________________
૨૩૦
તત્ત્વાર્થ સૂત્ર આમાં વ્યભિચાર આવે છે.
અહીં સ્વાવયવકલાપથી અભેદ સાધ્ય છે. હવે બંધાયેલા આ બે પુરુષોનું એક જોડકું છે અને આ જોડકામાં આ બે પુરુષો અવયવ છે. આ બંને અવયવો(પુરુષો)થી જોડકું ભિન્ન છે તેથી આ બદ્ધ પુરુષનું જોડકું સાધ્યાભાવવાળું છે, અને આ જોડકામાં સવિયત્વે સત્તિ વિમાન મહામાત્વ હેતુ રહી જાય છે કેમ કે એ જોડકું ક્રિયાવાળું છે. અને એ બદ્ધ પુરુષજ્યમાંથી એકને પણ તમે જુદો ગ્રહણ કરી શકતા નથી માટે વિમાન અહમાગતું રહ્યું. આમ વ્યભિચાર આવે ! આ વ્યભિચાર ન આવે માટે હેતુમાં વિદ્ધત્વે સતિ આ વિશેષણ લગાવ્યું છે.
તો ‘વદ્ધત્વે સતિ' ‘વિપાન અJહ્યામાળવા' આટલો જ હેતુ રાખો વચમાં “યિત્વે સતિ આ વિશેષણની શી જરૂર છે?
વિશેષણ સાર્થક છે. કારણ કે જુઓ ધર્માસ્તિકાયના પ્રદેશ અધર્માસ્તિકાયના પ્રદેશ અને આકાશાસ્તિકાયના પ્રદેશ આ ત્રણેનો સમૂહ એક આકાશપ્રદેશમાં રહેલો છે. તેથી તે સમૂહ એક છે અને સમૂહના અવયવરૂપ ધર્માસ્તિકાયનો પ્રદેશ, અધર્માસ્તિકાયનો પ્રદેશ અને આકાશાસ્તિકાયનો પ્રદેશ એમ જુદા છે કેમ કે ધર્માસ્તિકાયનો પ્રદેશ એ અધર્માસ્તિકાયનો કે આકાશાસ્તિકાયનો પ્રદેશ નથી એવી રીતે આકાશાસ્તિકાય અને અધર્માસ્તિકાયનો પ્રદેશ એ ધર્માસ્તિકાયનો પ્રદેશ નથી. આમ ધર્માદિ ત્રણ, પ્રદેશોના સમૂહરૂપ જે એક અવયવી છે તે પ્રત્યેક અવયવરૂપ ધર્માદિના પ્રદેશો ભિન્ન છે. એટલે ધર્માદિ ત્રણના પ્રદેશના સમૂહરૂપ અવયવી પ્રત્યેક ધર્માદિના પ્રદેશથી ભિન્ન છે અને એ વિભાગથી અગૃહ્યમાણ છે તેથી એમાં વ્યભિચાર આવશે તે ન આવે માટે સયિત્વ હેતુનું વિશેષણ મૂક્યું છે. ધર્માસ્તિકાયાદિ ત્રણના પ્રદેશના સમૂહરૂપ અવયવી ક્રિયાવાળો નથી. આથી આ હેતુપૂર્વક મુકાયેલ વિશેષણ સાર્થક છે અને તેનાથી ધર્માદિમાં આવતો વ્યભિચાર દૂર થાય છે, કારણ કે ધર્માદિ નિષ્ક્રિય છે.
આ રીતે હેતુમાં લગાવેલાં બંને વિશેષણો સાર્થક છે.
આ અનુમાનથી અવયવથી ભિન્ન પરિકલ્પિત અવયવી અસત્ છે. દા. ત. જેમ કેળના પાનથી કેળના પાનનો સાર જુદો છે.” એમ કોઈ કહે તો તે બને નહિ. કેમ કે કેળના પાનનો સાર કેળના પાનથી જુદો નથી. તેમ અવયવોથી અવયવી દ્રવ્ય કોઈ જુદું દ્રવ્ય નથી. અવયવી ભિન્ન નહિ માનવામાં લોકપ્રસિદ્ધિનો અપલાપ
જોકે લોકમાં અવયવ અને અવયવી દેખાય છે–પ્રસિદ્ધિ છે. આ પ્રસિદ્ધિનો અપલાપ કેવી રીતે થાય ? અર્થાત્ દેખાતી વસ્તુની ના કેવી રીતે કહેવાય? લોકમાં અવયવ, અવયવી બંને પ્રસિદ્ધ છે અને આપણા ઉપર મુજબના કથનથી અવયવી અવયવથી જુદો નથી. આ નિરૂપણથી લોકપ્રસિદ્ધનો અપલોપ થાય છે.
તે પ્રસિદ્ધિ દેશોમાં જ અવયવોમાં જ છે. કેમ કે તેનો એક દેશ (ભાવ) દેખાયો તો સર્વ (આખો) દેખાયો છે એવો વ્યવહાર છે.
દા. ત. ચૈત્ર કે મૈત્રાદિનું માથું, પગ કે પાછળનો ભાગ દેખાય અને મેં ચૈત્રને જોયો,