________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯
૨૫૫ દા. ત. જેમ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ કારણની સંપૂર્ણતા છે અને ઉપયોગ પણ છે અર્થાતુ મતિજ્ઞાનની લબ્ધિ અને ઉપયોગ બને છે તો પણ દ્રવ્યોનો તેવા પ્રકારનો પરિણામ હોવાથી કોઈ દ્રવ્ય, અન્ય (પોતાના સિવાયના) આત્મા, પરમાણુ, ચણકાદિ અને વૈક્રિય શરીર વગેરે હોવા છતાં પ્રાપ્ત થતા નથી.
અહીં વૈક્રિય શરીર આદિ કહ્યું છે તો આદિથી દિવસે તારા આદિ અને અડદના ઢગલામાં એક અડદનો દાણો નાખવામાં આવે તો તે હોવા છતાં પ્રાપ્ત થતો નથી.
આ રીતે દ્રવ્યો હોવા છતાં વિપ્રકર્ષ હોવાથી પ્રાપ્ત થતા નથી, ઇન્દ્રિયનો વિષય બનતા
નથી.
(૨) ક્ષેત્ર વિપ્રકર્ષ:- સ્થાનમાં રહેવા છતાં વિપ્રકર્ષથી પ્રાપ્ત થતા નથી. દૂર રહેલ, અતિ નજીક રહેલ અને વ્યવધાનમાં વિદ્યમાન હોય છે જ તો પણ પ્રાપ્ત થતું નથી અર્થાત્ ઇન્દ્રિયગ્રાહ્ય થતું નથી.
(૩) કાલવિપ્રકર્ષ - કાળનું યોગ્ય સંનિધાન ન હોવાથી પ્રાપ્ત થતા નથી. જે આવિર્ભત નથી. તિરોભૂત છે. જેમ માટીમાં ઘટ છે પણ હજી તે કાળથી દૂર છે માટે ઘડો દેખાતો નથી.
(૪) ભાવવિપ્રકર્ષ :- વિચાર, રૂપ આદિ ભાવો હોવા છતાં વિપ્રકર્ષથી પ્રાપ્ત થતા નથી. દા. ત. બીજાના આત્મામાં મતિજ્ઞાનના વિકલ્પો છે. અર્થાત્ બીજો આત્મા જે વિચારો કરે છે તે વિચાર ભાવવિપકર્ષ છે. તથા પરમાણુમાં પરિવર્તન પામનાર સંસ્થાન અને રૂપાદિ પર્યાયોનો સમૂહ હોવા છતાં પ્રાપ્ત થતો નથી. આ બધા ભાવવિપ્રકર્ષ છે. આથી ભાવ હોવા છતાં આપણને તેનું જ્ઞાન થતું નથી.
આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જે વિપ્રકર્ષ હોય છે તે હોવા છતાં ઉપલબ્ધ થતું નથી. અર્થાત્ અનુપલબ્ધ છે. અનુપલબ્ધિ એટલે ઉપલબ્ધિનો અભાવ નહીં.
અનુપલબ્ધિ એટલે વિવક્ષિત ઉપલબ્ધિથી જુદી ઉપલબ્ધિ છે પરંતુ અત્યંતાભાવ નથી. ૧. વચમાં દીવાલ આદિ ન હોય એવા દેશમાં રહેલો જે પૂર્વમાં ઉપલબ્ધ હતો તે જ દીવાલ આદિથી
વ્યવહિત દેશમાં રહેલો ઉપલબ્ધ કરી શકાતો નથી. આ ક્ષેત્ર વિપ્રકર્ષથી અનુપલબ્ધિ છે. દૂરમાં ક્ષેત્ર વિપકર્ષ - મહાવિદેહમાં રહેલ સીમંધરસ્વામી ભગવાન, મેરુપર્વત આદિ. નજીકમાં ક્ષેત્ર વિપ્રકર્ષ - આંખમાં આંજેલ આંજણ. વ્યવધાનમાં ક્ષેત્ર વિપ્રકર્ષ - આંખે બાંધેલ પાટો, દીવાલ વગેરે. પોતાના અસમાન કાળમાં રહેલ પદાર્થ વર્તમાનકાળમાં રહેલા પુરુષની ઉપલબ્ધિનો વિષય હોવા છતાં
પણ બીજા કાળના પુરુષ વડે ઉપલબ્ધિ થતી નથી. અહીં અનુપલબ્ધિનું કારણ કાળવિપ્રકર્ષ છે. ૩. પહેલા મીઠું આંખથી ઉપલબ્ધ હતું પણ એ મીઠું પાણીમાં ઓગળી જાય ત્યારે ઉપલબ્ધ થતું નથી. અહીં
અનુપલબ્ધિનો હેતુ સ્વભાવવિપ્રકર્ષ છે. આ રીતે એકની જ ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ સમજવી.