________________
અધ્યાય-૫ સૂત્ર-૨૭
૨ ૩૯ પરિણામ અને બાદર પરિણામ આ બંને પરિણામો જુદાં જુદાં છે. માટે જ્યારે પરમાણુ યણુકાદિ સ્કંધરૂપે થાય છે ત્યારે તે અણુમાં અણુ પરિણામનો અભાવ છે.
દા. ત. જેમ ગોળ, પાણી અને ધાવડી આ ત્રણ દ્રવ્યના સંયોગવિશેષથી સરક દ્રવ્યરૂપ પરિણામ થાય છે. અર્થાત્ દારૂ બને છે. તો આ ત્રણનો પરિણામ અને દારૂનો પરિણામ જુદો છે. આ કાલાંતર-બીજા કાળની અપેક્ષા રાખતા દારૂરૂપ પરિણામમાં તે ત્રણેને જુદા કરવા દુઃશક્ય છે.
વળી જો ગોળ, પાણી અને ધાવડી આ દ્રવ્યો સિવાય કોઈ પરિણામ નથી. આમ કહીએ તો તે પણ બરાબર નથી. કેમ કે દારૂરૂપે છે ત્યારે પૂર્વરૂપે એટલે કે ગોળરૂપે, પાણીરૂપે કે ધાવડીરૂપે નથી.
વળી જો એ દ્રવ્યો પૂર્વરૂપે છે એમ કહેશો તો પૂર્વકાળમાં જેમ પરિણામ ન હતો તેમ હાલમાં પણ પરિણામ નહીં થાય.
માટે પરમાણુ કાણુકાદિ સ્કંધરૂપે થાય છે ત્યારે તેમાં અણુ પરિણામનો અભાવ છે. આ વાતની સિદ્ધિમાં નીચે મુજબ અનુમાન છે. બાદર પરિણામથી પરિણત મહાન દ્રવ્યમાં–પક્ષ પરમાણુઓ પરમાણુરૂપથી નથી–સાધ્ય બીજા પરિણામે પરિણત થયેલા હોવાથી–હેતુ દા. ત. દારૂરૂપે પરિણમેલા ગોળ, પાણી, ધાવડ–દષ્ટાંત
જેમ દારૂ છે ત્યારે ગોળ, પાણી અને ધાવડી એ ગોળ, પાણી અને ધાવડીરૂપે નથી પણ દારૂરૂપે છે તેવી રીતે પરમાણુ જ્યારે સ્કંધરૂપે બને છે ત્યારે બીજા પરિણામથી પરિણત થયેલ હોવાથી પરમાણુ નથી રહેતો પણ સ્કંધરૂપે પરિણત જુદું દ્રવ્ય બની જાય છે.
આ રીતે પરમાણુ કાર્યરૂપે પણ છે. માટે “પરમાણુ ચણુક આદિ સ્કંધોનું અંત્ય કારણ જ છે' આવું તમે જે “જ કાર પૂર્વક બોલો છો તે બરાબર નથી. ઉપર મુજબ તમારા અવધારણમાં વિરોધ આવે છે.
ઉત્તરપક્ષ:- અમારા અવધારણમાં કોઈ વિરોધ નથી. કેમ કે બધા સ્થૂલ એવા જે મૂર્ત દ્રવ્ય છે તેના ભેદ કરતા કરતા જઈએ ત્યારે છેવટે જેનો ભેદ બની શકતો નથી એવો અર્થાત્ ભેદનો અંત પરમાણુમાં આવે છે. વળી જે ભેદ કરતા આવ્યા તે ભેદ નિરૂપાખ્ય (કહી ન શકાય તેવા) અત્યન્તાભાવરૂપ નથી માટે પરમાણુ કારણ જ છે. આમ અવધારણમાં કોઈ જાતનો વિરોધ નથી. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કારણ જ છે.
અહીં જૈનમતમાં બે નયો છે : (૧) દ્રવ્યાર્થિક નય (૨) પર્યાયાર્થિક નય. તેમાં–
દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમાણુ કારણ જ છે. કેમ કે ચણકાદિ જેટલા સ્કંધો બને છે તેનું પરમાણુ જ કારણ છે.
પર્યાયાર્થિક નયની અપેક્ષાએ કાર્ય જ છે..