________________
અધ્યાય-૧ : સૂત્ર-૨૯
રૂપાદિ અને દ્રવ્ય—પક્ષ જુદાં છે—સાધ્ય
૨૬૫
બુદ્ધિભેદ હોવાથી—હેતુ
ગાય આદિની જેમ—દૃષ્ટાંત
જેમ ગાય અને અશ્વ બંનેના જ્ઞાન, બંનેની બુદ્ધિ જુદી છે—દૃષ્ટાંત તેમ રૂપબુદ્ધિ અને ઘટબુદ્ધિ જુદા હોવાથી રૂપ અને દ્રવ્ય બંને જુદાં છે.
આ રીતે ‘બુદ્ધિ ભેદ હોવાથી' આ હેતુ દ્વારા રૂપાદિથી દ્રવ્ય જુદું છે. આ અનુમાન દ્વારા દ્રવ્યાસ્તિકે ‘દ્રવ્ય છે જ' એવું નિરૂપણ કર્યું એટલે પુનઃ પર્યાયાસ્તિક દોષ આપે છે. તારો પક્ષ અસિદ્ધ છે.
હે દ્રવ્યાર્થિક ! તું જે કહી રહ્યો છે તે બરાબર નથી. તું બંનેમાં અન્યત્વ સિદ્ધ કરે છે પણ અમે દ્રવ્ય માનતા નથી. આથી દ્રવ્યનો અભાવ હોવાથી જે તારો પક્ષ ‘રૂપ અને દ્રવ્ય’ આવો છે તેમાં દ્રવ્ય તો હજી સિદ્ધ થયું નથી. એટલે ‘રૂપવ્યયો:' આમાં જે એક દેશ દ્રવ્ય છે તે અસિદ્ધ છે. અન્યત્વનો આશ્રય ‘રૂપ’ અને ‘દ્રવ્ય’ બંને છે તેમાંથી એક દેશ દ્રવ્ય છે તે અસિદ્ધ છે. આથી તારો હેતુ ‘એકદેશાશ્રયાસિદ્ધ' છે. એક દેશાશ્રયમાં અસિદ્ધ હોવાથી ભાગાસિદ્ધિ નામના દોષથી યુક્ત છે.
હંમેશા પક્ષ વાદી અને પ્રતિવાદી બંનેને સિદ્ધ હોવો જોઈએ.
શંકા :- અહીં દ્રવ્યાસ્તિક શંકા કરે છે કે—વિકલ્પસિદ્ધ એવો પણ ધર્મી સ્વીકારાય છે. એટલે વિકલ્પથી દ્રવ્ય સિદ્ધ છે. એટલે દ્રવ્ય ‘પક્ષ' થઈ જાય. એટલે પક્ષ ‘આશ્રયસિદ્ધ' નહીં રહે.
સમાધાન :- સત્ત્નું વિશેષણ અને અસત્ત્નું વિશેષણ એક મનાય નહીં. રૂપ પ્રસિદ્ધ છે એટલે તે સત્ છે અને દ્રવ્ય તો પ્રસિદ્ધ નથી માટે તે અસત્ છે તો આ બેનું એક સાધ્યવત્વ બની શકે નહીં, સન્માં સત્ સાધ્ય ધર્મ અને અસમાં અસત્ સાધ્યધર્મ બને. આથી અન્યત્વ વિશેષણ જે રૂપાદિ સત્ છે તેનું બની શકે પરંતુ અસત્ એવા દ્રવ્યનું કેવી રીતે બની શકે ? અન્યત્વરૂપ સાધ્યનો આશ્રય દ્રવ્ય બની શકે નહીં. આથી સત્ અને અસત્ ઉભયના વિશેષણપણે એક સાધ્યનો અભાવ છે. માટે બંનેનું એક જ વિશેષણ માનવું એ ન્યાય નથી—ન્યાયયુક્ત નથી.
આમ રૂપ સત્ છે તે જ પક્ષ બની શકે પણ અસત્ એવું દ્રવ્ય પક્ષ બની શકે નહિ.
આ રીતે રૂપાદિ અને દ્રવ્ય બંને જુદાં છે. આ સાધ્યમાં પર્યાયાસ્તિકે દોષ આપ્યો એટલે ફરી પણ દ્રવ્યાસ્તિક કહે છે કે દ્રવ્ય રૂપાદિથી ભિન્ન છે, ભિન્ન બુદ્ધિથી ગ્રાહ્ય હોવાથી. આમ જ અમે અનુમાન કરીશું. તેમાં એકલું દ્રવ્ય જ પક્ષ હોવાથી ‘ભાગાસિદ્ધિ' નહીં આવે. રૂપાદિ અન્યત્વને સાધ્ય કરીને અસિદ્ધિને હટાવે છે.
દ્રવ્યાસ્તિક :- હવે અમે દ્રવ્યને પક્ષ બનાવીને રૂપાદિથી અન્યત્વ સાધ્ય કરીએ છીએ.