________________
૨૪૦
તત્ત્વાર્થ સૂત્ર પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પરમાણુ ઉત્પન્ન થાય છે. એમ કહ્યું છે. ઉત્પન્ન થનાર કાર્ય હોય છે. આથી પરમાણુ ઉત્પન્ન થતો હોવાથી કાર્ય જ છે.
આ રીતે દ્રવ્યાર્થિક નયથી પરમાણુ કારણ જ છે
પર્યાયાર્થિક નયથી પરમાણુ કાર્ય જ છે. આ રીતે અવધારણમાં કોઈ વિરોધ આવતો નથી.
તે પરમાણુ દ્રવ્યરૂપ અવયવ દ્વારા સ્વનો અભેદ્ય છે. કેમ કે એનો કોઈ દ્રવ્યરૂપ અવયવ નથી. માટે પરમાણુ અભેદ્ય છે–અપ્રદેશી છે, પણ રૂપાદિને લઈને પરમાણુમાં ભેદ પણ છે. પરમાણુ સપ્રદેશી છે.
શંકા :- જો પરમાણુ અપ્રદેશી (નિરવયવ) છે, એનો કોઈ અવયવ નથી તો ગગનકુસુમની જેમ અસત્ બની જશે.
સમાધાન :- આવી શંકા કરવી નહીં. કેમ કે પરમાણુ સાવયવ દ્રવ્ય નથી આમ બોલાય છે એટલે સાવયવ દ્રવ્યના પ્રતિપક્ષરૂપે અનવયવ દ્રવ્ય સિદ્ધ થાય છે. મતલબ સાવયવનો પ્રતિપક્ષ-વિરુદ્ધ પક્ષ નિરવયવ છે. જયારે આ સાવયવ વસ્તુ નથી એમ કહેવાય તો એનાથી વિરુદ્ધ નિરવયવ વસ્તુ હોવી જ જોઈએ. આમ આપોઆપ સિદ્ધ થઈ જાય છે તેથી પરમાણુ નિરવયવ હોવા માત્રથી અસત્ સિદ્ધ થઈ શકે નહીં કેમ કે એવો કોઈ નિયમ નથી કે જે નિરવયવ પવ' હોય તે અસત્ જ હોય છે.
માટે પરમાણુ અપ્રદેશી હોવા છતાં સત્ છે પણ અસત્ નથી એ સિદ્ધ છે. વળી તે પરમાણુ સહુથી પહેલો પ્રદેશ છે, ત્યાર પછી કયણુક આદિ ક્રમ ચાલે છે.
આ રીતે યુક્તિ અને આગમથી દ્રવ્ય પરમાણુની સિદ્ધિ કરી અને તેની સિદ્ધિ થઈ એટલે બીજા ત્રણ પ્રકારના ક્ષેત્ર પરમાણુ, કાળ પરમાણુ અને ભાવ પરમાણુની સિદ્ધિ અવશ્ય થઈ જશે. આ પ્રમાણે વિસ્તાર જોઈ લેવો.
પૂર્વના સૂત્ર-૨૬ “સંધાતબેગ સાન્ત'માં પરમાણુ સિવાયના કચણુક આદિ સ્કંધોની ઉત્પત્તિમાં ત્રણ કારણ બતાવ્યાં છે સંઘાત, ભેદ અને સંઘાતભેદથી સ્કંધો ઉત્પન્ન થાય છે તે કવણુક આદિ જે ચક્ષુગ્રાહ્ય સ્કંધો નથી તેને માટે સમજવું પણ જે ચક્ષુગ્રાહ્ય સ્કંધો છે તે તો એકાંતથી (એક કારણથી) જ થાય છે તે વાત જણાવતા પૂ. સૂત્રકાર મઠ કહે છે કે –
મેસતામ્યાં રાક્ષષાઃ | ૧-૨૮ ! સૂત્રાર્થ :- ચક્ષુથી ગ્રાહ્ય એવા ચાક્ષુષ સ્કંધો ભેદસંઘાતથી ઉત્પન્ન થાય છે.
ભાષ્ય:- ભેદસંઘાત ઉભયથી ચાક્ષુષ સ્કંધો ઉત્પન્ન થાય છે, અને અચાક્ષુષ સ્કન્ધો (જેમ કહ્યું છે તેમ) કહેલા સંઘાતથી, ભેદથી અને સંઘાતભેદથી થાય છે. ૧. જેમ સમયરૂપ કાળ અનવયવ દ્રવ્ય છે અને સત્ છે. આ વાત આગળ “વાતશેત્યે' સૂત્રમાં બતાવાશે.