________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૬
૨૩૧
મૈત્રને જોયો આ વ્યવહાર થાય છે તેમ અવયવોરૂપ દેશોમાં કોઈ એક અવયવ દેખાય છે ત્યારે અવયવોનો સમૂહ જોયો આ વ્યવહાર થાય છે. એટલે પ્રસિદ્ધિનો અપલાપ થશે નહીં. અવયવી અવયવથી અત્યંત ભિન્ન માનવામાં દોષ....
જોકે કણાદની જેમ અવયવોથી અવયવીને અત્યન્ત જુદો જ માનવામાં આવે તો તે બરાબર નથી. કેમ કે અવયવીને ક્યાંય રાખવો તો પડશે જ. ક્યાંય રહેલો છે એમ કહેવું તો પડશે જ ત્યારે પ્રશ્ન થશે કે એ અવયવી પ્રત્યેક અવયવોમાં છે કે નહીં ?
કહેવું જ પડશે કે છે, જો પ્રત્યેક અવયવોમાં અવયવી છે તો જેટલા અવયવ છે તેટલા અવયવી કહેવા પડશે પરંતુ અવયવો ઘણા હોવા છતાં ઘણા અવયવીની પ્રતીતિ થતી નથી. એક અવયવી છે આવું જ જણાય છે.
દા. ત. એક પટના અનેક તંતુઓ છે. એ પટના અવયવો છે. એટલે જેટલા તંતુઓ છે તેટલા તંતુઓમાં પટને માનવો પડશે. દરેક તંતુઓમાં પટ માનીએ તો પટ અનેક થવા જોઈએ પણ તેવું બનતું નથી. એક પટની પ્રતીતિ થાય છે.
આમ અવયવી અવયવથી અત્યંત ભિન્ન માનવામાં અનેક દોષોનું આથી કોઈ પણ પ્રકારે પ્રત્યેક અવયવોમાં અવયવી રહી શકે છે એવું મનાય નહિ. કોઈ પણ રીતે અવયવી અવયવોમાં વૃત્તિ બની શકતો નથી. (સંબદ્ધ બની શકતો નથી) અને આથી જ અવયવી આકાશકુસુમની જેમ અસત્ થશે.
આ રીતે અવયવથી અવયવી અત્યંત ભિન્ન માનવામાં અનેક દોષ ઉત્પન્ન થાય છે. માટે અવયવથી અત્યંત ભિન્ન નથી.
અવયવ અને અવયવીની અભિન્નતા માટે બીજું અનુમાન...
વળી અવયવ અને અવયવીનો અભેદ પણ દેખાય છે. તેથી અવયવોથી અવયવી અત્યંત ભિન્ન નથી, અને જો અત્યંત ભિન્ન માનવામાં આવે તો અભેદનું જ્ઞાન થાય છે તે થઈ શકે નહિ માટે બીજું નૂતન અનુમાન કરીએ છીએ.
अवयवी પક્ષ
अवयवात् न अन्यः સાધ્ય
उपलब्धिकारणसंनिधाने सति अवयवरूपादिव्यतिरेकेण अनुपलभ्यमानरूपादिगुणत्वात् - हेतु હસ્ત્યાગિવયવવ્યતિરેળ સેનાવત્ - અન્વય દૃષ્ટાંત
व्यतिरेके घटबदरादयः વ્યતિરેક દૃષ્ટાંત
અવયવી (પક્ષ)
અવયવોથી ભિન્ન નથી. (સાધ્ય)
કારણ કે રૂપાદિના જ્ઞાનની સામગ્રી હોવા છતાં પણ અવયવના રૂપાદિથી અવયવીમાં જુદા રૂપાદિનું જ્ઞાન થતું નથી. અર્થાત્
અવયવના રૂપાદિથી અવયવીના રૂપાદિ જુદા ભાસમાન થતા નથી. (હેતુ) માટે અવયવ