________________
૨૨૮
તત્વાર્થ સૂત્ર વળી તે સમૂહરૂપે પરમાણુ દેખાય તેના સમર્થનમાં વાળનું દૃષ્ટાંત આપ્યું હતું કે “એક વાળ દેખાતો નથી પણ વાળનો સમુદાય હોય તે ઇન્દ્રિયગ્રાહ્ય બને છે એવી રીતે એક એક પરમાણુ અદેશ્ય છે પણ સંબંધવાળા થયેલા સમૂહરૂપે હોય તો દેખાય છે'.
આ રીતે દષ્ટાંત દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તે પણ વ્યર્થ છે. આવું કહેવું એ તદ્દન અયુક્ત છે. કેમ કે એક એક વાળ તો ક્યારેક પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે તો તે અનેક વાળ ભેગા થાય તો ઇન્દ્રિયથી ગ્રાહ્ય બને છે પણ પરમાણુઓ તો એક એક કદી પણ દશ્ય હોતા નથી તો પરસ્પર અનાશ્લિષ્ટ-અબદ્ધ એવા પરમાણુઓનો સમૂહ પણ દશ્ય બને કેવી રીતે ? માટે અનાશ્લિષ્ટ પરમાણુઓ સમૂહરૂપે જણાય છે તે બરાબર નથી.
આથી સમજાય છે કે પરસ્પર અનાશ્લિષ્ટ–અબદ્ધ એવા પરમાણુઓનો સમુદાય માત્ર માનવામાં આવે તો ઘણા દોષોનો સંભવ છે. અબદ્ધ પરમાણુઓનો સમુદાય માત્ર માનવામાં દોષ.
તે આ પ્રમાણે–દેશ આધાર થશે.
દા. ત. એક ઘડો છે. તેમાં પરસ્પર અબદ્ધ પરમાણુઓ છે. હવે તેનો કોઈ પણ એક દેશએક ભાગ પકડીએ તો આખો ઘડો પકડાશે નહિ. જે ભાગથી ઉપાડ્યો એટલો જ ભાગ હાથમાં આવશે, આખો ઘડો નહીં ઊપડે કારણ કે અણુઓ અબદ્ધ છે. આમ એક ભાગને પકડવાથી સંપૂર્ણ ઘડાનું પકડાવું, ધારણ કરવું, ઉપાડવું, મૂકવું, ખેંચવું આ બધી પ્રક્રિયા બની શકે નહિ.
માટે અબદ્ધ પરમાણુઓનો સમુદાય માત્ર માનવામાં આવા ઘણા દોષો સંભવે છે. પરમાણુઓનો બંધ પરિણામ મનાય તે દોષ ન આવે....
આથી અંગાગીભાવરૂપે અવયવઅવયવીરૂપે અણુઓના બંધપરિણામનો સ્વીકાર કરીએ તો કોઈ દોષ સંભવે નહિ અને સંપૂર્ણ સંહત મહાન દ્રવ્યના એક દેશમાં વર્તમાન એવી ક્રિયાઓ–જેવી કે ધારણ કરવું, ઉપાડવું, મૂકવું, ખેંચવું આદિ સિદ્ધ થશે. અર્થાત્ જો સંબંધવાળા પરમાણુઓનો બંધપરિણામ પરિવાત થાય છે આવું માનીએ તો જ મહાન દ્રવ્યના–દા. ત. ઘટના એક ભાગને પકડવાથી આખો ઘટ પકડાશે ઈત્યાદિ સર્વ ક્રિયાઓ સિદ્ધ થશે. પરંતુ જો આનાથી બીજી રીતે માનવામાં આવે તો આકર્ષણ ખેંચવું આદિ બની શકે નહીં.
જો બંધપરિણામ માનવામાં ન આવે અને માત્ર બાલિકા અને પુરુષના સંયોગની જેમ સંયોગ જ સ્વીકારવામાં આવે તો બહુલોકપ્રસિદ્ધ બધું નાશ પામશે. જૈનો અને વૈશેષિકોના સ્કંધોની ભિન્નતા
આહત દર્શનમાં તે મહાન દ્રવ્ય-સ્કંધ વૈશેષિકે કલ્પેલ અવયવી જેવો નથી. અર્થાત્ વૈશેષિક જેવો અવયવી માને છે તેવો જૈન દર્શનમાં અંધ-અવયવી માનવામાં આવ્યો નથી.
કેમ કે દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી સળીઓની સાવરણી બને છે. અને ઈસથી પલંગ બને છે, પણ સળીઓથી જુદી સાવરણી નથી કે ઈસથી જુદો પલંગ નથી માટે અવયવી પોતાના