________________
૨૫૨
તત્ત્વાર્થ સૂત્ર આમ પ્રાગુ અભાવ છે તે ભાવાંતર સિદ્ધ થાય છે પણ પ્રતિષેધમાત્ર નથી. (૨) પ્રધ્વંસ અભાવ :- નાશથી જે અભાવ..
પેદા થયેલી વસ્તુનો અર્થાત્ કાર્યરૂપ વસ્તુનો (કાર્યનો) નાશ થવાથી વસ્તુનો જે અભાવ થાય તે પ્રધ્વસાભાવ કહેવાય છે. મૃતપિંડ નાશ થયો. આથી મૃતપિંડ મૃપિંડરૂપે રહ્યો નહીં, પણ કપાલાદિ અવસ્થારૂપ થયો. આ કપાલાદિ અવસ્થારૂપ પ્રધ્વંસ અવસ્થાન્તરરૂપ હોવાથી એટલે કપાલાદિ અવસ્થાનરૂપ વિનાશ છે તે ઘટાદિ અવસ્થાન્તરરૂપ છે તેથી વસ્તુ સ્વભાવ એટલે ભાવરૂપતાને છોડતો નથી. વિનાશ છે, અને તે બીજી વસ્તુરૂપ હોવાથી વસ્તુતાને છોડતો નથી. દા. ત. (૧) જેમ લેપ આદિની રચનાથી બીજા વેશને ધારણ કરનાર નટ અનેક વેશ ધારણ કરે તો પણ તે નટ છે
અથવા (૧) ફણાવાળો કે ફણા વગરનો સર્પ તેનો તે જ છે માત્ર આકૃતિનો ત્યાગ છે.
તેમ પ્રધ્વસાભાવ પણ ભાવરૂપ છે. કપાલાદિ નાશ કોઈ ને કોઈ અવસ્થારૂપ છે પણ અભાવરૂપ નથી. માટે પ્રધ્વસાભાવ પણ ભાવાંતર સિદ્ધ થાય છે પ્રતિષેધમાત્ર નથી.
() અન્યોન્યાભાવ (ઇતરેતરાભાવ) પરસ્પરનો પરસ્પરમાં જે અભાવ.
દા. ત. ઘટ એ પટ નથી, પટ એ ઘટ નથી. આમ ઘટને લઈને પટને જુદો બતાવવો અને પટને લઈને ઘટને જુદો બતાવવો તે અન્યોન્યાભાવ કહેવાય છે. આ અભાવમાં ઘટને પટ ભાવ જ આવે પણ અભાવ આવે નહિ.
વળી જેમ સ્તંભ અને કુંભ પરસ્પર ભિન્નરૂપ હોવાથી અર્થાત્ સ્તંભભેદ એ કુંભરૂપ છે અને કુંભભેદ એ સ્તંભરૂપ છે. સ્તંભ અને કુંભ બંને વસ્તુ છે એટલે સમસ્તવસ્તુનો આ રીતે સ્વીકાર થતો હોવાથી ઇતરેતરાભાવ વસ્તુ જ સિદ્ધ થાય છે પણ અવસ્તુ નથી. એટલે કે ઘટના આકાર આદિથી ભિન્ન જે આકાર છે તે આકારને કહેનાર અભાવ શબ્દ છે.
આમ ઇતરેતરાભાવ એ ભાવરૂપ જ સિદ્ધ થાય છે પણ પ્રતિષેધ માત્ર નથી. (૪) અત્યન્તાભાવઃ- કોઈ કાળે, કોઈ પણ રૂપે જે ન હોય તે અત્યન્તાભાવ કહેવાય છે.
૧. ઘટનો પ્રાગભાવ મૃત પિંડરૂપ છે. આ મૃતપિંડ એ ઉત્પાદાદિથી યુક્ત છે. તેથી પ્રાગભાવ પણ
ઉત્પાદાદિથી યુક્ત છે. તેથી પ્રાગભાવ ભાવરૂપ કહેવામાં કશો જ બોધ આવતો નથી. તરત જ થનાર જે પર્યાય એ જ પહેલાના પર્યાયનો વિનાશ છે. એ આપણે જોઈ ગયા. પૂર્વ પર્યાય માટીનો પિંડ છે તેનો વિનાશ માટીના પિંડ પછી તરત જ થનાર જે કપાલાદિ અવસ્થા છે તે રૂપ છે, અને કપાલાદિ અવસ્થાના પછી તરત જ થનાર ઘટ છે એ કપાલાદિ વિનાશરૂપ છે. આમ માટી, માટીરૂપે કાયમ રહે અને કપાલાદિ અવસ્થારૂપે વિનાશ અને ઘટરૂપે ઘટનો ઉત્પાદ થયો. એટલે વિનાશ ઘટરૂપ થયો. આમ વિનાશ ઘટરૂપ હોવાથી ઘટમાં રહેલા ઉત્પાદાદિ વિનાશમાં પણ આવી
જાય છે એટલે વિનાશ પણ ભાવરૂપ કહેવાય છે. ૩. “પણથી પ્રા| અભાવ ભાવરૂપ છે તેનો સમુચ્ચય કરે છે.