________________
૨૩૬
તત્ત્વાર્થ સૂત્ર संघातश्च भेदश्च संघातभेदौ
संघातभेदौ च संघातभेदश्च संघातभेदाः આ ચાર પદો છે. તેમાંથી સંઘાત, ભેદ અને સંઘાતભેદ આ પ્રમાણે અર્થ થાય. આથી સ્કંધો સંઘાત, ભેદ અને સંઘાતભેદથી થાય છે આવો અર્થ થાય.
આ અર્થને મનમાં રાખીને પૂ. ભાષ્યકાર મઠ ત્રીજો વિકલ્પ બતાવ્યો છે. આમ સમજાવવા છતાં પુનઃ કોઈએ પ્રશ્ન કર્યો કેસૂત્રથી બે વિકલ્પ પ્રાપ્ત થાય. આ ત્રીજો વિકલ્પ કેવી રીતે લાવ્યા ?
તેને આપણે ફરીથી પણ સમજાવતાં કહીએ છીએ કે આ સૂત્રમાં એકશેષ દ્વન્દ સમાસ છે. જેમ “નિના:' કહીએ તો જિન, જિન અને જિન આવો અર્થ થાય તેમ “સંધાતએન્ટેશ્યમાં બહુવચન છે જેથી અહીં ઉપર બતાવ્યો તે પ્રમાણે વિગ્રહ થાય છે. તેમાંથી સંઘાત, ભેદ અને છેલ્લે રહેલ જે સંઘાતભેદ છે તે ત્રણ રહ્યા અને વચલા બે સંધાતમે હતા તે છૂટી ગયા. એટલે સંઘાત, ભેદ અને સંઘાતભેદ આમ ત્રણ હોવાથી “બંધાતખેવા.' આ પ્રમાણે બહુવચનાન્ત પ્રયોગ થયો.
જો સંઘાત અને ભેદ આ બે જ વિવક્ષિત હોત તો બહુવચનનો પ્રયોગ ન કરત. માટે એકશેષ% સમાસ છે જેથી બહુવચન છે. આમ બહુવચનાન્તના પ્રભાવે એકશેષદ્વન્દ સમાસ સમજાય છે અને તેથી સંઘાત અને ભેદ એટલે કે સંઘાતભેદથી સ્કંધ થાય છે.
આમ સૂત્રમાં રહેલ બહુવચનથી સંઘાતભેદથી પણ સ્કંધ થાય છે. આ ત્રીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે.
હવે આપણે ભાષ્યની પંક્તિનો વિચાર કરીએ.
જે સંઘાતથી અને ભેદથી બનેલા સ્કંધો છે તે જ સ્કન્ધો સમાન કાળમાં થયેલા સંઘાત અને ભેદથી થાય છે. તે સ્કન્ધો સંઘાત અને ભેદ આ બંનેથી થયેલા છે એમ કહેવાય છે.
જેના બે વિભાગ ન થાય એવો નાનામાં નાનો જે કાળ તે સમય છે. તેવા એક સમયમાં અર્થાત્ સમયાન્તર થયા વગર બે પરમાણુના સ્કંધમાંથી એક અણુનો ભેદ થાય અર્થાત એ સ્કંધમાંથી એક પરમાણુ છૂટો થાય અને તે જ સમયે બીજો પરમાણુ એટલે કે જે સ્કંધમાંથી જે સમયમાં પરમાણુ છૂટો (ભિન્ન) થયો છે તે જ સમયમાં બીજો પરમાણુ સંહત થાય છે (સંઘાત પામે છે.)
આવો સ્કંધ છે તે સંઘાત અને ભેદથી બનેલો સ્કંધ કહેવાય છે. ભાષ્યમાં રહેલ રાધિવા પદનો વિચાર
સમયમાં થયેલ હોય તે સામચિવ કહેવાય, અને પર્વ એટલે સમાન.
સામયિક એટલે સમાન સમયમાં થયેલ.” પ શબ્દનો “સમાન' અર્થ થાય છે તેમાં નીચે પ્રમાણે પ્રમાણ છે