________________
૨૪૪
તત્ત્વાર્થ સૂત્ર પ્રચય અનેક પ્રકારના હોય છે માટે પ્રચય વિશેષથી થાય છે એમ કહેવું પડે છે.
આ પ્રચય વિશેષથી મહતું પરિણામવાળો સ્કૂલ-બાદર ઘટાદિ (સ્કંધ) પેદા થાય છે. દા. તજેમ શ્લેષ માટી અને ધૂળના સંબંધવાળું ઘાસ. જેમ ચીકણી માટી અને ધૂળના સંબંધથી ઘાસ આદિ સ્કન્ધો થાય છે તેમ સ્નિગ્ધ પરમાણુ અને રૂક્ષ પરમાણુના સંબંધથી અંધ પેદા થાય છે.
માટે પરમાણુઓનો સમુદાય થયો તે તો પરમાણુઓ જ છે તો તેમાં શો અતિશય પેદા થયો કે એ ચાક્ષુષ થઈ ગયા. આ સવાલ જ ઊઠતો નથી. અર્થાત્ અતિશયના આધાન વગરનો પરમાણુનો સમુદાય માત્ર જ છે આ કથન યોગ્ય નથી, કિંતુ પરમાણુઓના પ્રચય વિશેષથી ચૂલા એક મહાન દ્રવ્ય પેદા થાય છે અને તે પરમાણુઓથી કથંચિત્ ભિન્ન છે. કેમ કે સ્નેહ અને રૌઢ્ય વિશેષથી પ્રચયવિશેષ થાય છે. આથી એ પોતાના અણુપણાને છોડીને મહાન બને છે તેથી તે ઇન્દ્રિયગ્રાહ્ય બને છે.
એટલે સમજી લેવું કે અમે જે ઉપર બતાવી આવ્યા તે સ્વગતભેદના સ્વીકારથી અર્થાત્ કેટલાક પરમાણુ સ્નિગ્ધ છે તો કેટલાક રૂક્ષ છે. આવો સ્વમાં રહેલ વિશેષ છે તેનાથી પ્રચય થાય છે. આ પ્રચયથી બાદર પરિણામ થાય છે અને તેથી તે ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. તેથી કોઈ પણ રીતે સર્વથા પદાર્થમાં નિરતિશયપણું સિદ્ધ થઈ શકતું નથી પણ સાપેક્ષ નિરતિશયપણું છે.
આથી સ્નેહ, રૌઢ્યવિશેષથી પ્રચયવિશેષ થાય છે અને પ્રચય વિશેષથી મહાન, સ્કૂલ પદાર્થ બને છે અને તે ઇન્દ્રિયગ્રાહ્ય બને છે.
ઉપર જે સ્વગતભેદ કહ્યો છે તેમાં પણ એકાંત નથી, અર્થાત્ અત્યંત જ ભેદ નથી પણ કોઈ ને કોઈ પ્રકારે સામાન્ય-સદશતા પણ છે જ. પરમાણુઓમાં સ્વગત ભેદ જ નથી સામાન્ય પણ છે.
વસ્તુમાત્રના સામાન્ય અને વિશેષ આ બે ધર્મ છે. માટે પરમાણુઓમાં જેમ સ્વગતભેદ–પોતાનામાં રહેલ વિશેષ છે તેમ સામાન્ય પણ છે, સામાન્યને લઈને એ બધા એક છે. એકદમ એમનો ભેદ નથી. અર્થાત્ જુદી જાતના નથી આ તાત્પર્યાર્થ છે.
પ્રચયથી જ ઇન્દ્રિયગ્રાહ્ય છે?
પરમાણુઓ ઇન્દ્રિયગ્રાહ્ય બને છે તેનું કારણ પ્રચયવિશેષ જ છે કે બીજું કોઈ કારણ છે ? આવી જિજ્ઞાસા થતાં જિજ્ઞાસુ જરૂર પ્રશ્ન કરે છે કે –
પ્રશ્ન :- પરમાણુઓનો સ્નેહ અને રોક્યવિશેષથી પ્રચય વિશેષરૂપ જે પરિણામ છે તેથી જ તેઓમાં ઐન્દ્રિયકપણું આવ્યું કે બીજું કોઈ કારણ છે? અર્થાત્ સ્કંધ જે ઇન્દ્રિયગ્રાહ્ય બને છે તેમાં કેવલ પરિણામ જ કારણ છે કે બીજું કોઈ કારણ છે ?
ઉત્તર :- હા, ઈન્દ્રિયગ્રાહ્ય સ્કંધ બને છે તેમાં બીજું પણ કારણ છે, કેવલ પરિણામ જ કારણ છે એવું નથી.
ખાસ અનંત સંખ્યાવાળા સ્કંધની અપેક્ષાવાળો જે સ્થૂલ પરિણામ પ્રત્યેક ઇન્દ્રિયોના પ્રતિનિયત વિષયપણાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ દરેક ઇન્દ્રિયોને ગ્રહણ કરવા યોગ્ય નિયત વિષય