________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૬
૨ ૨૫
પ્રાપ્તિ અર્થાત્ Qય છે તેનું ભેગા થવું સંયુક્ત થવું અને તમે સંયોગ કહો છો પણ પરસ્પર પ્રવેશરૂપ સંયોગ નથી કહેતા. તો પ્રતિઘાત વિના મહાન દ્રવ્યની ઉત્પત્તિ કેવી રીતે થાય ?
ઉત્તર :- મહાન દ્રવ્ય અર્થાત્ કચણુક આદિ સ્કંધના આરંભકાળમાં પરમાણુઓમાં અમે અપ્રતિઘાત પરિણામ સ્વીકારતા નથી. જ્યારે સ્કંધની શરૂઆત થાય છે ત્યારે પરમાણુઓ અપ્રતિઘાત પરિણામવાળા નથી પરંતુ મોટા દ્રવ્યના અનારંભકાળમાં (જ્યારે સ્કંધની શરૂઆત નથી થતી ત્યારે) પરમાણુઓ અપ્રતિઘાત પરિણામવાળા છે. મહાન દ્રવ્યના આરંભકાળમાં તો પ્રતિઘાત પરિણામવાળા છે. કારણ કે ભગવાન પરમાણુઓના ત્રણ પ્રકારના પ્રતિઘાત કહે છે.
(૧) બંધ પરિણામ પ્રતિઘાત :- બંધ પરિણામથી જે પ્રતિઘાત થાય તે બંધ પરિણામ પ્રતિઘાત કહેવાય છે.
(૨) ઉપાકારાભાવ પ્રતિઘાત:- ઉપકારના અભાવથી જે પ્રતિઘાત થાય તે ઉપકારાભાવ પ્રતિઘાત કહેવાય છે.
(૩) વેગ પ્રતિઘાત :- વેગથી જે પ્રતિઘાત થાય તે વેગ પ્રતિઘાત કહેવાય છે. આ ત્રણ પ્રકારના પ્રતિઘાત છે.
તેમાં પહેલો બંધપરિણામ નામનો પ્રતિઘાત આ જ અધ્યાયના “ન્નિધરૂક્ષત્થાત્ વન્ધઃ' સૂત્ર ૩૨માં અમે કહીશું.
(૨) ઉપકારાભાવ પ્રતિઘાત
તિસ્થિત્યુપBો ધધર્મોપદ' સૂ. ૧૭ એ જ સૂત્રથી અર્થથી ઉપકારાભાવરૂપ પ્રતિઘાત લઈ લેવો.
હવે આપણે આ બીજા પ્રકારના ઉપકારાભાવ નામના પ્રતિઘાતને બરાબર સમજી લઈએ.
ઉપકારાભાવ એટલે ઉપકાર કરનારનો અભાવ હોવાથી જે ઉપઘાત થાય તે ઉપકારાભાવ પ્રતિઘાત કહેવાય છે.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકમાં જ છે. એટલે અર્થાપત્તિથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી જીવો અને અજીવોની જે અનુક્રમે ગતિ અને સ્થિતિ થાય છે તે લોક સિવાય થતી નથી. માટે લોકમાં જ ધર્માધર્મનો ઉપકાર છે. લોકથી અન્યત્ર અલોકમાં ગતિ અને સ્થિતિમાં મદદ કરનાર ધર્માધર્મ નથી. તેથી ત્યાં તેમનો ઉપકાર નથી. માટે જીવ અને અજીવની ગતિસ્થિતિનો પ્રતિઘાત થાય છે. અર્થાત્ લોકથી અન્યત્ર ગતિ-સ્થિતિ અટકી જાય છે. કારણ કે ગતિસ્થિતિમાં ઉપકાર કરનાર હેતુ નથી. ઉપગ્રહમાં જે હેતુ છે તેનો અભાવ છે. માટે આ પ્રતિઘાતનું ૧. પ્રતિઘાત એટલે પરસ્પર ટકરાવું.
तत्र बन्धात् प्रतिघातो जायते अण्वोः अणूनां वा प्रतिघातश्च एकदेशावगाहे अन्योन्यं प्रतिहननम् मा ६५ પરિણામ પ્રતિઘાત કહેવાય છે. તત્ત્વો સૂ૦ ૩૨ ટીકાયામ