________________
અધ્યાય-૫ સૂત્ર-૨૬
૨૨૭ ઉત્તર :- વિરોધી કેવી રીતે નથી તે વાત અમે પહેલા કહી ગયા છીએ, અને વળી પરિણામ-વિશેષથી પુદ્ગલોમાં પ્રતિઘાતિપણું અને અપ્રતિઘાતિપણે બંને પ્રકાર સંભવી શકે છે.
દા. ત. જેમ દીવાલ આદિથી નહીં હણાતો શબ્દ કાનથી સંભળાય છે, તે જ શબ્દ કોઈ વખત વાયુ વડે વહન કરાતો હોવાથી પ્રતિઘાત પામે છે—હણાય છે.
હણાય છે એ કેવી રીતે સમજાય ?
વિરુદ્ધ પવનવાળા ભાગમાં રહેલા પુરુષને શબ્દ સંભળાતો નથી અને અનુકૂળ પવનવાળા દેશમાં રહેલાને સંભળાય છે માટે નક્કી થાય છે, વાયુથી વહન કરાતો શબ્દ હણાય છે.
જેમ ગંધ પ્રતિકૂળ વાયુ હોય તો આવતી નથી અને અનુકૂળ વાયુ હોય તો આવે છે તેમ વિરુદ્ધ પવન હોય તો શબ્દ સંભળાતો નથી, અનુકૂળ વાયુ હોય તો સંભળાય છે એટલે વાયુથી લઈ જવાતો શબ્દ હણાય છે એ નિઃસંશય વાત છે.
આ રીતે શબ્દ એ પુદ્ગલ છે તેમાં પ્રતિઘાત અને અપ્રતિઘાત સ્પષ્ટ છે તેના દ્વારા સિદ્ધ થાય છે. પુદ્ગલમાં પ્રતિઘાત અને અપ્રતિઘાત બંને રહે છે. બંનેને રહેવામાં કોઈ પ્રકારનો વિરોધ સંભવતો નથી.
માટે સંઘાતથી સ્કંધની ઉત્પત્તિ છે એ સાચું જ કહ્યું છે. વાદીએ પૂર્વમાં ઉઠાવેલા પ્રશ્નોના સમાધાન
શું પરમાણુનો બીજા પરમાણુ સાથે એકદેશથી યોગ થાય છે? આ રીતે વાદીનો જે એકદેશથી યોગનો જે પ્રશ્ન હતો તે તો દૂરથી જ ફેંકી દીધો. ક્યારનીય એ વાત તો ઊડી ગઈ.
વળી બીજો પ્રશ્ન હતો શું સર્વાત્મના સંયોગ છે? તો એ તો કોઈ વખત ઉપચારથી ઈષ્ટ પણ છે. કારણ કે પરમાણુ અવયવ વગરના છે. આથી પરમાણુઓનો કૃત્ન સર્વાત્મના યોગ બને પણ પ્રવેશથી ન બને.
- આ રીતે વાદીના બંને પ્રશ્નોના સમાધાન થઈ ગયા. અનાશ્લિષ્ટ પરમાણુ સમૂહરૂપે જણાય છે તેનો પ્રતિવાદ.
વળી પણ વાદીએ પૂર્વમાં કહ્યું હતું કે–પરમાણુઓ એકબીજાથી બદ્ધ થયા વગર જ અનાશ્લિષ્ટ' સંબંધવાળા જ સમૂહરૂપે જણાય છે તે વાત પણ અત્યંત અસુંદર છે. કેમ કે અણુ અવસ્થામાં રહેલા છે અને વળી અસંહત છે અર્થાતુ બદ્ધ નથી તો સમૂહરૂપે પણ દેખાય કેવી રીતે ? સમૂહરૂપે પણ દેખાય નહીં. શું તે અતીન્દ્રિય એવા પરમાણુઓમાં એવો તે કયો અતિશય પેદા થયો કે જે અબદ્ધ એવા જ સંબંધ થવા માત્રથી ચક્ષુ આદિ ઇન્દ્રિયથી ગ્રાહ્ય બની ગયા?
પૂર્વ અવસ્થામાં એક એક પરમાણુ અદેશ્ય હતા તો ઉત્તરાવસ્થામાં પણ તે અદશ્ય જ રહેવા જોઈએ. બદ્ધ થયા વગરના કેવલ સંબંધવાળા અનંતા પરમાણુઓ પણ દશ્ય બનતા નથી.
૧. પૃ. ૩૬૦ પર જુઓ.