________________
૨૩૮
તત્ત્વાર્થ સૂત્ર છે’ આમ કહેવાય તો પરમાણુ સંઘાતથી પણ ઉત્પન્ન થાય છે. આવો અર્થ થાય અને આવો અર્થ થાય તો આ સૂત્રનો આરંભ નિષ્ફળ જાય. કારણ કે એ તો પૂર્વ સૂત્રથી જ સિદ્ધ થઈ જાય છે. માટે “મેદાન્ત' કહ્યું છે છતાં ‘બેફાલ્ વ' ભેદથી જ પરમાણુ ઉત્પન્ન થાય છે આવો અર્થ કરવામાં આવે તો જ સૂત્રની સાર્થકતા છે. આમ “જકારપૂર્વક જ અર્થ કરવો જોઈએ. તેથી પૂ. ભાષ્યકાર મ. અર્થના સામર્થ્યથી “મેવાતું' પદની સાથે “વકાર લગાડીને ભાષ્ય રચ્યું છે.
આથી ભેદથી જ દ્રવ્ય પરમાણુ ઉત્પન્ન થાય છે પણ સંઘાત અદિથી નહિ આવો અર્થ પ્રાપ્ત થાય છે. ભાષ્યમાં રહેલ રૂતિ શબ્દનો અર્થ.
ભાષ્યમાં રહેલ રતિ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. માટે “તિ' શબ્દથી સંઘાત, ભેદનો સમુચ્ચય કર્યો એટલે સંઘાત અને સંઘાતભેદથી પરમાણુની ઉત્પત્તિ નથી આવો અર્થ પ્રાપ્ત થયો.
આનો સાર એ છે કે–ત્રણ વિકલ્પો કે જે સંઘાત, ભેદ અને સંઘાતભેદ છે તેમાંથી એક ભેદથી જ પરમાણુ પેદા થાય છે અને બીજા બે વિકલ્પો છૂટી જાય છે. આ સૂત્રારંભનું ફળ છે. પરમાણુ અંત્યકારણ જ છે આવું અવધારણ બરાબર નથી, કાર્ય પણ છે.. પૂર્વપક્ષ -
(૧) સ્નેહ અને રૌઢ્યના નાશથી અર્થાત ચીકાશ અને લુખાશ દૂર થવાથી, (૨) સ્થિતિ પૂરી થઈ જવાથી, (૩) બીજા દ્રવ્યની સાથે ભેદથી, (૪) સ્વાભાવિક ગતિથી, યણુક વગેરેના સ્કંધની અંદર ભેદ થવાથી ઉત્પન્ન થતો પરમાણુ કાર્ય પણ બને છે.
જ્યારે પરમાણુ યમુક આદિ સ્કંધોમાં સંઘાતરૂપ પરિણામને પ્રાપ્ત કરે છે ત્યારે અણુ અણપણે રહેતો નથી. સ્થૂલ દ્રવ્યરૂપ હોવાથી શેષ પર્યાયોથી તો પરમાણુ વિદ્યમાન છે જ. કારણ કે “તદ્ભાવઃ પરિણામ આ વચન છે–આ સૂત્રનો આધાર છે.
આ સૂત્રનો અર્થ છે તેનો જે ભાવ છે તે પરિણામ છે'. આમાં તેનો જે છઠ્ઠી વિભક્તિ છે તે કર્તામાં છે અર્થાત તેનો અર્થ કર્તા છે. દ્રવ્યનું તે તે રૂપે થવું, દ્રવ્ય જ તે તે રૂપે થાય છે. આ રીતે કર્તામાં છઠ્ઠી વિભક્તિ છે.
એટલે પરમાણુ પૂર્વ પરિણામનો નાશ થાય ત્યારે ઉત્તર પરિણામને પ્રાપ્ત થાય છે. અર્થાત્ ઉત્તર પરિણામ ત્યારે જ બને કે પૂર્વ પરિણામ ચાલ્યો જાય. આ રીતે ઉત્તર પરિણામનો કર્તા પરમાણુ થાય છે એટલે શેષ પર્યાયથી પરમાણુ છે જ. અને તે ઉત્તર પરિણામમાં પૂર્વ પરિણામનો સંભવ નથી. કેમ કે પરિણામનું ફળ બીજા ભાવને પ્રાપ્ત થયું તે છે. આથી સૂક્ષ્મ
૧. પ્રશ્ન :- શેષ પર્યાયથી કયા પર્યાય લેવા ?
ઉત્તર :- અન્વયિ પર્યાય લેવા. અહીં દ્રવ્યત્વાદિ દ્રવ્યરૂપથી તો અણુ જ છે.. જુઓ ૪૧મા સૂત્રની ટીકા.