________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૬
૨ ૨૩
આમ નિરવયવ હોવાથી પરમાણુમાં સંસ્થાનની અસિદ્ધિ છે. પરમાણુ આકાર વગરનો છે.
વાદી - જો પરમાણુ આકાર વગરનો છે તો અસતુ થશે ! આકાર વગરનો હોવાથી પરમાણુ અસત્ છે. આકાર ન હોવા છતાં આકાશ સત્ છે.
પ્રતિવાદી - સંથાનિત્વાન્ પરમાણુઃ ' આ અનુમાન દ્વારા તું પરમાણુને અસત્ સિદ્ધ કરવા માટે “આકાર ન હોવાથી આ જે હેતુ આપે છે તે હેતુ વ્યભિચારી છે. કેમ કે આકાશ એ સત છે અને તેનો કોઈ આકાર નથી. અર્થાત્ આકાર વગરનું પણ આકાશ સત્ છે. આમ અસતના અભાવવાળા (સ) આકાશમાં “અસંસ્થાનિત્વા' હેતુ રહી ગયો. આથી તારો હેતુ વ્યભિચારી છે. હેતુ નહીં પણ હેત્વાભાસ છે.
વાદી :- આકાશનો દડાદિની જેમ આકાર છે.
દડાદિની માફક આકાશ પરિધિવાળું મનાય છે એટલે અમારો હેતુ વ્યભિચારી નથી. આકાશનો દડાદિ જેવો આકાર માનવામાં અનેક વિરોધ.
પ્રતિવાદી - સર્વ લોક, શાસ્ત્ર અને અનુમાનથી વિરોધી વાત છે. આકાશની દડાદિની જેમ પરિધિ મનાતી નથી. પરમાણુમાં અંદર બહાર અન્યદેશનો અભાવ હોવાથી તે અસત્ છે...
વાદી - તમારા મતમાં પરમાણુ સિદ્ધ થઈ શકતો નથી. કેમ કે તમે પરમાણુનો જે પરિચય આપો છો તે યુક્ત નથી. તમે પરમાણુમાં અંદરમાં કે બહાર કોઈ અન્ય દેશ નથી એમ કહો છો માટે પરમાણુનો અભાવ થશે. અર્થાત્ અંદર કે બહાર અન્ય દેશ નથી માટે પરમાણુ અસત્ સિદ્ધ થશે ! અંતરબહિર્ અભાવાતું' હેતુ વ્યભિચારી છે.
પ્રતિવાદી :- “અંતર બહિરભાવ ન હોવાથી પરમાણુ નથી. તમે પરમાણુની અસિદ્ધિમાં આ હેતુ આપ્યો છે પણ તે વ્યભિચારી છે. કેમ કે નિરંશ જે એક ક્ષણ વૃત્તિ વિજ્ઞાન તેમાં અંતર બહિર ભાવ નથી છતાં તમે તે માનો છો. માટે તમારો હેતુ જેનું અસ્તિત્વ છે. જેના નાસ્તિત્વનો અભાવ છે એવા ક્ષણ રહેનાર વિજ્ઞાનમાં પણ રહી ગયો. આથી તમારો હેતુ વ્યભિચારી છે. પરમાણુનો યોગ કહીએ છીએ તેનો અર્થ સંપ્રાપ્તિ છે.
-વળી અમે જે પરમાણુનો યોગ કહીએ છીએ તે સંપ્રાપ્તિરૂપ છે. આ સંપ્રાપ્તિ પ્રદેશવાળા દ્રવ્યથી જ હોય છે એવું નથી. નિષ્પદેશ-નિરવયવ દ્રવ્ય પણ સ્વયં પ્રાપ્ત થાય છે જ.
આ કથનથી જ તમે જે “અવયવોથી બનેલો નહિ હોવાથી પરમાણુ નથી' આવું સિદ્ધ કરી રહ્યા હતા તે પણ ખંડિત થઈ જાય છે. પરમાણુનું નાસ્તિત્વ સિદ્ધ થતું નથી. કેમ કે નિuદેશ-નિરવયવ દ્રવ્ય પણ સ્વયં પ્રાપ્ત થાય છે જ એટલે પરમાણુ નિરવયવ હોવા છતાં સ્વયં