________________
૨૫૮
તત્ત્વાર્થ સૂત્ર દ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યથી અભિન્ન છે તો તે ભાવપણું છે તેમ થનાર વિશેષ દ્રવ્યથી અભિન્ન મનાય તો જ તે ભાવ બની શકે.
આ રીતે ભવિતાવિશેષ એ દ્રવ્યથી અવ્યતિરિક્તરૂપ (અભિન) સિદ્ધ થાય છે તેથી આ સારુંય જગત, સંપૂર્ણ વિશ્વ ભવનરૂપ જ દ્રવ્યરૂપ જ છે. જે ભિન્ન ભિન્ન વૃત્તિઓ અભિમત છે તે દ્રવ્યથી જુદી નથી. અર્થાત્ જે કાંઈ છે તે બધું દ્રવ્યરૂપ જે છે. આનાથી જાત્યન્તર નથી. એટલે કે દ્રવ્યોથી જુદા વિશેષો નથી.
આ રીતે દ્રવ્યમાં જ જેની મતિ છે તેવા ઉત્સર્ગ સ્વભાવવાળા દ્રવ્યાસ્તિકાયનું આ નિરૂપણ પૂર્ણ થયું.
હવે પર્યાયાસ્તિક નયનું સ્વરૂપ જાણીએ. પર્યાયાસ્તિક નયનો અભિપ્રાય શું છે તે જોઈએ. પર્યાયાસ્તિક નયનું સ્વરૂપ.
પર્યાય એ અપવાદ સ્વરૂપ છે. અપવાદ એટલે બીજાને દૂર કરવું. પર્યાયનય બીજાને દૂર કરવાના સ્વભાવવાળો છે. આ નય પ્રતિષેધરૂપ છે માટે અન્યને દૂર કરીને અન્યનું પ્રતિપાદન કરે છે. એટલે એ ઘટનો અર્થ આ પ્રમાણે કરે
‘મયે ન જવતીતિ ઘટઃ' “જે અઘટ ન થાય તે ઘટ છે.” અપર એટલે ઘટ નહીં, ઘટ સિવાયના પટ આદિ.
આ અન્યનું પરિવર્જન. તેને દૂર કરીને અઘટ નહીં એટલે પટાદિ નહીં તે “ઘટ'. આ અન્યનું પ્રતિપાદન.
પટ આદિ નહીં તે ઘટ' આ રીતે પર્યાય નય એકને દૂર કરીને બીજાનું પ્રતિપાદન કરે છે. આમ પર્યાયાર્થિક નય ઘટ શબ્દ વિધિરૂપથી ઘટ પદાર્થને કહેતો નથી પરંતુ ઘટથી જુદા જે પટાદિ છે તેના નિષેધપૂર્વક ઘટથી અન્ય જે પટાદિ, એ પટાદિથી જે અન્ય એને ઘટ કહે છે. કેમ કે એ વિધિરૂપ સામાન્યને માનતો નથી. કિંતુ અઘટ-વ્યાવૃત્તિરૂપ જ સામાન્ય છે એ જ વાત કહે છે. આ નય પ્રતિષેધરૂપ છે. આ જ વાતને સ્પષ્ટ કરતા કહે છે કે–‘મય ન મવતીતિ પટ:' નિષેધરૂપ અર્થ માને છે.
આ નય પર્યાયોને જ માને છે પણ પર્યાયથી જુદું કોઈ એક દ્રવ્ય છે એવું તે માનતો નથી.
દ્રવ્યાસ્તિકે નિશ્ચિત કરેલ ધ્રૌવ્યનો તિરસ્કાર કરે છે અને વિશેષ જ પદાર્થ છે એવી પ્રતિજ્ઞા કરે છે.
આથી જ પર્યાયે [ā] માહિત: પર્યાયક્તિ: પર્યાયમાં જ જેની બુદ્ધિ છે તે પર્યાયાસ્તિક કહેવાય છે. દ્રવ્યાસ્તિકના પક્ષનું નિરાકરણ કરવા પૂર્વક પોતાના પક્ષનું સ્થાપન કરવું એ જ પ્રતિજ્ઞા છે. એટલે પર્યાયાસ્તિકના મતમાં અનુગત પદાર્થ એ વિકલ્પમાત્ર છે, વસ્તુનો નિશ્ચય કરાવનાર નથી.
બધા પર્યાયોમાં પરોવાયેલ અનુગત દ્રવ્ય એ કેમ સ્વીકારતો નથી તે માટે દૃષ્ટાંત આપે