________________
૨૬૦
તત્ત્વાર્થ સૂત્ર હોવાથી રૂપાદિથી અભિન્ન એક દ્રવ્ય છે.
પર્યાયાર્થિક નય અનુગતપ્રતીતિઓ બ્રાંત છે એમ માને છે તેથી કહે છે કે–તમે અનુગત પ્રતીતિથી દ્રવ્યની સિદ્ધિ કરો છો તે થઈ શકે નહીં... તેના આ કથનના નિષેધમાં કહે છે કે–
આ એક મૃત દ્રવ્ય-અભેદનું જે જ્ઞાન થાય છે તે ભ્રમ છે એમ પણ નહીં કહી શકાય કેમ કે બુદ્ધિશાળીઓને વારંવાર તેનું જ જ્ઞાન થાય છે.
આ રીતે દ્રવ્યાસ્તિકે પૂર્વપક્ષ કરી કહ્યું કે–જેને જોવાથી કે સ્પર્શવાથી જ્ઞાન થાય છે તે દ્રવ્ય જ છે પણ રૂપાદિ નથી. રૂપાદિથી અભિન્ન દ્રવ્ય જ છે. કેમ કે ચાક્ષુષ કે સ્પાર્શન જ્ઞાનનો વિષય દ્રવ્ય જ છે તે તેનાથી ભિન્ન નથી, અભિન્ન છે, આવું તો પ્રત્યક્ષ વારંવાર જ્ઞાન થાય છે માટે આ અભેદજ્ઞાન એ ભ્રમ છે એવું કહી શકાશે નહીં. પર્યાયાસ્તિક ઉત્તરપક્ષ...
ઉપર મુજબ દ્રવ્યાસ્તિકે પૂર્વપક્ષ સ્થાપ્યો કે સ્પાર્શન વિષય કોઈ છે જ નહીં માત્ર દ્રવ્યનું આલંબન કરનારું જ એક જ્ઞાન છે. ઘડાના રૂપ ને સ્પર્શનું જ્ઞાન થતું નથી માત્ર ઘટનું જ જ્ઞાન થાય છે ત્યારે પર્યાયાસ્તિક પોતાનું નિરૂપણ કરતાં કહે છે કે હું જે કહી રહ્યો છે તે પ્રમાણે નથી કેમ કે દ્રવ્યથી ભિન્ન વિષય છે. ચાક્ષુષજ્ઞાન રૂપનો વિષય કરનાર છે અને સ્પાર્શન જ્ઞાન સ્પર્શનો વિષય કરનાર છે. આમ સ્પાર્શન અને ચાક્ષુષ બંનેનો વિષય દ્રવ્યથી ભિન્ન છે. આ જ વાતને બતાવી રહ્યા છે કે જેમ રૂપનો વિષય કરનારું ચાક્ષુષ જ્ઞાન જુદું છે, સ્પર્શનો વિષય કરનારું સ્પાર્શજ્ઞાન જુદું છે તેમ આ બંનેથી રૂપાદિ સમુદાયનું વિષય કરનારું સ્માર્ત જ્ઞાન જુદું છે. રૂપનું ચાક્ષુષ પ્રત્યક્ષ છે, સ્પર્શનું સ્પાર્શન પ્રત્યક્ષ છે. તેનાથી ભિન્ન વિષયવાળું રૂપાદિ સમુદાયનું સ્માર્ત* (સ્મરણથી થતું) જ્ઞાન દ્રવ્યાર્થિકને માન્યજ્ઞાનથી જુદું છે. કિંતુ દ્રવ્યવિષયક નથી. આ સ્માર્ત જ્ઞાન અભેદ વિષયવાળું છે. અર્થાત્ રૂપાદિ સમુદાયનું પૂર્વમાં જે જ્ઞાન કર્યું હતું તેની સાથે આ સ્માર્તજ્ઞાન અભેદ ધરાવે છે.
આ અભેદસ્માર્તજ્ઞાનનો આકાર આ પ્રમાણે છેરાતે કે દિવસે મેં જે ઘડો જોયો હતો, સ્પર્યો હતો તે જ આ ઘડો છે.”
આમાં પૂર્વમાં જે ઘડાનું જ્ઞાન કર્યું હતું તે જ ઘડાની સ્મૃતિ છે. આમ એ બંનેમાં જે ઘડાનું જ્ઞાન થાય છે તે બંને જ્ઞાનનો વિષય એક છે તેથી આ તે ઘડો છે કે મેં જે પૂર્વમાં જોયો હતો. આ રીતે અભેદ બને છે.
આ રીતે થતા અભેદ જ્ઞાનમાં રૂપાદિનું જ્ઞાન કારણ બને છે, કારણ કે જેને ઘડો જોયો હોય કે સ્પર્યો હોય અર્થાત્ રૂપાદિ વિષયક પ્રત્યક્ષ થયો હોય—અનુભવ થયો હોય તેને જ
સ્માર્ત કહેવાથી અનુભવરૂપ રૂપજ્ઞાન અને સ્પર્શજ્ઞાન આ બેથી જ આની (સ્માર્તની) ઉત્પત્તિ છે. આને લઈને જુદા દ્રવ્યની કલ્પના થઈ શકે નહીં. અર્થાત્ રૂપાદિ સમુદાયનું જે સ્મરણ થાય છે તેમાં રૂપ જ્ઞાનનો અનુભવ અને સ્પર્શને જ્ઞાનનો અનુભવ જ કારણ છે પણ તેમાં દ્રવ્ય કારણ પડી શકતું નથી માટે દ્રવ્યની કલ્પના કરવી અયુક્ત છે.