________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૮
૨૪૧
ટીકા :- ચક્ષુપ્ શબ્દને તસ્યેમ્ (પા૦ ૪૦ ૪, પા॰ રૂ, સૂ૦ ૧૨૦) સૂત્રથી અદ્ પ્રત્યય શબ્દ બને છે અને તેનો અર્થ ‘ચક્ષુથી ગ્રહણ કરવા યોગ્ય-જાણવા યોગ્ય'
લાગતાં ચાલુપ થાય છે.
પ્રયોગ અને વિગ્નસાથી બનેલ, સારી રીતે મળેલ હોવાથી પરમાણુઓનો સમુદાય તે
ન્ધ છે.
તે સ્કન્ધો એવા પ્રકારના ઉત્પન્ન થાય છે કે જે ચક્ષુથી ગ્રહણ કરાય છે. અર્થાત્ આવા સ્કંધો ચક્ષુથી ગ્રાહ્ય બને છે.
જોકે એવું સમજવાની ભૂલ ન કરવી કે ભેદસંઘાતથી ઉત્પન્ન થતા સ્કંધો ચક્ષુગ્રાહ્ય જ હોય. કેમ કે એવો કોઈ નિયમ નથી કે જે ભેદ અને સંઘાતથી બનેલા સ્કંધો છે તે બધા ચક્ષુથી ગ્રહણ કરવા યોગ્ય હોય છે. કેમ કે ભેદસંઘાતથી એવા પણ સ્કન્ધો બને છે જે ચક્ષુગ્રાહ્ય હોતા નથી અર્થાત્ અચાક્ષુષ સ્કન્ધો પણ ઉત્પન્ન થાય છે.
માટે આ પ્રમાણે વ્યાખ્યા કરવી જોઈએ કે—
પોતાની મેળે જ સ્વાભાવિક ખાસ અમુક પરિણામ વિશેષથી ચક્ષુથી ગ્રાહ્ય બને તેવા પરિણામવાળા બાદર સ્કન્ધો ભેદસંઘાતથી જ ઉત્પન્ન થાય છે આ નિયમ છે.
‘અપર’નું કથન...
‘સંઘાત’થી જ સ્કન્ધોની ઉત્પત્તિ સિદ્ધ થઈ જાય છે માટે ભેદસંઘાત'નું ગ્રહણ યોગ્ય નથી. ‘ભેદસંઘાત’ ગ્રહણ કરવું એ નિરર્થક છે.
‘ભેદ’નું ગ્રહણ સાર્થક છે...
આ વાત બરાબર નથી. કારણ કે ભેદનું ગ્રહણ કંઈક વિશેષતા બતાવે છે.
એ વિશેષતા એ છે કે—સંઘાત એટલે સ્કંધો. બધા સ્કંધો ચક્ષુગ્રાહ્ય હોતા નથી. કારણ કે અનંતાનંત પરમાણુઓના સમુદાયથી બનતો સ્કંધ પણ બાદર પરિણામવાળો જ નયન આદિ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે, બાકીનો નહિ.
આ વિશેષતા બતાવવા માટે ભેદનું પણ ગ્રહણ કરવું જ જોઈએ. ‘ભેદનું’નું ગ્રહણ સાર્થક છે.
આ પ્રમાણે કોઈ સમાધાન કરે છે તો તે પણ બરાબર નથી. આ રીતે વ્યાખ્યા કરનારાઓના મતે ‘ભેદ'નું ગ્રહણ સાર્થક છે એમ સિદ્ધ થઈ શકતું નથી.
આમ પરસ્પર અન્યોએ ‘ભેદ’ના ગ્રહણ માટે ચર્ચા કરી. કોઈએ પૂર્વના વાદીની સમક્ષ ‘ભેદ' ગ્રહણ નિરર્થક છે એમ સિદ્ધ કર્યું પરંતુ તે બરાબર નથી. કેમ કે ભેદનું ગ્રહણ પણ જરૂરી છે.
‘ભેદ’ગ્રહણની સાર્થકતા...
‘ભેદ’નું ગ્રહણ કરવું જ જોઈએ. કેમ કે સૂક્ષ્મ પરિણામ ઉપરત થાય—રોકાઈ જાય તો