________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૮
૨૪૫
હોય છે. તે અનંત પરમાણુઓનો સ્કંધરૂપે પરિણમેલ સ્થૂલ પરિણામવિશેષ છે. આવો સ્કૂલ પરિણામરૂપે પરિણત સ્કંધમાત્ર સંઘાતથી નથી બનતો પરંતુ સંધાત અને ભેદ ઉભય દ્વારા બને છે.
આથી જે સ્કંધો ઇન્દ્રિયગ્રાહ્ય બને છે તે સ્કંધોના ઐન્દ્રિયકપણામાં કેવલ સંઘાત હેતુ થતો નથી કે કેવલ પરિણામ પણ હેતુ થતો નથી પણ એક કાળના (સમાન કાળના) ભેદ અને સંઘાત ઉભય કારણ છે. ભેદ અને સંઘાત ઉભયથી ઐન્દ્રિયક (ઇન્દ્રિયગ્રાહ્ય) ચાક્ષુષ (સ્કંધ) બને છે. અહીં ‘ચક્ષુ’૧ ઇન્દ્રિય ગ્રહણ કરી છે તેનાથી બધી ઇન્દ્રિયો સમજવી.
ચક્ષુ શબ્દની વ્યુત્પત્તિ....
‘પતિ-પત્નમતે રૂતિ વક્ષુઃ ' જે જુએ છે, પ્રાપ્ત કરે છે તે ચક્ષુ કહેવાય છે.
એવી જ રીતે સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ પુદ્ગલો પણ ઉપરોક્ત—આવા પ્રકારના પરિણામવાળા જ સ્પર્શેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોનો વિષય બને છે.
આ રીતે ઐન્દ્રિયક-ચાક્ષુષ સ્કંધો ભેદ અને સંઘાત ઉભયથી થાય છે તે જણાવી ચાક્ષુષ સ્કંધોનો વિચાર સમાપ્ત કરીએ છીએ.
હવે જે સ્કન્ધોમાં ઐન્દ્રિયકત્વ નથી અર્થાત્ જે સ્કન્ધો અચાક્ષુષ છે તેનું સ્વરૂપ વિચારીએ છીએ. તેની ઉત્પત્તિનાં કારણો હવે જોઈશું...
અતીન્દ્રિય સ્કંધોનાં ત્રણ કારણ...
વળી જે ચણુકાદિ અનંત પરમાણુઓના અતીન્દ્રિય, સૂક્ષ્મ સ્કંધો છે તે જેવી રીતે કહ્યા છે તેવી રીતે (૧) સંઘાત, (૨) ભેદ અને (૩) સંઘાતભેદ એ ત્રણ પ્રકારના કારણથી બને છે.
આ રીતે આપણે વિચારી ગયા કે—
ચાક્ષુષ સ્કન્ધો ‘ભેદસંઘાત' થી બને છે
જ્યારે
અચાક્ષુષ સ્કન્ધો સંઘાત, ભેદ અને સંઘાતભેદ ત્રણ પ્રકારથી થાય છે.
ઉપરના વિવેચનથી આપણે બતાવ્યું કે અતીન્દ્રિય સૂક્ષ્મ સ્કંધની ઉત્પત્તિનાં ત્રણ કારણ છે પણ કોઈ આ વિવેચનથી એવું પણ સમજી લે છે કે અતીન્દ્રિય સ્કંધો સૂક્ષ્મ પરિણામવાળા જ હોય છે તેથી પ્રશ્ન કરે છે કે—
પ્રશ્ન :- તમે તો કહો છો કે જે સૂક્ષ્મ છે તે જ બાદર છે અને જે બાદર છે તે જ સૂક્ષ્મ પરિણામવાળા બને છે તે કેવી રીતે ?
૧. અહીં ચક્ષુ શબ્દ ઉપલક્ષક છે. ‘સ્વોધત્વે સતિ સ્વેતવોધત્વ ગુપતક્ષમ્'...
૨. સ્પર્શાદિ પુદ્ગલનાં પરિણામો છે તેથી જે સ્કંધો ઇન્દ્રિયગ્રાહ્ય છે તેના જ સ્પર્શાદિ ઇન્દ્રિયગ્રાહ્ય બને છે એમ સમજવું.