________________
૨૫૬
તત્ત્વાર્થ સૂત્ર ૩ળે. કન્યા ૩પત્નવિમનુપબ્ધિઃ | આઈ નો અર્થ સદણગ્રાહી પર્યદાસ સ્વીકારેલો હોવાથી આ પ્રમાણે અર્થ થાય છે. પણ “ઉપલબ્ધિનો અભાવ આવા પ્રતિષેધ કરનાર પ્રસજ્યનું ગ્રહણ નહીં કરવું, કારણ કે જેનું ઉપાખ્યાન (કથન) ન થઈ શકે તેવા અનુપાખ્ય અભાવનું તો આપણે ખંડન કરી આવ્યા છીએ અર્થાત્ અત્યંતાભાવ નિરુપાખ્ય છે.
આથી અનુપલબ્ધિનો અર્થ “અન્ય ઉપલબ્ધિ' એ જ બરાબર છે, અને અન્ય ઉપલબ્ધિ એટલે જ ભાવપદાર્થ જ આવે. આમ અભાવ શબ્દનો કથંચિત ભાવ જ અર્થ થાય છે. તેથી ઉપલબ્ધિની કારણતાવાળાની જ અનુપલબ્ધિ હોય છે. અર્થાત્ જેની ઉપલબ્ધિ હોય છે તેની જ અનુપલબ્ધિ હોય છે. જ્ઞાનપ્રાપ્તિનું કારણ જે પદાર્થ હોય છે તે ભાવપદાર્થ જ અનુપલબ્ધ હોય છે. આ પ્રકાર સિવાય બીજો અનુપલબ્ધિનો કોઈ પ્રકાર નથી.
આ રીતે દ્રવ્યનયે સિદ્ધ કર્યું કે અભાવ કેવલ પ્રતિષેધરૂપ જ નથી. ત્યારે પ્રકારના અભાવ પણ ભાવરૂપ જ છે. દ્રવ્યાદિ વિપ્રકર્ષથી અનુપલબ્ધ છે તે ભાવ જ છે. આમ વિશેષનું નિરાકરણ કરતા અભાવને હટાવ્યો.
આ નિરૂપણથી આપણે વિશેષ-પર્યાય નયનું કંઈક સ્વરૂપ જાણ્યું કે તે અન્યના પ્રતિષેધ વડે પોતાનું નિરૂપણ કરે છે. તે પ્રતિષેધરૂપ છે. પણ દ્રવ્યનયે બતાવ્યું કે તે પ્રતિષેધ ભાવરૂપ જ છે પરંતુ અભાવરૂપ નથી. આ રીતે ભાવરૂપ પ્રતિષેધ સિદ્ધ થયો તે જ દ્રવ્યની સિદ્ધિ કરે છે. આમ દ્રવ્યાસ્તિક નયને અભિગત ધ્રૌવ્ય સિદ્ધ થયું.
હવે આપણે દ્રવ્યનયને જ વિચારીએ. દ્રવ્યાસ્તિક નયનું સ્વરૂપ
अस्ति इति मतिः अस्य इति आस्तिक: द्रव्ये एव आस्तिकः-द्रव्यास्तिकः
દ્રવ્યમાં જ એની બુદ્ધિ છે તે દ્રવ્યાસ્તિક અર્થાત્ દ્રવ્યને જ જે સ્વીકારે છે તે દ્રવ્યાસ્તિક કહેવાય છે. સકળ ભેદ(વિશેષ)ને દૂર કરતો હોવાથી દ્રવ્યમાં જ જેની આસ્થા છે તે દ્રવ્યાસ્તિક છે.
ત્રેિ અવ આતિ: આ લક્ષણ વગરનો તત્પરુષ સમાસ લાગે છે પરંતુ એવું નથી. “યૂટ્યાયઃ' આ સૂત્રથી તેનો તપુરુષ સમાસ થાય છે. તપુરુષના બીજા કોઈ લક્ષણો ઘટતાં નથી પરંતુ “મથુરચં:'ની જેમ આ સમાસ થયો છે. આથી તપુરુષ સમાસ જ છે.
દ્રવ્યાસ્તિક નયનો વિષય પ્રૌવ્યલક્ષણ જે દ્રવ્ય છે તે દ્રવ્ય ભવનરૂપ છે. “પૂ સત્તાયાં' એ ધાતુથી ભવન શબ્દ બનેલો છે તેથી આ નયમાં ભવન જે સત્તારૂપ છે.
તે દ્રવ્ય ભવનરૂપ છે અર્થાત્ તે તે રૂપે થાય તે દ્રવ્ય. શંકા - એકરૂપ એવું દ્રવ્ય તે તે રૂપે કેવી રીતે થાય? સમાધાન :- માટી જેમ સ્થાસ, હશુલ, કપાલ અને ઘટ આદિ તે તે આકારે પરિણમે છે.