________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૬
૨૩૫ સંઘાતથી અંધ બને છે તે નિરૂપણનો ઉપસંહાર...
આ રીતે સંઘાતથી પ્રદેશો સ્કંધરૂપે થાય છે. આ સાથે ત્રણ પ્રકારે થતા સ્કંધનો પહેલો પ્રકાર “સંઘાતથી સ્કંધ થાય છે. તે નિરૂપણ સમાપ્ત થાય છે.
હવે સ્કંધની ઉત્પત્તિ બીજા પ્રકારે થાય છે તે બતાવતા પૂ. ભાષ્યકાર મા ફરમાવે છે
ભાષ્ય :- ક્યણુકથી લઈને અનંતાનંત પરમાણુવાળા સંઘાતથી બનેલા તે સ્કંધોના જ ભેદથી ચણક સુધીના સ્કંધ બને છે.
ટીકા : (૨) ભેદથી સ્કંધ બને છે.
યણુકથી લઈને અનંતાનંત પરમાણુના જે સ્કંધો સંઘાતથી ઉત્પન્ન થયા છે તેના છેલ્લા સ્કંધમાંથી એક પરમાણુ જ્યારે જુદો થાય ત્યારે એક પરમાણુના ભેદથી એક પરમાણુની ન્યૂન જે સ્કંધ થયો તે ભેદથી સ્કંધ થયો કહેવાય અર્થાત્ એક પરમાણુ જેમાં ઓછો થયો એવો છેલ્લો જે સ્કંધ બન્યો તે ભેદથી થયો કહેવાય.
એવી રીતે બે પરમાણુ, ત્રણ પરમાણુ આદિ પરમાણુના ભેદથી અર્થાત્ પરમાણુના ભેદ કરતા કરતા નીચે જઈએ તે ત્યાં સુધી કે છેલ્લે બે પ્રદેશવાળો સ્કંધ થાય. આનો સાર એ છે કે અનંતાનંત પરમાણુના સ્કંધમાંથી ક્રમથી એક એક પરમાણુ ઓછા થતા જાય તેટલા ભેદથી સ્કંધ બને છે. આખરમાં બધા પરમાણુઓ નીકળી ગયા અને બે જ પરમાણુનો સ્કંધ રહ્યો તે પણ ભેદથી સ્કંધ થયો કહેવાય.
આમ સંઘાતથી થતા સ્કંધમાં કયણુકથી શરૂઆત થાય છે અને ભેદથી થતા સ્કંધમાં કરણુક સ્કંધ અંતિમ બને છે.
આ રીતે બીજા પ્રકારે થતા સ્કંધનું નિરૂપણ પૂર્ણ થયું. હવે સંઘાતભેદથી ત્રીજા પ્રકારે થતા સ્કંધનું નિરૂપણ કરતા પૂ. ભાષ્યકાર મ ફરમાવે છે
કે–
ભાષ્ય - એ ત્યણુકાદિ સ્કંધો જ એક અભિન્ન સમયવાળા સંઘાત અને ભેદથી ઢિપ્રદેશાદિ સ્કંધો ઉત્પન્ન થાય છે. અન્ય પરમાણુના સંઘાતથી અને અન્ય પરમાણુના ભેદ(છૂટા પડવા)થી જે સ્કંધ બને છે તે સંધાતભેદથી સ્કંધ થાય છે એમ કહેવાય છે.
ટીકા : (૩) સંઘાતભેદથી સ્કંધ બને છે.
સંઘાતભેદથી અંધ બને છે. આ ત્રીજો પ્રકાર સૂત્રમાં તો બતાવ્યો નથી. સૂત્રમાંથી તો માત્ર બે ભેદ પ્રાપ્ત થાય સંઘાત અને ભેદ, સંઘાતભેદ આ ત્રીજો પ્રકાર કેવી રીતે પ્રાપ્ત થાય ?
આ પ્રશ્નનું સમાધાન એ જ છે કે સૂત્રમાં બહુવચન છે તેના દ્વારા જ આ ત્રીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે –