________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૬
૨૩૩ પર્યાયાસ્તિક નય એકાંત નિરૂપણ કરે છે કે–અવયવથી અવયવી ભિન્ન જ છે. તો તેમાં પણ ઘણા દોષ છે.
બંને નયથી એકાંત માન્યતામાં ઉપર મુજબ ઘણા દોષો રહેલા છે.
જયારે સ્યાદ્વાદીઓ તો થાત્ શબ્દનો પ્રયોગ કરીને નિરૂપણ કરે છે એટલે એમને કોઈ દોષ આવતો નથી.
સ્યાદ્વાદીઓ કોઈ પણ નિરૂપણ કરતા યાત્ શબ્દનો પ્રયોગ કરે છે. તે વાત શબ્દ યોગ્ય પરિણામની વિવક્ષા અને અવિવક્ષાને લઈને રહેલો છે. એને જે ધર્મનું પ્રતિપાદન કરવાની ઇચ્છા હોય તે ધર્મને આગળ કરનાર છે. તેથી યાત્ શબ્દ બધા ધર્મોનો સંગ્રહ કરી લે છે.
આવો ચાત્ શબ્દ સર્વ એકાંત ધર્મને દૂર કરીને સર્વ એકાંત વાક્યોને અંદર લઈ લેતો હોવાથી સ્યાદ્વાદીઓ થાત્ શબ્દને જોડીને કહે છે કે... સ્યાદ્વાદીની નિરૂપણ શૈલી..
અવયવથી અવયવી લ્ મઃ, યાત્ અનન્ય, ચાન:, વિવ્ય ઇત્યાદિ સપ્તભંગીની વિજ્ઞા કરવાથી કોઈ પણ દોષનો અવકાશ છે જ નહિ. સ્યાદ્વાદની શૈલીથી “ચાત્' શબ્દના પ્રયોગ દ્વારા નિરૂપણ કરવાથી કોઈ પણ દોષને જગા મળતી નથી. નયોની અર્પણા અને અર્પણાથી જ અન્યત્વ અને અનન્યત્વ છે.
બે નયનું અર્પણ કરીએ અને અર્પણ ન કરીએ એટલે બે નયના અર્પણ અને અનર્પણની વિવેક્ષાથી પદાર્થોનું અન્યત્વ-જુદાપણું અને અનન્યત્વ-અભેદપણું ભાજય છે. મતલબ અન્ય પણ છે, અનન્ય પણ છે. અર્થાત્ દ્રવ્યાર્થિક નયને અર્પણ એટલે આગળ કરીએ ત્યારે અભેદ અને પર્યાયાર્થિક નયને આગળ કરીએ ત્યારે ભેદ. આમ નયની અર્પણા અને અનપણાથી ભેદ અને અભેદ ભાજ્ય બને છે. અર્થાત્ ભેદ જ છે કે અભેદ જ છે એમ નહીં પણ નયની અપેક્ષાએ ભેદ પણ છે અને અભેદ પણ છે. કયા નયની અપણાથી ભેદ અને અભેદ છે ?..
અવયવ અને અવયવીનો પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ભેદ છે એટલે પર્યાયાર્થિક નયની અર્પણા અને દ્રવ્યાર્થિક નયની અનપણાથી ભેદ છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અભેદ છે. આમ કહીએ ત્યારે દ્રવ્યાર્થિક નયની અર્પણા અને પર્યાયાર્થિક નયની અનર્પણાથી અભેદ છે.
આ પ્રમાણે વિશ્વ-બધાં પરિણામોના પ્રપંચની સ્થિતિને ભજનારાં દ્રવ્યો પોતાનામાં નહીં રહેલા જ કેટલાક ધર્મો વડે પર્યાયથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ દ્રવ્ય જ તે તે પર્યાયોથી ઉત્પન્ન થાય છે અને કેટલાક વિદ્યમાન પણ ધર્મોથી નાશ પામે છે, અને વળી કેટલાંક દ્રવ્યો અન્વય પર્યાયોથી નિત્ય છે.
૧. સત્ત્વ એ અન્વયિ પર્યાય છે. આ પર્યાયથી દ્રવ્ય નિત્ય છે એવી રીતે બીજા વસ્તત્વાદિ અન્વયિ ધર્મો
જાણી લેવા. જુઓ સૂટ ૫-૩૦ની ટીકા.