________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૯
દા. ત. વંધ્યાપુત્ર, સસલાનું શીંગડું આ ક્યારેય કોઈ પણ રૂપે હોતાં નથી. જેનું ઉપાખ્યાન કરી ન શકાય એવો અનુપાખ્ય અત્યન્તાભાવ છે નહીં કેમ કે જેને બોલી શકાતું નથી તેનું સ્વરૂપ તો કોઈ પણ પ્રકારે ગમ્ય થતું નથી—જાણી શકાતું નથી.
૨૫૩
શંકા :- અનુપાખ્ય સ્વરૂપ નથી એમ કેમ કહો છો ? શશવિષાણાદિનો અત્યન્નાભાવ તો છે તો જેમ કહો છો કે શવિષાણનો અત્યંતાભાવ છે. પણ આ તમે કહી રહ્યા છો તે બરાબર નથી. કેમ કે શશ અને વિષાણ વગેરે વસ્તુનું અવસ્થાન્તર છે એટલે તે જ્ઞાનનો વિષય બને છે. કારણ કે શશવિષાણનો અભાવ એટલે મૌણ્ય-સમતલ મસ્તક સ્વરૂપની ઉપલબ્ધિ. સસલાને શીંગડા નથી અર્થાત્ સસલાનું માથું સપાટ હોય છે. આવું આપણને જ્ઞાન થાય છે. એટલે શવિષાણના અભાવથી સમતલ મસ્તકની પ્રાપ્તિ છે માટે શશવિષાણ એ અત્યન્તાભાવ નથી. શશવિષાણભાવ અત્યંતાભાવ નથી.
અન્યત્ર શીંગડું છે અને અન્યત્ર સસલાનું મસ્તક છે એટલે બીજે બીજે સ્થળે બંને છે. માટે શવિષાણાભાવ એ અત્યન્તાભાવ નથી પણ ઇતરેતરા ભાવ જ છે.
સસલાનું માથું એ શીંગડું નથી અને શીંગડું એ સસલાનું માથું નથી. આમ પરસ્પર એકબીજામાં એકબીજાનો ભેદ જ છે. આમ બંનેનો ભેદ ભાવપદાર્થ જ બને છે. સસલાનું મસ્તક એ શીંગ નથી એટલે સસલાના મસ્તકનો ભેદ શીંગમાં છે. અહીં શીંગથી જુદો કોઈ ભેદનો અભાવ નથી પણ શીંગ જ છે. આમ શીંગ એ સસલાનું મસ્તક નથી એટલે શીંગનો ભેદ એ સસલાના મસ્તક સિવાય કઈ ચીજ છે ? કહેવું જ પડશે કે સસલાના મસ્તક સિવાય કોઈ શીંગભેદ નથી માટે ભેદ એ પણ ભાવ પદાર્થથી કોઈ જુદો પદાર્થ નથી.
આથી શવિષાણાભાવ એ ઇતરેતરાભાવ જ છે પણ અત્યન્તાભાવ નથી એ સિદ્ધ
થાય છે.
અહીં કોઈ કહે છે કે—અન્યોન્યાભાવ પ્રતિયોગી વાચકપદ અને અનુયોગી વાચકપદ બંને સમાન વિભક્તિઓમાં હોવા જોઈએ આવો સિદ્ધાંત છે.
જેમ કે—‘અયં ઘટ' ‘ન પટ’. આ અન્યોન્યાભાવ છે. આ અભાવનો પ્રતિયોગી વાચક ‘પટ’ છે અને અનુયોગી વાચક પદ ‘ઘટ’ છે. આ બંને સમાન વિભક્તિવાળા છે. શશશ્ચંગમાં તમે અન્યોન્યાભાવ ઘટાવવા જાવ છો પણ શૃંગરૂપ પ્રતિયોગી વાચકપદ પ્રથમાંત છે અને શશરૂપ અનુયોગી વાચકપદ સપ્તમ્યન્ત છે. એટલે શશશ્રૃંગ એ અન્યોન્યાભાવનો વિષય બની શકે નહીં. આવી કોઈ શંકા કરે તો તેને દૂર કરવા માટે કહે છે કે—
અથવા
૧.
સસલામાં શીંગડાનો સમવાય નથી.
રાશ પણ પુદ્ગલનો પરિણામ છે, શીંગ પણ પુદ્ગલનો પરિણામ છે એટલે બંને પુદ્ગલ વસ્તુની બીજી અવસ્થાઓ છે માટે ઉપલબ્ધિનો વિષય બને છે.