ શકતું નથી.
દાત. ધવાદિનું જ્ઞાન નથી તો આ લવ છે એ સ્મૃતિ થાય કેવી રીતે ? ધવાદિના અગ્રહમાં ધવાદિ વિષયક જ્ઞાન થતું નથી અર્થાત્ ધવ આદિ વૃક્ષવિશેષની જ્ઞાન (મૃતિ) ત્યારે જ બને કે ધવાદિનો પ્રત્યક્ષ થયો હોય.
આથી એ જ સિદ્ધ થાય છે કે રૂપ અને સ્પર્શથી અભિન્ન એવું દ્રવ્ય કોઈ છે જ નહીં પરંતુ રૂપાદિથી અભિન્ન એવો રૂપાદિ સમુદાય જ છે.
આ રીતે પર્યાયાસ્તિકે દલીલ આપી કે–રૂપાદિના સંગ્રહમાં રૂપાદિ સમુદાય વિષયક અભેદબુદ્ધિ થતી નથી. રૂપાદિથી અભિન્ન એવા રૂપાદિ સમુદાયની સ્મૃતિ થતી નથી તેથી રૂપાદિ જ છે પણ દ્રવ્ય નથી. તો હવે તેની સામે દ્રવ્યાસ્તિક દલીલ આપી તેના હેતુમાં અનેકાંત વ્યભિચાર બતાવે છે.
દ્રવ્યાસ્તિક :- “આલોકના અગ્રહણમાં શુક્લબુદ્ધિ થતી નથી.” આલોક એટલે પ્રકાશ. પ્રકાશ હોય તો જ શુક્લ બુદ્ધિ એટલે સફેદ વર્ણનું જ્ઞાન થાય છે, પરંતુ શુક્લબુદ્ધિ એ આલોક વિષયક નથી. એટલે કે શુક્લબુદ્ધિનો વિષય શુક્લ રંગ થાય છે પણ આલોક બનતો નથી. આથી આલોક અને શુક્લબુદ્ધિ બંને જુદાં છે. એટલે આલોકથી શુક્લબુદ્ધિ (રૂપ) અનન્ય નથી પણ જુદા
૧. રૂપાદિ સ્વરૂપ ઘડો છે. આ રીતે રૂપાદિનું જ્ઞાન ન થયું હોય તો આવો અર્થ સંભવે છે. જુઓ આગળ
તત્ત્વો પૃ. ૩% પરિસ્વરૂપોનૈવ ઇત્યાદિ
પાકિસમુહાવિષયે માત ખેદજ્ઞાન - પક્ષ, રૂપનિવિષય - સાધ્ય, હરિ મહે સતિ ગમે અનુત્પાવત્ - હેતુ ---- જે જ્ઞાન જેના અગ્રહણમાં થતું નથી તે જ્ઞાન તેનાથી અભેદ વિષયક છે. જેમ ધવાદિ સમુદાયાત્મક વન જ્ઞાન, એ જ્ઞાન ધવાદિના અગ્રહણમાં ઉત્પન્ન થતું નહીં હોવાથી ધવાદિ અભેદ વિષયક છે. અહીં વિજ્ઞાન બદલે વન શબ્દ રાખે છે તો તેનો અર્થ આ રીતે છેધવાદિ વિષયક વન જ્ઞાન ધવાદિના અગ્રહમાં થતું નથી. અર્થાતુ ધવાદિ સમુદાયાત્મક વનજ્ઞાન ધવાદિ સમુદાયિનું જ્ઞાન હોય તો જ થાય.
૩.