________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૮
૨૪૭
પૂર્વ સૂત્રોમાં ધર્માદિ દ્રવ્યોનું જેવી રીતે સંભવી શકે તેવી રીતે ગતિ-સ્થિતિમાં ઉપગ્રહરૂપ વિશેષ લક્ષણ તો કહ્યું, પણ હવે આ દ્રવ્યોનું અંતરંગ વ્યાપી લક્ષણ કયું ? આ લક્ષણની જિજ્ઞાસાથી સંદેહ કરતા પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે કે
ધર્માદિ દ્રવ્યો સત્ છે તે કેવી રીતે જણાય ?” આ રીતે પૂભાષ્યકાર મઠ સંદેહનું કારણ શું છે તે જણાવતાં કહ્યું કે શું ધર્માદિ દ્રવ્યો વિકારથી રહિત સત્તા માત્ર છે ? અથવા તો શું ઉત્પાદ-વિનાશરૂપ વિકારરૂપ છે? કે સત્તા અને વિકાર ઉભયરૂપ છે? આમ અનેક પ્રકારનો સંભવ હોવાથી સંદેહ થાય છે.
આ રીતે સંદેહ થતા પ્રશ્નકારથી પુછાઈ જાય છે કે વેન પ્રકારે કેવા પ્રકારે ધર્માદિ દ્રવ્યો વિદ્યમાન છે?
આની સાથે રહેલા તિ શબ્દનો અર્થ “હેતુ છે. તેથી જે હેતુથી ધર્માદિ દ્રવ્યોની વિદ્યમાનતા નિશ્ચિત થાય તે હેતુનો વિષય ધર્માદિ દ્રવ્યો કેવી રીતે થાય છે?
ભાષ્યની પંક્તિના અંતે રહેલ “તિ' શબ્દ પૂછવા યોગ્ય અર્થની ઇયત્તા બતાવે છે. અર્થાત્ ધર્માદિના સત્ત્વમાં કોણ કરણ—હેતુ છે ? અને તેનો પ્રકાર કોણ છે ? આટલો જ પૃચ્છાનો વિષય છે. ધર્માદિ છે એ કેવી રીતે જ્ઞાન થાય અને કોનાથી થાય ? આ બે પ્રશ્ન છે.
પૃાતે તિ ગ્રાહ્ય–જે ગ્રહણ કરાય તે ગ્રાહ્ય અર્થાત્ નિશ્ચય કરવા યોગ્ય છે. ભાષ્યની પ્રથમ પંક્તિનો અર્થ આ પ્રમાણે થયો કેધર્માદિ દ્રવ્યો છે તે કેવી રીતે નિશ્ચય કરાય ?' એ ધર્માદિ દ્રવ્યોનું અસ્તિત્વસ્વરૂપ શું છે ?
સ્વરૂપ નિશ્ચિત હોય તો તેના હેતુમાં અને પ્રકારમાં જિજ્ઞાસા થાય. અહીં તો સત્ત્વનું સ્વરૂપ જ સંદિગ્ધ છે એટલે તેમાં જ પક્ષાન્તર બતાવે છે... અથવા...
ધર્માદિ દ્રવ્ય વિદ્યમાન છે ? એના અસ્તિત્વમાં જ સંદેહ હોવાથી કોઈ પ્રશ્ન કરે છે કે
૧. અંતરંગ લક્ષણ એટલે સામાન્ય લક્ષણ સમજાય છે.
જે લક્ષણથી પ્રમાણ અને તેનો વિષય જણાય તે અંતરંગ લક્ષણ કહેવાય છે. જુઓ તત્ત્વા, પૃ. ૩૭૪ ગતિ-સ્થિત્યાદિલક્ષણ જીવ અને પુદ્ગલને લઈને જણાય છે તે પરાપેક્ષ છે તેથી તે બહિરંગ છે. જોકે સ્વતઃ અવસ્થિત સ્વરૂપ જે ધર્માદિ છે તેના ઉત્પાદ અને વ્યય છે તે પણ પરાપેક્ષ જ થતા હોવાથી બહિરંગ થઈ જશે. આ રીતે સત્ત્વસ્વરૂપ પરાપેક્ષ થઈ જવા છતાં પણ ક્ષણે ક્ષણે સ્વપર્યાયરૂપે વસ્તુ પરિણામ પામ્યા જ કરે છે. માટે જીવ-પુદ્ગલાદિની ગત્યાદિમાં મદદ કરનાર કોઈ ધર્માદિનો પોતાનો પરિણામ હોવો જ જોઈએ. એટલે ધર્માદિમાં સ્વતઃ ઉત્પાદાદિ છે માટે સત્ત્વસ્વરૂપ પરાપેક્ષ નહીં હોવાથી બહિરંગ નહીં થાય આવો અભિપ્રાય સમજાય છે. અહીં પ્રશ્નકાર ભાષ્યકાર પોતે જ છે અને ભાષ્યકારને તો સત્ત્વનું સ્વરૂપ નિશ્ચિત છે તેથી અહીં સંદેહ આહાર્યરૂપ સમજવો. આહાર્યજ્ઞાન કોઈનું પ્રતિબંધક કે કોઈથી પ્રતિબધ્ય હોતું નથી. માટે નિશ્ચય હોવા છતાં પણ સંદેહ કરી શકે છે. એમાં કોઈ વિરોધ નથી.