________________
૨૫૪
તત્ત્વાર્થ સૂત્ર આ સમવાય એક સંબંધ છે. એટલે આમાં સસલા અને શૃંગના સંબંધનો નિષેધમાત્ર જ છે. કેમ કે બીજે તો શૃંગ છે. અર્થાત સસલાના મસ્તક પર સમવાય સંબંધથી શૃંગ નથી. આમ સમવાય સંબંધથી ના કહે છે પરંતુ બીજે સ્થળે તો શૃંગ છે જ. આથી માત્ર સમવાયસંબંધનો નિષેધ હોવાથી શશશૃંગનો અત્યન્તાભાવ નથી પણ ઇતરેતરાભાવ જ છે. - વંધ્યાપુત્રનો પણ અત્યન્તાભાવ બની શકતો નથી..
આગળ આપણે કહ્યું કે “શશવિષાણાદિ વસ્તુની અવસ્થાન્તર છે.” તેમાં જે આદિ પદ છે તેનાથી બીજું પણ ઉદાહરણ જોઈએ. દા. ત. વંધ્યાપુત્રનો પણ અત્યન્તાભાવ બની શકતો નથી. નામકર્મના પરિણામથી વાંઝણી પુત્રવાળી થાય તો તેની પુત્રવત્તાને કોણ રોકી શકે તેમ છે? તે પુત્રવાળી બને તો કોણ રોકે ? વાંઝણી પણ નામકર્મના પ્રભાવે પુત્રવાળી બની શકે છે.
પૂર્વમાં બાંધેલા કર્મના પરિણામ સિવાય અથવા તે જીવની તેવા પ્રકારની પરિણતિના અભાવમાં પછીના જન્મની પ્રાપ્તિ બની શકે નહીં માટે તેનું મૂળ હોવું જોઈએ. મૂળ વિના બની શકે નહીં. જો મૂળ માનવામાં ન આવે અર્થાત્ પૂર્વ જન્મના કર્મ માનવામાં ન આવે તો ઉત્તર જન્મની પ્રાપ્તિ અમૂલ થશે. અર્થાત્ કારણ વગર માનવી પડશે.
અથવા તે જીવની તેવા પ્રકારની પરિણતિ માનવામાં ન આવે તો પણ ઉત્તર જન્મની પ્રાપ્તિ અમૂળ-મૂળ વગરની થશે.
માટે નામકર્મનો પરિણામ હોય તો વાંઝણી પણ પુત્રવાળી બની શકે છે. આથી વંધ્યાપુત્રનો પણ અત્યન્તાભાવ બની શકતો નથી.
આમ અત્યન્તાભાવ તો બની શકતો જ નથી. કેમ કે તે બોલી શકાતો નથી, જાણી શકાતો નથી તો અત્યન્તાભાવ કહેવો કોને ?
શું કોઈ પદાર્થ, વસ્તુ દેખાય નહિ એટલા માત્રથી અભાવ કહી દેવાય ? દા. ત. આંખની કીકી પોતે જોઈ શકતા નથી એટલા માત્રથી નથી તેમ કહી શકાય ? પદાર્થની અનુપલબ્ધિમાં દ્રવ્યાદિની વિપ્રકર્ષતાની કારણતા.
આથી આપણને પ્રાપ્ત થતા નથી માટે નથી આમ કહેવું તે બરાબર નથી. કારણ કે બધા પદાર્થો દ્રવ્યવિશેષ, ક્ષેત્રવિશેષ, કાળવિશેષ અને ભાવવિશેષની અપેક્ષાવાળા હોવાથી કોઈ કાળે પ્રાપ્ત થાય છે, તે પ્રત્યક્ષાદિ પ્રમાણથી નિશ્ચિત થાય છે અને કોઈ વખત ઉપલબ્ધ હોવા છતાં પણ ફરી વખત પ્રાપ્ત થતા નથી, કેમ કે દ્રવ્યાદિની નજીકતા નથી. અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવવિશેષથી દૂર છે માટે ફરીથી નથી પ્રાપ્ત થતા.
(૧) દ્રવ્ય વિપ્રકર્ષ :- દ્રવ્યો હોવા છતાં યોગ્ય સંનિધાન ન હોવાથી પ્રાપ્ત થતા નથી.
૧. કથંચિત્ તાદાભ્યલક્ષણ અવિપ્નભાવ સંબંધ જાણવો.
વિપ્રકર્ષ = યોગ્ય સંનિધાન ઇતિ ભાવ: ૩. ઘટાદિમાં રૂપાદિની ઉપલબ્ધિ થાય છે અને પરમાણુમાં નથી થતી એ દ્રવ્યવિપ્રકર્ષથી અનુપલબ્ધિ છે.