________________
૨૪૮
તત્ત્વાર્થ સૂત્ર શું ધર્માદિ છે ? “ધર્માદિનિ સન્તિ' આ વાક્યથી ધર્માદિના સ્વરૂપમાં જ સંદેહ છે નહીં. આ સંદેહ છે. ધર્માદિ છે કે નહીં આવો સંદેહ જ કેમ થાય ?
પરંતુ આવો સંદેહ થાય જ કેમ? કેમ કે પહેલા ગતિ આદિના ઉપકાર વડે અનુમાનથી ધર્માદિનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે તે ધર્માદિ પ્રસિદ્ધ સત્તાવાળા છે જ અર્થાતુ ગતિ આદિમાં ઉપકારક ધર્માદિ છે તે પ્રસિદ્ધ જ છે પછી એના અસ્તિત્વમાં સંદેહ કયાંથી ? સંદેહ કેમ થયો તેનો ખુલાસો...
આટઆટલી રીતે સમજાવ્યા બાદ પણ આવો સંદેહ કેમ થાય ? એવું તો આપણને લાગ્યા વગર રહે જ નહીં. પરંતુ છતાં વિચાર કરવાનો છે કે ગત્યાદિમાં સહાય કરનાર કોઈ ધર્માદિ દ્રવ્યો વિદ્યમાન છે. આ પ્રમાણે ધર્માદિની વિદ્યમાનતાને જેઓ સ્વીકારતા નથી તેઓનો આ પ્રશ્ન છે. પ્રશ્નકારને માટે હજી ધર્માદિની સત્તા અપ્રસિદ્ધ જ છે. પ્રશ્ન કારને ગત્યાદિમાં સહાયક ધર્માદિ દ્રવ્યો વિદ્યમાન છે જ આવો હજી નિશ્ચય થયો નથી. માટે જ એનો પ્રશ્ન છે જે હમણા પૂછી રહ્યો છે કે ધર્માદિનું અસ્તિત્વ કેવી રીતે નિશ્ચિત કરવું? એ છે જ એ કેવી રીતે માનવું? એ બધા સત્ છે એનો નિશ્ચય કેવી રીતે થાય ?
આ રીતે પૂભાષ્યકાર મા નવા સૂત્રના આરંભનો સંબંધ બતાવતા પ્રશ્નકારના પ્રશ્નનું કારણ જણાવી તેનો પ્રશ્ન રજૂ કર્યો. સંદેહ દૂર કરતું ભાષ્ય...
હવે તેનો જવાબ કરતા પૂ. ભાષ્યકાર મ, ભાષ્યની બીજી પંક્તિમાં જણાવે છે કે – લક્ષણથી'... ધર્માદિ વિદ્યમાન છે “ધર્માદિ છે જ' આ લક્ષણથી જાણવું. ભાષ્યકારનો અભિપ્રાય
પૂ. આચાર્ય ભગવંતનો આ જવાબ સંગ્રહનયના અભિપ્રાયથી છે. સંગ્રહનયથી એકીભાવથી સનું ઉત્પાદાદિ લક્ષણ છે અર્થાત્ અસ્તિ શબ્દથી પ્રતિપાદ્યથી ઉત્પાદાદિ છે તે જ ઉત્પાદાદિ સતનું લક્ષણ છે. સત્ કોને કહેવાય? જે ઉત્પાદાદિવાળા હોય તે સત્ કહેવાય. આમ ઉત્પાદાદિ સનું લક્ષણ છે તે અસ્તિ શબ્દ દ્વારા જણાય છે અને ધર્માદિ આવા પ્રકારના એટલે ઉત્પાદાદિવાળા જ પ્રાપ્ત થાય છે.
પ્રશ્નકારનો પ્રશ્ન છે ધર્માદિ છે? કેવી રીતે નિશ્ચય કરાય? તો એના પ્રશ્નમાં જ પ્તિ (છે) શબ્દ છે તેનો અર્થ ઉત્પાદાદિ છે અને ઉત્પાદ આદિવાળા તે સત તો ધર્માદિ ઉત્પાદાદિવાળા છે જ. માટે તે છે તે લક્ષણથી જણાય છે. આ રીતે સામાન્યથી પૂ. આચાર્ય ભગવંતે “લક્ષણથી ધર્માદિનું અસ્તિત્વ જાણવું એમ કહ્યું. સનું લક્ષણ શું છે?
પૂ. ભાગ્યકાર મના આ સામાન્ય જવાબથી સંતોષ ન થતાં હજી પણ સંદેહ થવાથી પ્રશ્નકાર ફરી પૂછે છે કે “સનું લક્ષણ શું ? જે લક્ષણથી પ્રમાણ અને તેનો વિષય એટલે કે