________________
અધ્યાય-૫ સૂત્ર-૨૭
૨૩૭ પર્વતની અને વીજળીની એક દિશા છે તેથી તેનૈતિ' (૫૦ ૦ ૪, પ૦ રૂ, સૂo ૨૨) આ સૂત્રમાં એક શબ્દનો સમાન અર્થ થાય ત્યારે આ સૂત્રથી વીજળી અને પર્વતની સમાન દિશા હોય તો સુદ્દામનું શબ્દથી કર્યું પ્રત્યય થાય અને ‘સામી’ શબ્દ બને. એટલે “સમાન દિશાવાળી વીજળી છે.” આવો અર્થ થાય છે.
એ જ પ્રમાણે જે સંઘાત અને ભેદ, તે બેનો સમાન સમય હોય અર્થાત તે બે સંઘાત અને ભેદથી થયેલ હોય તે સમાનકાલીન સંધાતભેદથી થયેલ સ્કંધ કહેવાય છે.
એવી રીતે ચણકાદિ સ્કંધો માટે પણ સમજી લેવું. અન્ય પરમાણુના સંઘાતથી અને અન્ય પરમાણુના ભેદથી જે સ્કંધ થાય છે તે સંઘાતભેદથી ઉત્પન્ન થયેલ કહેવાય છે.
ભાષ્ય :- પરમાણુ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? તેનો જવાબ અપાય છે કે
આ રીતે આપણે પુદ્ગલના બે ભેદમાંથી સ્કંધની ઉત્પત્તિનું વ્યાખ્યાન કર્યું. તેની ઉત્પત્તિની વ્યાખ્યા કરવામાં આવી એટલે હવે પરમાણુની વ્યાખ્યાનો અવસર છે. આ સમયે કોઈ અજાણ અથવા સંશયવાળો પ્રશ્ન કરે છે કે
પરમાણુની ઉત્પત્તિ કેવી રીતે ? શું સ્કંધની ઉત્પત્તિના ત્રણ પ્રકાર છે તેવી રીતે પરમાણુની ઉત્પત્તિના પણ ત્રણ પ્રકાર છે કે બીજી રીતે છે ?
આ પ્રશ્નના જવાબમાં પૂ. ભાષ્યકાર મ. મત્રોચતે આ ભાષ્ય દ્વારા જવાબ આપતાં કહે છે કે–ઉત્પત્તિના કારણની ત્રિવિધતામાં અવિશેષતા છે. અર્થાત્ સ્કંધની ઉત્પત્તિનાં ત્રણ કારણ બતાવ્યાં તે સામાન્યથી છે. સામાન્યથી સ્કંધરૂપ પુગલદ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારે છે.
પરંતુ પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યની ઉત્પત્તિ વિશેષ પ્રકારે છે તે બતાવતા આ સૂત્રકાર સૂત્રની સચના કરી રહ્યા છે કે
મેવાણુ છે ૧-૨૭
સૂત્રાર્થ - ભેદથી જ અણુની ઉત્પત્તિ થાય છે. ભાષ્ય :- ભેદથી જ પરમાણુની ઉત્પત્તિ છે, સંઘાતથી નથી.
સામાન્યથી ઉત્પત્તિનાં ત્રણ કારણ બતાવ્યાં છે તેમાંથી માત્ર એક “ભેદ રૂપ કારણથી જ પરમાણુની ઉત્પત્તિ છે. ભાષ્યકારે સામર્થ્યથી ગ્રહણ કરેલ પર કારનું પ્રયોજન...
ટીકા - ભાષ્યમાં જે વ કાર ગ્રહણ કર્યો છે તે સામર્થ્યથી છે. કેમ કે “ભેદથી અણુ થાય
૧. ‘રસ્તુલિપિ' સિદ્ધ શબ્દો દારૂાર૬૦ ૨. દ્રવ્ય પરમાણુ