________________
૨૭૦
તત્ત્વાર્થ સૂત્ર નહીં કે જે દેશ(અવયવ)થી પટ તંતુમાં રહી શકે ? એટલે તંતુ જ તેનો દેશ છે એવું વૈશેષિકો ઇચ્છે છે. અર્થાત્ વૈશેષિકો તંતુને જ પટનો દેશ માને છે.
તંતુ જ પટનો દેશ છે તેનાથી જ તંતુમાં રહે એ કેવી રીતે બને? માટે તંતુમાં પટ દેશથી રહે છે. આ જવાબ પણ બરાબર નથી.
આ રીતે આપણે વિચારી લીધું કે બંનેમાં દોષ આવે છે. (૧) જો તંતુમાં પટ સર્વથી રહે તો ઘણા અવયવી માનવા પડે. (૨) જો તંતુમાં પટ દેશથી રહે તો સંપૂર્ણ પટની અપ્રસિદ્ધિ થાય.
આ રીતે અવયવી જુદું દ્રવ્ય છે એ સિદ્ધ થતું નથી. તંતુમાં તંતુને લઈને પટની વૃત્તિમાં દોષ નિરૂપણ...
હવે તમે બીજી રીતે કહો કે તંતુ પોતે જ પોતાનામાં પટને રાખે છે. તે પણ યોગ્ય નથી. કેમ કે પટને તંતુ પોતે પોતાનામાં રાખે એવું મનાય તો આત્માશ્રય દોષ થશે. જે તંતુને લઈને તંતુમાં રહે છે તે જ એક જ અવયવવાળો અવયવી (પટ) થશે.
આ રીતે વિચારતાં અવસ્થિત ધ્રૌવ્યાંશરૂપ) એક દ્રવ્ય છે એ સિદ્ધ થતું નથી. ધ્રૌવ્યાંશરૂપ એક દ્રવ્યનો અભાવ હોવાથી માત્ર ઉત્પાદ-વિનાશ છે. અર્થક્રિયામાં સમર્થ સર્વ વસ્તુ ઉત્પાદવિનાશવાળી છે. જેમાં અર્થક્રિયાકારિત્વ હોય તે વસ્તુ કહેવાય છે. તો અર્થક્રિયામાં સમર્થ ઉત્પાદવિનાશવાળી છે તે જ “વસ્તુ' શબ્દને યોગ્ય છે, પણ જે ઉત્પાદ-વિનાશથી શૂન્ય અર્થાત્ ઉત્પાદવિનાશ જેમાં છે જ નહિ તેવા ઉત્પાદ-વિનાશના અત્યંતભાવવાળા સસલાના શીંગડા વંધ્યાપુત્ર આદિ “વસ્તુ' શબ્દના વ્યવહાર માટે અયોગ્ય છે. તે વસ્તુ કહેવાતી જ નથી આ તો પ્રસિદ્ધ છે. આથી તે જ વસ્તુ કહેવાય કે જે ઉત્પાદવિનાશવાળી હોય.
૧. તંતુ પોતે પોતાનામાં પટની વૃત્તિમાં અવચ્છેદક રહો. આમ કહે તો તે પણ બરાબર નથી. કેમ કે
પોતાનામાં પટની વૃત્તિમાં પોતે અવચ્છેદક બની શકે નહિ. એ જ વાત કહે છે કે–તચૈવ–પટની જ, તમિનતંતુમાં વૃત્તિ યુક્ત નથી. અર્થાત તંતુમાં પટની વૃત્તિમાં તંતુ પોતે અવચ્છેદક બની શકે નહિ. આત્માશ્રય દોષ આવે છે. કેવી રીતે તે બતાવે છે - તંતુમાં પટની વૃત્તિમાં તંતુ જ અવચ્છેદક બને છે કેમ કે અધિકરણનિષ્ઠધર્મ અવચ્છેદક બને છે પણ અધિકરણ બનતું નથી. અને નિયમ છે. તેથી પટની તંતુમાં વૃત્તિમાં તંતુ અવચ્છેદક મનાય તો સ્વનો જ સ્વ આશ્રય થયો. આ રીતે આત્માશ્રય દોષ આવે અને આ રીતે સ્વીકારવામાં આવે તો પટની તંતુમાં વૃત્તિ તત્ત્વવચ્છેદન માનવામાં આવે તો અવયવીનું અખંડપણું નહીં રહે. એટલે અવયવવાળો અવયવી થશે.* એટલે કે ખંડશઃ અવયવી થશે. અખંડ અવયવી નહીં થાય. * જોકે અવયવ જેને હોય તે અવયવી કહેવાય. આ વ્યુત્પત્તિના બળથી અવયવી સાવયવ હોય જ છે. તો આ અનિષ્ટ બની શકે નહિ. તો પણ પટનો આશ્રય લે તંતુ છે તેનાથી ભિન્ન પ્રત્યેક અવયવમાં પટની વૃત્તિમાં અવરચ્છેદક જે અવયવ બને છે તે અવયવ વડે અવયવી અવયવવાળો બને તે ઈષ્ટ નથી. આ જ આપત્તિ અહીં આપે છે કે-“અવયવી અવયવવાળો થશે' !