________________
૨૪૬
પરિણામોની વિચિત્રતાથી સૂક્ષ્મ, બાદર અને બાદર સૂક્ષ્મ બને છે...
ઉત્તર :- પુદ્ગલનાં પરિણામોનું વૈચિત્ર્ય છે. તેથી જ કોઈ વખત એ પુદ્ગલો બાદરરૂપે પરિણમે છે તો ક્યારેક સૂક્ષ્મરૂપે પરિણમે છે માટે આવી શંકા કરવી નહીં કે તે જ પુદ્ગલો સૂક્ષ્મ પરિણામવાળાં અને તે જ પુદ્ગલો બાદર પરિણામવાળાં કેવી રીતે બને ? આ તો પુદ્ગલનાં પરિણામોની વિચિત્રતા છે. દા. ત. જેમ વાદળ, ઇન્દ્રધનુષ, વીજળી, મીઠાનો ગાંગડો આદિ બાદરૂપે પરિણમેલાં હોય છે અને પછી તે બધા એવા સૂક્ષ્મ બની જાય છે કે તે દેખાતાય નથી. આ રીતે વાદળ આદિ બાદર પરિણામને અનુભવીને પછી સૂક્ષ્મ પરિણામને ધારણ કરે છે. અથવા પહેલા જે ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોય છે તે, તે ઇન્દ્રિયથી ગ્રાહ્ય ન બનતા બીજી ઇન્દ્રિયથી ગ્રાહ્ય બને છે.
દાત. જેમ મીઠું (મીઠાનો ગાંગડો) પહેલા ચક્ષુ ઇન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનો વિષય હતું તે પાણીમાં પીગળી જાય પછી રસનેન્દ્રિયનો જ વિષય બને છે. એવી રીતે હિંગ જે ઘ્રાણેન્દ્રિયનો વિષય હતી તે બીજી ઇન્દ્રિય(રસનેન્દ્રિય)નો વિષય બને છે.
તત્ત્વાર્થ સૂત્ર
આમ પુદ્ગલો બીજા પરિણામને પામે છે અથવા બીજી ઇન્દ્રિયોનો વિષય બને છે. વળી વાદળ વગેરે સૂક્ષ્મ પરિણામને પેદા કરીને પુનઃ આકાશમાં ચારે તરફ સકળ દિશાઓને રોકનાર વાદળપણે સ્થૂલ આકારે પરિણમે છે.
આ રીતે પુદ્ગલોમાં વૈચિત્ર્ય પરિણમન હોવાથી સૂક્ષ્મ બાદર બને છે અને બાદર સૂક્ષ્મ
બને છે.
ભાષ્યમાં ૐ શબ્દ પુનઃ અર્થમાં છે.
૬ શબ્દ સમુચ્ચય અર્થમાં છે.
રૂતિ શબ્દ ચાલુ પુદ્ગલ પ્રકરણની સમાપ્તિ થાય છે તે અર્થમાં છે.
ભાષ્યની પંક્તિનો અર્થ આ પ્રમાણે છે—
વળી અચાક્ષુષ સ્કન્ધો ભેદ, સંઘાત અને સંઘાતભેદથી થાય છે. આ રીતે પુદ્ગલનું પ્રકરણ સમાપ્ત થાય છે. પુદ્ગલ વિષયક વિચાર પૂર્ણ થાય છે.
અવતરણિકા :- ધર્માદિ વસ્તુ છે તેથી તેની સત્તાનું નિરૂપણ કરવા માટે ભાષ્યકાર ભાષ્યરૂપે પ્રશ્ન કરે છે કે—
તેનો નિશ્ચય કેવી રીતે થાય ?
ભાષ્ય :- અહીંયાં કહે છે કે—ધર્માદિ દ્રવ્યો સત્
તેનો જવાબ આ છે કે—લક્ષણથી.
તો સત્ત્નું લક્ષણ કયું છે ?
તેનો જવાબ આપતાં કહે છે કે—
આ ઉપરનું ભાષ્ય સંબંધ ગ્રંથ છે. અર્થાત્ પૂર્વ સૂત્રની સાથે આ સૂત્રનો સંબંધ કેવી રીતે છે ? નવા સૂત્રનો પ્રારંભ કયા સંબંધથી છે તે બતાવનાર આ ભાષ્ય છે.