________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
અર્થાત્ તેના પર્યાયવાચી શબ્દો છે.
દ્રવ્યનય વિશેષને ઇચ્છતો નથી તેનું કારણ...
૨૫૧
આ દ્રવ્યનય વિશેષને ઇચ્છતો નથી કેમ કે વિશેષ જુદો પર્યાય હોવાથી અર્થાત્ એક પર્યાયમાં બીજો પર્યાય રહેતો નહીં હોવાથી અન્યના પ્રતિષેધ વડે પોતાનું પ્રતિપાદન કરે છે જ્યારે દ્રવ્યનય અપ્રતિષધરૂપ છે.
વિશેષ એટલે પર્યાય અને પર્યાયો બધા જ જુદા જુદા છે. એટલે જેટલા પર્યાયો છે તેટલા વિશેષો છે. આમ એક વિશેષ-પર્યાય બીજા પર્યાયના નિષેધ વડે જ પોતાનું પ્રતિપાદન કરે છે— અસ્તિત્વ સિદ્ધ કરે છે. અર્થાત્ બધા પર્યાયો એક નથી પણ ભિન્ન ભિન્ન છે. એટલે જ પર્યાયો પોતપોતાનું પ્રતિપાદન કરે છે તે એવી જ રીતે કરે છે કે ઘટપર્યાય એ પટપર્યાય નથી. આમ વિશેષ બીજાના નિષેધ વડે પોતાનું પ્રતિપાદન કરે છે. કેમ કે જે વિશેષ છે તે બીજા વિશેષથી જુદો છે. જેમ ઘટપર્યાય પોતાનું અસ્તિત્વ પ્રતિપાદન એવી જ રીતે કરે છે કે ઘટપર્યાય એ પટપર્યાય નથી કેમ કે ઘટપર્યાય એ પટપર્યાયથી જુદો છે. આ રીતે વિશેષ એ ભેદને ઇચ્છતો હોવાથી પ્રતિષધરૂપ છે માટે દ્રવ્યનય તેને ઇચ્છતો નથી.
દ્રવ્યનય વિશેષનું નિરાકરણ કરવા અભાવને હટાવે છે.
આ પ્રમાણે વિશેષવાદી અન્યના પ્રતિષેધ વડે પોતાનું પ્રતિપાદન કરે છે. આમાં જે અન્યનો પ્રતિષેધ કહે છે એનાથી દ્રવ્યવાદી વિશેષવાદીને પૂછે છે કે તું પ્રતિષેધ કરે છે તો શું પ્રતિષેધમાત્ર અભાવરૂપ છે?
જો અભાવરૂપ કહે તો તે પણ બની શકશે નહીં. કેમ કે અભાવ કેવલ પ્રતિષધરૂપ જ નથી. અભાવ પણ પદાર્થરૂપ છે પણ પદાર્થના અભાવરૂપ નથી.
કેવી રીતે છે તે આપણે જોઈએ છીએ.
અભાવ ચાર પ્રકારના છે : (૧) પ્રાગભાવ (૨) પ્રધ્વંસાભાવ, (૩) અન્યોન્યાભાવ (૪) અત્યન્તાભાવ
(૧) પ્રાગ્ અભાવ પહેલા જે અભાવ...
વસ્તુની ઉત્પત્તિની પહેલા ઉત્પન્ન થનારી વસ્તુનો જે અભાવ તે પ્રાગ્ અભાવ કહેવાય છે.
દા. ત. માટીનો પિંડ ઘડો થશે. નૃસ્પિડ ઘટરૂપે હજી થયો નથી માટે ઘટરૂપ નથી. એ માટીનો પિંડ ઘટરૂપ બને છે માટે ઘટની પહેલાનો જે મૃતપિંડ પિંડ અવસ્થાવાળું મૃદ્રવ્ય એ જ મૃતપિંડ છે. તે ઘડાનો પ્રાગ્ અભાવ કહેવાય છે.
ઘટની ઉત્પત્તિ પહેલા, હજી જે ઘટાદાર થયો નથી તેવો જે માટીનો પિંડ તે જ ઘટનો પ્રાગ્ અભાવ છે.