________________
૨૫૭
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯ દરેકમાં માટી દ્રવ્ય કાયમ છે. માટે આ રીતે એકરૂપ એવું પણ દ્રવ્ય પરિણમનશીલ છે.
વળી આ દ્રવ્ય મોરનાં ઈંડાંના રસની જેમ અંદર રહેલા સર્વ ભેદોના બીજરૂપ છે. પહેલા માત્ર પ્રવાહી રસ હોય છે પછી અવસ્થાન્તરને પ્રાપ્ત કરતાં કરતાં અનેક રંગબેરંગી પીંછાવાળો મોર થાય છે. મોરની આ બધી અવસ્થાઓ તે રસમાં રહેલી છે તો જ પ્રગટ થાય તેમ આ દ્રવ્ય અનેક ભેદોનું બીજ છે.
વળી દ્રવ્ય નિર્ભેદ-ભેદરહિત છે. અનેક આકારે પરિણમવા છતાં સ્વયં દ્રવ્ય નિર્ભેદ
જ છે.
નિર્ભેદ એવું પણ આ દ્રવ્ય દેશ અને કાળના ક્રમને લઈને પ્રગટ કરી શકાય તેવા ભેદવાળું છે. અર્થાત્ દેશકાલક્રમથી વ્યંગ્યભેદરૂપ છે.
સમરસ' અવસ્થાવાળું એકરૂપ તરંગ વગરના શાંત સમુદ્ર જેવું આ એકરૂપ દ્રવ્ય છે.
ટૂંકમાં આ દ્રવ્ય ભવનરૂપ, સર્વભેદોના બીજરૂપ, નિર્ભેદ, સમરસ અવસ્થાવાળું એકરૂપ છે. છતાં ભેદના વિચારથી અભિન્ન એવું પણ દ્રવ્ય ભેદવાળું અર્થાત્ જુદા જેવું લાગે છે. અહીં કોઈ શંકા કરે છે કે–સત્ત્વ એકરૂપ નથી કેમ કે ઘટનું સત્ત્વ ઘટમાં છે, પટનું સત્ત્વ પટમાં છે. આમ અનનુગત હોવાથી ભેદરૂપ જ સત્ત્વ છે. કેમ કે ઘટસત્તા, પટસત્તા આમ ભિન્ન ભિન્ન પ્રતિભાસ થતો હોવાથી સત્ત્વ એકરૂપ નથી.
સમાધાન :- આ શંકા બરાબર નથી. કેમ કે સત્ત્વનો તમે જે ભેદ બતાવ્યો તે ઘટ, પટાદિ ઉપાધિ લઈને બતાવ્યો છે. એટલે સત્ત્વનો ભેદ જે બતાવ્યો તે વાસ્તવિક નથી. ઔપાધિક ભેદ વાસ્તવિક ભેદનો વિરોધી હોતો નથી. આ આશયથી કહે છે કે–અભિન્ન પણ ભવનલક્ષણ દ્રવ્ય ઘટાદિ ભવનવિશેષના અવગાહન કરનાર જ્ઞાનથી ભિન્ન જેવું લાગે છે. જેમ મહાઆકાશ એક જ છે પણ મઠાકાશ, ઘટાકાશ આદિ ઉપાધિઓ વડે જુદો જુદો ભાસે છે તે રીતે ભવનલક્ષણ દ્રવ્ય પણ એક અભિન્ન હોવા છતાં ભિન્નની જેમ ભાસે છે...
કેવલ સત્ત્વનું જ ભાવપણું છે. બીજે તો ભાવપણાનું જે જ્ઞાન કરાય છે તે ઉપચારથી છે તે બતાવવા માટે કહે છે કે–સત્તારૂપ જે મહાસામાન્ય છે તેના અભેદના આશ્રયથી ભવિતરી વિશેષમાં ભાવતા છે. આમ તેના લીધે તે દ્રવ્યને આશ્રયીને થનાર વિશેષમાં ભાવપણું-પદાર્થના છે. અર્થાત્ દ્રવ્યને આશ્રયીને જ થતા હોવાથી તે પદાર્થ કહેવાય છે. જો ભવિતા વિશેષ (થનાર ભેદ) દ્રવ્યાશ્રિત માનવામાં ન આવે તો અર્થાત્ દ્રવ્ય જ તે તે રૂપે થાય છે તેમ માનવામાં ન આવે તો ભવિતા વિશેષ (થનાર વિશેષ) દ્રવ્યથી જુદો હોવાથી ભાવ (પદાર્થ, વસ્તુ) જ બની શકે નહીં. એટલે સમજવું કે જે વિશેષો દેખાય છે તે બધા દ્રવ્યના જ છે. જેમ માટીથી માટીનો મૃતપિંડ, કપાલિકા, કપાલ, ઘટ, ઠીકરી આદિ આ બધા વિશેષો માટી રૂપ જ છે. માટીથી જુદા નથી. કેમ કે દ્રવ્યથી ભિન્ન ભાવ છે જ નહીં. માટે ભવિતાવિશેષ એ દ્રવ્યથી અભિન્ન છે. જેમ
૧. સમરસ અવસ્થા એટલે નાના પ્રકારના વિશેષોમાં અનુગતપણે રહેલું છે માટે જ એકરૂપ છે. જે
અનેકરૂપ હોય છે તે અનુગતપ્રતીતિનું નિયામક બની શકતું નથી.