________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
આ સત્ છે આવું જેનાથી ભાન થાય તેવું સત્ત્નું લક્ષણ શું છે ?
લક્ષણની પ્રતિજ્ઞા...
૨૪૯
ત્યારે પૂ. ભાષ્યકાર મ આ પ્રશ્નનો ઉત્તર આપવાની ઇચ્છાથી ભાષ્યમાં જણાવે છે કે—અત્રો—તે...
આ વાક્યથી સત્ત્વના લક્ષણની પૂ॰ સૂત્રકાર મ પ્રતિજ્ઞા કરે છે. આ લક્ષણ તે ધર્માદિ દ્રવ્યોના અસ્તિત્વનું અવ્યભિચારી લિંગ કહેવાય છે.
તાત્પર્ય એ છે કે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ આ પાંચ અસ્તિકાય જગતનું સ્વરૂપ છે. તેમાં જીવ, દ્રવ્ય એ ધર્માદિ અને તેના સ્વરૂપનો જ્ઞાતા છે.
સામાન્ય પ્રશ્ન અને સામાન્યથી લક્ષણ...
સંક્ષેપમાં કહીએ તો શબ્દ, અર્થ અને જ્ઞાન એ સત્ત્વના લક્ષણના લક્ષ્ય છે. માટે જાણવા લાયક જે જે પદાર્થ છે તે પદાર્થના જ્ઞાન માટે ઉપાયવિશેષ એવા પ્રશ્ન વડે ચાલુ વિષયમાં પ્રશ્ન ઉઠાવીને હવે પૂ. આચાર્ય મહારાજ તેનો સામે જવાબ પણ તેવી જ રીતે આપે છે અર્થાત્ પ્રશ્ન પણ સામાન્યથી છે અને લક્ષણ પણ સામાન્યથી કહે છે કે જે લક્ષણથી પ્રમાણ અને તેનો વિષય જણાય તે વ્યાપી લક્ષણ કહેવાય છે. આથી જ પૂ સૂત્રકાર મ સત્તું વ્યાપક લક્ષણ બાંધતા નૂતન સૂત્રનો પ્રારંભ કરે છે.
આ સૂત્રરચનાના પ્રયોજનમાં સમજાય છે કે પદાર્થમાત્રના અસ્તિત્વનું સામાન્ય લક્ષણ શું ? દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ સત્ (પદાર્થ) છે. તેમાં ગુણપર્યાયવદ્ દ્રવ્યમ્ એ દ્રવ્યનું સામાન્ય લક્ષણ બતાવાશે. ગતિઉપકારત્વ એ દ્રવ્યવિશેષનું લક્ષણ છે. પરંતુ આ બધા પદાર્થો છે જ એ કેવી રીતે જણાય ? અથવા આ દ્રવ્યો છે જ તો જેવા છે તેવા જ રહે છે કે કાંઈ ફેરફાર થાય છે ? આવા અભ્યાસીને પ્રશ્નો સ્વાભાવિક થાય તેથી તેની જિજ્ઞાસાને જાણી પદાર્થ માત્રનું અસ્તિત્વ, તે કેવા સ્વરૂપે છે તેનો બોધ થાય તે માટે આ સૂત્રરચનાનો પ્રારંભ કરતાં કહે છે કે—
ઉત્પાવ્યપધ્રૌવ્યયુક્ત્ત સત્ ॥ ૧-૨૧ ॥
સૂત્રાર્થ :- ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી જે યુક્ત હોય તે સત્ છે.
ભાષ્ય :- ઉત્પાદર, વ્યયથી અને ધ્રૌવ્યથી જે યુક્ત હોય તે સત્ છે. જે ઉત્પન્ન થાય છે, જે નાશ પામે છે અને જે સ્થિર છે તે સત્ છે. આનાથી બીજું અર્થાત્ આ લક્ષણવાળું જે ન હોય તે અસત્ છે.
,
૧.
તત્ સત્ ઉત્પાવ્યપ્રૌવ્યવુાત્ આ અનુમાનમાં સત્ત્નું લક્ષણ છે તે જ હેતુ-પ્રમાણ બને અને અનુમાનનો વિષય કોણ છે ? સત્ એટલે લક્ષણથી પ્રમાણ અને તેનો વિષય જણાય છે તે આ રીતે સમજવું.
૨. ઉત્પાદ-વ્યય પર્યાયાર્થિક નયને અભિપ્રેત છે, ધ્રૌવ્ય દ્રવ્યાર્થિક નયને અભિપ્રેત છે માટે ભાષ્યકારે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આમ બંને છૂટા પાડ્યા છે.