________________
૨૪૨
તત્ત્વાર્થ સૂત્ર જ સ્થૂલ પરિણામ પેદા થાય, અને આ પ્રક્રિયામાં જેમ પરમાણુઓ એકઠા થાય છે તેમ કેટલાક ભેજવાળા પણ બને છે. અર્થાત છૂટા પણ પડે છે. માટે સંઘાત અને ભેદથી જ ચાક્ષુષ (ઇન્દ્રિયગ્રાહ્ય) સ્કંધો બને છે પણ એકલા સંઘાતથી જ નહિ. મતલબ એ છે કે અનંતાનંત પરમાણુઓના સંઘાતથી ઉત્પન્ન થયેલો સ્કંધ જ્યારે બાદર પરિણામ પામે છે ત્યારે ચક્ષુ આદિઇન્દ્રિયોનો વિષય બને છે. આ પ્રમાણે જે બીજાએ કથન કર્યું તે અધૂરું છે. કેમ કે અનંતાનંત પરમાણુઓના સંઘાત થાય છે ત્યારે કેટલાક પરમાણુઓનો ભેદ પણ થાય છે માટે ચાક્ષુષ સ્કંધો એટલે કે ચક્ષુ આદિ ઇન્દ્રિયના વિષય બનતા સ્કન્ધો સંઘાતભેદ ઉભયથી જ બને છે.
પ્રશ્ન :- પહેલા જે પરમાણુઓ કોઈ પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય ન હતા તેવા પરમાણુઓનો સમુદાય થયો તો તેમાં એવો તે કયો અતિશય આવી ગયો કે પરમાણુઓનો પ્રત્યક્ષ ન હતો અને સમુદાયનો પ્રત્યક્ષ થયો?
ઉત્તર :- વિશ્વમાં જેટલી વસ્તુઓ છે તેનો વિદ્યમાન પરિણામથી બીજો જે પરિણામ હોય છે તે કથંચિત્ ભિન્ન જ હોય છે. આથી પરમાણુ પરિણામથી ચાક્ષુષ પરિણામ-ચક્ષુનો વિષય બનતો જે સ્કંધ છે તે જુદો છે. અર્થાત્ અણુ પરિણામ અને સ્કંધ પરિણામ આ બે જુદા છે. કેમ કે પરમાણુ અણુ પરિણામનો ત્યાગ કરીને બાદર પરિણામને પામે છે.
અહીં પ્રશ્ન થાય છે કે શું કારણ છે કે પરમાણુ અણુ પરિણામનો ત્યાગ કરીને બાદર પરિણામને પામે છે ?
તો તેનો જવાબ એ જ છે કે –
રૌલ્ય અને સ્નેહવિશેષથી પરમાણુઓ અણુ પરિણામનો ત્યાગ કરીને બાદર પરિણામને પામે છે.
આપણા મૂળ પ્રશ્નના ઉત્તરનો સાર એ છે કે પરમાણુઓનો જ્યારે સ્કંધપરિણામ થાય છે ત્યારે તે પરમાણુઓ લુખાશ અને ચીકાશ વિશેષથી સ્કંધપરિણામને પ્રાપ્ત કરતા અણુ પરિણામનો ત્યાગ કરી બાદર પરિણામને પ્રાપ્ત કરે છે. આથી જ ચાક્ષુષ વિષયક બાદર પરિણામવાળો સ્કંધ (પરમાણુઓનો સમુદાય) પ્રત્યક્ષ થાય છે. પરંતુ એમાં કોઈ અતિશય પેદા થયો નથી. પરમાણુ અને સ્કંધોમાં સ્પર્શની સંખ્યા.
લૂખો અને ચીકણો આ બંને સ્પર્શ છે. ભગવાને સ્કંધોમાં યથાસંભવ આઠ સ્પર્શ બતાવ્યા છે. વળી પરમાણુઓમાં ચાર સ્પર્શ જ હોય છે, બીજા નથી હોતા. પરમાણુઓમાં સંભવતા ચાર સ્પર્શ..
શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શ પરમાણુઓમાં હોય છે. એક પરમાણુમાં અવિરોધી બે જ સ્પર્શ..
તેમાં પણ એક પરમાણુમાં તો પરસ્પર અવિરોધી બે જ સ્પર્શ હોય છે. દા. ત. શીતસ્નિગ્ધ, શીત-રૂક્ષ, ઉષ્ણ-સ્નિગ્ધ, ઉષ્ણ-રૂક્ષ. આ રીતે અવિરોધી બે સ્પર્શ એક પરમાણુમાં હોય છે.